મગ,મઠ,ઓટ્સ ઈડલી

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
Dwarka ,Gujrat -361335

#LB
#RB11
#cookpadindia
#cookpadgujarati
#healthy_breakfast
આ નાસ્તો લંચ બોક્સ કે ટિફિન માટે સૌથી ઉત્તમ છે .કેમકે તેમાં કઠોળ અને ઓટ્સ નો ઉપયોગ તો કર્યો જ છે સાથે એકદમ ઓછા તેલ માં બનેલો છે .a

મગ,મઠ,ઓટ્સ ઈડલી

#LB
#RB11
#cookpadindia
#cookpadgujarati
#healthy_breakfast
આ નાસ્તો લંચ બોક્સ કે ટિફિન માટે સૌથી ઉત્તમ છે .કેમકે તેમાં કઠોળ અને ઓટ્સ નો ઉપયોગ તો કર્યો જ છે સાથે એકદમ ઓછા તેલ માં બનેલો છે .a

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપમગ
  2. 1/4 કપમઠ
  3. 3 ચમચીઓટ્સ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1 ચમચીકોથમીર સમારેલી
  6. 1લીલું મરચું
  7. 1 ચપટીહળદર
  8. 1/2 ચમચીલીંબુ નો રસ
  9. 1/2 ચમચીઇનો
  10. 1 ચમચીગાજર નું ખમણ
  11. વઘાર માટે -👇
  12. 1 ચમચીતેલ
  13. 1 ચપટીરાઈ
  14. 1/4 ચમચીતલ
  15. 4-5પાન મીઠો લીમડો
  16. કોથમીર સમારેલી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મગ અને મઠ ને ધોઈ ને ઓવર નાઈટ પલાળી રાખવા.ઓટ્સ ને શેકી ને 10 મિનિટ પલાળી લો.

  2. 2

    મિક્સર જારમા નીતરેલા મગ,મઠ,ઓટ્સ કોથમીર અને લીલું મરચું લઇ 2 ચમચી પાણી (જરૂર લાગે તો જ)લઇ તેને પીસી લેવું. આ બેટર માંથી 2 ભાગ કરી લેવા. આપણે અત્યારે અડધા નો જ ઉપયોગ કરશું.

  3. 3

    અડધા બેટર માં હળદર,મીઠું,લીંબુ નો રસ અને ઇનો ઉમેરી બરાબર ફેંટી લેવું.સ્ટીમર ગરમ કરી વાટકી માં તેલ લગાવી ને બેટર ભરી લેવું.ઉપર ગાજર નું ખમણ ઉમેરવું.

  4. 4

    10 થી 12 મિનિટ ઈડલી સ્ટીમ કરી ચેક કરી ને ઉતારી,ઠંડુ પડે એટલે ઈડલી કાઢી લો.ઉપર વઘાર કરી કોથમીર ઉમેરવી. તૈયાર છે હેલ્થી મગ,મઠ,ઓટ્સ ઈડલી.નાળિયેરની અને લીલી ચટણી સાથે પીરસો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes