લહસુની દાલ તડકા (lahsuni dal tadka in Gujarati)

Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470

#સુપરશેફ _4
#week 4
#દાળ અને ચોખા
લહસુની તડકા દાલ
લસણ ના વઘાર વળી મિક્સ દાળ નો ઉપયોગ કરીને બનાવવા માં આવે છે જે એકદમ પંજાબી સ્ટાઇલ થી બનાવવા ma આવે છે અને a દાળ ને થોડી ઘાટ્ટી બનાવવા માં આવે છે જેને તમે ભાત સાથે નાન સાથે કે ફુલ્કા સાથે ખાઈ શકો છો

લહસુની દાલ તડકા (lahsuni dal tadka in Gujarati)

#સુપરશેફ _4
#week 4
#દાળ અને ચોખા
લહસુની તડકા દાલ
લસણ ના વઘાર વળી મિક્સ દાળ નો ઉપયોગ કરીને બનાવવા માં આવે છે જે એકદમ પંજાબી સ્ટાઇલ થી બનાવવા ma આવે છે અને a દાળ ને થોડી ઘાટ્ટી બનાવવા માં આવે છે જેને તમે ભાત સાથે નાન સાથે કે ફુલ્કા સાથે ખાઈ શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1/2 કપતુવેરની દાળ
  2. 2 ચમચીમગની પીળી દાળ
  3. 2 ચમચીમગની ફોતરાવાળી દાળ
  4. 1/4 કપચણાની દાળ
  5. 1મોટી ડુંગળી સમારેલી
  6. 2ટામેટા સમારેલા
  7. 1 ચમચીકસુરી મેથી
  8. 1 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  9. 1ટામેટું સમારેલું
  10. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  11. 1/2 ચમચીહળદર
  12. 1/4 ચમચીલવિંગ નો પાઉડર
  13. 1/4 ચમચીતજનો પાઉડર
  14. 1/4 ચમચીસૂંઠનો પાઉડર
  15. 1લીંબુનો રસ
  16. 1/2 નાની ચમચીરાઈ
  17. 1/2 ચમચીજીરૂ
  18. 1લાલ મરચું
  19. સ્વાદ મુજબ મીઠું
  20. ગાર્નીસ માટે લીલા ધાણા અને લીંબુ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચારે દાળને સરસ બે-ત્રણ પાણીથી ધોઈને અડધો કલાક પલાળીને રાખી દો
    દાળ પલળી જાય એટલે એને કુકર માં લઇ લો તેમાં એક ગ્લાસ પાણી નાખો સમારેલી ડુંગળી સમારેલા ટામેટા આદુ લસણની પેસ્ટ હળદર મીઠું તજનો પાઉડર લવિંગ નો પાઉડર અને સુંઠનું પાઉડર નાખીને ત્રણ સીટી મારી ને બાફી લો

  2. 2

    દાળ બફાય કુકર ઠંડું થઈ જાય એટલે એને ખોલીને ચમચાથી થોડું હલાવીને મિક્સ કરી લો.ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી નાખીને દાળને ઉકાળી લો
    દાળ ઉકળી જાય એટલે એમાં લીંબુનો રસ નાખો દાળને સર્વિંગ બાઉલમાં કાઢી લો

  3. 3

    હવે એમાં વઘાર કરવા માટે વઘારીયા ને ગરમ કરો તેમાં બે ચમચી દેશી ઘી નાખો દેશી ઘી ગરમ થાય એટલે એમાં ઝીણું સમારેલું લસણ નાખો અને લસણ ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતળો ત્યારબાદ જીરું અને રાઈ નાખો જીરું રાઈ તતડી જાય એટલે લાલ મરચું નાખો ચપટી હિંગ નાખો અને ગેસ ને બંધ કરીને વઘારને થોડો ઠંડો થવા દેવાનો અને ત્યારબાદ કાશ્મીરી લાલ મરચું નાખવાં અને વઘારને મિક્સ કરીને દાળ ઉપર નાખી દો

  4. 4

    લીલા ધાણાથી લીંબુથી ગાર્નીસ કરીને સર્વ કરો.. તો તૈયાર છે લસણના વઘાર વાળી ટેસ્ટી તડકા દાળ જેને ભાત નાન કે ફુલ્કા સાથે ખાઈ શકો છો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470
પર

ટિપ્પણીઓ

Similar Recipes