કેળા મેથીના ભજીયા/ખાંગડા (Khangada Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#MRC
આ કેળા મેથીના ભજીયા જે લગ્ન પ્રસંગે દાળ ભાત અને લાપસી સાથે બનાવવામાં આવે છે. મેથીની કડવાશ અને કેળાની મીઠાશ વડે બનતા આ ભજીયા દક્ષિણ ગુજરાતમાં ખાંગડા તરીકે પણ ઓળખાય છે.
આ ભજીયા/ ખાંગડા ગરમ ગરમ ખાવાની મજા આવે છે એટલી જ બીજા દિવસે ઠંડા પણ ખાવામાં આવે છે એ પણ ચ્હા સાથે.
આ ભજીયા 2 દિવસ સુધી બહાર સારા રહે છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 2 વાડકીચણાનો લોટ
  2. 2 ચમચીચોખાનો લોટ
  3. 2 ચમચીઘંઉનો લોટ
  4. 2 ચમચીજુવારનો લોટ
  5. 1+1/2 કપ સમારેલી મેથી ની ભાજી
  6. 3મોટા કેળા
  7. 1+1/2 ચમચી લીલાં મરચાંની પેસ્ટ
  8. 1 ચમચીઆદુની પેસ્ટ
  9. 1 ચમચીલાલ મરચું પાવડર
  10. 1/2 ચમચીહળદર
  11. 1-1+1/2 ચમચી અધકચરા વાટેલા મરી
  12. 1 ચમચીઅધકચરા વાટેલા આખા ધાણા
  13. ચપટીહિંગ
  14. 1/8 ચમચીખાવાનો સોડા
  15. 2-3 ચમચીગરમ તેલ
  16. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી લો. 2 થી 3 ચમચી પાણી ઉમેરી લોટ બાંધવો. 30 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.

  2. 2

    હવે તેલ ગરમ થાય એટલે 2 થી 3 ચમચી તેલ અને સોડા લોટમાં ઉમેરી બરાબર મિકસ કરી લો.

  3. 3

    હવે ગરમ તેલમાં આ રીતે હાથ વડે ભજીયા/ખાંગડા મૂકી બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.

  4. 4
  5. 5

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes