દાલ તડકા

Shreya Desai
Shreya Desai @shreyadesai
Vadodara

દાલ ફ્રાય કરતા થોડી તીખી દાળ ખાવી હોય તો દાળ તડકા બેસ્ટ ઓપ્શન છે.
#goldenapron3
Week 21
#Spicy

દાલ તડકા

દાલ ફ્રાય કરતા થોડી તીખી દાળ ખાવી હોય તો દાળ તડકા બેસ્ટ ઓપ્શન છે.
#goldenapron3
Week 21
#Spicy

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧/૨ કપતુવેર દાળ
  2. કાંદો(બારીક સમારેલો)
  3. ટામેટું(બારીક સમારેલું)
  4. ૧ ઇંચઆદુ છીણેલું
  5. ૧ ટીસ્પૂનમરચા ની પેસ્ટ
  6. ૧ ટીસ્પૂનહળદર
  7. ૧ ટીસ્પૂનધાણાજીરું પાઉડર
  8. ૨ ટીસ્પૂનકાશ્મીરી લાલ મરચું
  9. ૧ ટીસ્પૂનગરમ મસાલો
  10. ૨ ટેબલસ્પૂનધાણા
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. ૧ ટેબલસ્પૂનતેલ
  13. વઘાર માટે
  14. ૨ ટેબલસ્પૂનઘી
  15. ૬-૭ કડી લસણ ઝીણું સમારેલું
  16. ૧/૮ ટીસ્પૂન હિંગ
  17. ૧ ટીસ્પૂનજીરુ
  18. કાશ્મીરી આખા લાલ મરચાં
  19. ૧ ટીસ્પૂનકાશ્મીરી મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    તુવેરની દાળ ને ધોઈ ને ૩૦ મિનિટ માટે પલાળી રાખો. ત્યાર બાદ એક કૂકર માં તુવેર ની દાલમાં ૧/૨ ટીસ્પૂન હળદર નાખી ૫-૬ સિટી વગાડી લો.

  2. 2

    હવે એક પેન માં તેલ મૂકી એમાં આદુ અને મરચા ની પેસ્ટ નાખી ૨ મિનિટ માટે સાંતળો.હવે એમાં કાંદા એમાં મીઠું નાખી ચડવા દો. જેથી કાંદા જલ્દી ચડી જાય. કાંદા ચડી જાય એટલે એમાં ટામેટું નાખી ચડવા દો.

  3. 3

    ટામેટું ચડી જાય એટલે એમાં મરચું,હળદર,ધાણા જીરું ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરી એમાં બાફેલી દાલ નાખી ૧/૨ કપ પાણી નાખી ઉકળવા દો. દાલ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો.

  4. 4

    હવે વઘરીઆ માં ઘી મૂકી એમાં લસણ નાખી બ્રાઉન થવા દો. ધ્યાન રાખવું લસણ બડી ના જાય. હવે એમાં હિંગ મરચું અને આખા મરચાં નાખી ગેસ બંધ કરી દો.

  5. 5

    હવે આ વઘાર નેં દાળ માં ઉપર થી નાખી મિક્સ કરી લો. જીરા રાઈસ સાથે સર્વ કરો.તૈયાર છે દાળ તડકા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shreya Desai
Shreya Desai @shreyadesai
પર
Vadodara

Similar Recipes