રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati)

રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વટાણાને ધોઈને સાફ પાણીથી ધોઈને 4 કલાક માટે પલાળી દો. 4 કલાક પછી કૂકર માં વટાણા લઈ થોડું મીઠું ઉમેરી 4 સિટી આવે ત્યાં સુધી પકવી લો. બટાકા પણ બાફી લો. ઠંડા કરી છાલ ઉતારી લો.
- 2
હવે લોટ બાંધી લેવાનો એના માટે એક બાઉલ માં મેંદો ચાળીને લઈ લો તેમાં મોણ,મીઠું અને અજમો ઉમેરી પાણી વડે લોટ બાંધી લો. લોટ ને 20 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દો.
- 3
લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધી બટાકા નો મસાલો તૈયાર કરી લેવાનો અને ચટણી બનાવી લેવાની.
- 4
એક બાઉલ માં બાફેલા બટાકા લઈ તેને હાથ વડે મેસ કરી લો તેમાં બાફેલા અડધા વટાણા ઉમેરી લો. હવે આમાં મસાલા ઉમેરી લો મીઠું,ધાણા પાઉડર,હળદર,ગરમ મસાલો,લાલ મરચું, લીલાં ધાણા,લીલું મરચું,લીંબુ નોબ્રદ, મરી અને ખાંડ ઉમેરી મિક્સ કરી લો.
- 5
તૈયાર છે બટાકા વટાણા નો મસાલો. આમાંથી 2 મોટી ચમચી મસાલો સાઇડ માં કરી લો જેને આપડે રગડા માં વાપરવાનો છે.
- 6
હવે બંને ચટણી બનાવી લેવાની
લાલ ચટણી માટે સૂકા મરચાં ગરમ પાણી માં 5 મિનિટ માટે પલાળી ને લીધા છે. મિક્સર જાર માં પલાળેલા મરચાં,લસણ ની કડી,તલ,મીઠું અને થોડું પાણી(મરચાં પલાળેલુ પાણી) ઉમેરી પીસી લો. તૈયાર છે લાલ ચટણી. - 7
હવે પેન માં થોડું તેલ ઉમેરી આ પીસેલી ચટણી નાખી ચટણી ને થોડી શેકી લો જેથી લસણ નો કાચો ટેસ્ટ ના આવે. ચટણી માં કલર માટે કાશ્મીરી લાલ મરચું ઉમેરવું.
- 8
લીલી ચટણી માટે મિક્સર જાર માં એક મુઠ્ઠી લીલાં ધાણા, સિંગદાણા, લીંબુ નો રસ, એક મરચું, આદું, પુદીના પાઉડર,બરફના ટુકડા,મીઠું અને પાણી ઉમેરી પેસ્ટ બનાવી લો. તૈયાર છે લીલી ચટણી.
- 9
હવે લોટને ફરી મસળી લો તેમાંથી નાના નાના લુવા તૈયાર કરી લો. એક લૂવો લઈ પાતળી રોટલી વણી લો. હવે ઘૂઘરા ના સાંચા માં રોટલી મૂકી 1 ચમચી જેટલું બટાકાં વટાણા નો માવો મૂકી બંધ કરી વાળી લો. તૈયાર છે ઘૂઘરા. આ રીતે બધા ઘૂઘરા તૈયાર કરી લો.
- 10
- 11
- 12
હવે ઘૂઘરા તળી લેવાના. એક કઢાઈ માં તેલ મૂકી ગરમ કરી લો આંચ ને મિડિયમ પર રાખવી. તેલ ગરમ થાય પછી તેમાં ઘૂઘરા ઉમેરી બંને બાજુ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લેવાના. આ રીતે બધા ઘૂઘરા તૈયાર કરી લેવાના.
- 13
- 14
હવે રગડો બનાવી લેવાનો એના માટે બટાકાનો સાઈડમાં કરેલો મસાલો અને બાફેલા વટાણા બંને મિક્સ કરી લો. હવે કઢાઈ માં તેલ ઉમેરી તેમાં કાપેલું ટામેટું નાખી તરત ઉપર મીઠું ઉમેરી દેવાનું.
- 15
ટામેટું ગળી જાય પછી તેમાં મસાલો કરી દેવાનો હળદર,મરચું(કાશ્મીરી), ગરમ મસાલો અને ધાણા પાઉડર ઉમેરી લો. (બટાકા ના મસાલામાં બધા માળા ઉમેરલા જ છે એટલે વધારે મસાલા ઉમેરવાની જરૂર નથી)
મસાલા થોડાં શેકાય પછી તેમાં બટાકા વટાણાનો માવી ઉમેરી લો થોડું પાણી નાખી ઉકળવા દો. છેલ્લે લીલાં ધાણા ઉમેરી ગેસ બંધ કરી લો. તૈયાર છે રગડો. - 16
હવે આને સર્વ કરીશું.એક પ્લેટમાં નીચે રગડો લઈ લો તેમાં 2 ઘૂઘરા તોડીને નાખો તેના પર લાલ અને લીલી ચટણી નાખી દો. ઉપર થોડા લીલાં ધાણા ઉમેરી ગાર્નિશ કરી લો. તૈયાર છે રગડા ઘૂઘરા.
(સર્વ માટે તમે તમારું મનગમતું કય પણ નાખી શકો. જેમ કે ઝીણી સેવ.મસાલા શીંગ,ખજૂર આંબલી ની ચટણી.) - 17
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રગડા ઘૂઘરા (Ragda Ghughra Recipe In Gujarati)
#PSઆપણા ગુજરાત માં અવનવી ચટપટી વાનગી ઓ બનતી હોય છે. ચટપટી વાનગી ઓ માં પણ ખૂબ અલગ અલગ પ્રકાર ના ઈનોવેશન જોવા મળે છે. અહીં મેં તીખા ઘૂઘરા બનાવ્યાં છે જેની સાથે રગડો બનાવ્યો છે જેને ચાટ ની ચટણી ઓ સાથે સર્વ કરવા માં આવે તો એક વિશેષ ચટપટી વાનગી બને છે જે નાના બાળકો થી મોટા વડીલો ને પણ ખૂબ ભાવે તેવી છે.#cookpadgujarati#cookpadindia Neeti Patel -
જામનગર ઘૂઘરા (Jamnagar Ghughra Recipe In Gujarati)
જામનગર ની ફેમસ ડીશમાંથી એક છે ઘૂઘરા#cookwellchef#CT Nidhi Jay Vinda -
જામનગરી તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati)
#RJS જામનગર ના ઘૂઘરા ખૂબ જ વખણાય છે Bhavna C. Desai -
જામનગર ના તીખાં ઘૂઘરા(Jamnangar Tikha Ghughra Recipe In Gujarati)
#RJSજામનગર ના તીખાં ઘૂઘરા એક રોડસાઈડ સ્નેક છે જેને ખાવા માટે લોકો નો ધસારો થાય છે. આ ઘૂઘરા ચાટ ના ફોર્મ માં સર્વ થાય છે.Cooksnap@poojakotechadattani Bina Samir Telivala -
જામનગરના તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati
#RJS#CJM#week1#જામનગર_સ્પેશિયલ#cookpadgujarati જામનગરને સૌરાષ્ટ્રનું પેરિસ અને છોટા કાશી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે જામનગરમાં અનેક પૌરાણિક મંદિરો અને ઐતિહાસિક સ્થળો આવેલા છે, તો ઉદ્યોગો પણ એટલાજ છે, આથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોઈ છે. જામનગર આવતા પ્રવાસીઓને ભોજન અને નાસ્તા માટે પણ અનેક વેરાઈટી અહીં ઉપલબ્ધ છે. જામનગરનું નામ સાંભળતા જ સૌથી પહેલા ઘૂઘરા યાદ આવે છે. આજે હું તમને એવા જ જામનગર ના ફેમસ ઘૂઘરા બનાવતા શીખવાડીસ. ઘૂઘરા મીઠા અને તીખા બંને પ્રકારના બનતા હોય છે. તીખા ઘૂઘરા ને સમોસા પણ કહેવાય છે જેમાં બટાકા વટાણાનું સ્ટફિંગ હોય છે અને ઘૂઘરા નો આકાર આપેલ હોય છે. Daxa Parmar -
જામનગર ના ફેમસ તીખા ઘૂઘરા (Jamnagar Famous Tikha Ghughra Recipe In Gujarati)
#RJS#cookpadgujarat#cookpadindiaતીખા ઘૂઘરા એ જામનગર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.નાના મોટા સૌ ને પ્રિય છે.તે અલગ અલગ ૩ ચટણી સાથે ખવાય છે.મેં પણ ડિનર માં બનાવ્યા ટેસ્ટ ની તો શું વાત કરું આ હહઃહઃહ........ Alpa Pandya -
જામનગરી તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati
#spicy#chaat#ghughrachaat#jamnagarighughra#ghughra#jamnagar#tikhaghughra#cookpadgujarati#cookpadindiaજામનગર અને આસપાસના વિસ્તારોના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તે મસાલેદાર અને મીઠી ચટણી સાથે પીરસાય છે. Mamta Pandya -
જામનગર ઘૂઘરા
#તીખીમાવો અને રવો નાખેલા ગળ્યા ઘૂઘરા તો આપણે બનાવીએ છીએ આજે મે બનાવ્યા છે રાજકોટ - જામનગર નાં પ્રખ્યાત તીખા ઘૂઘરા. Anjana Sheladiya -
જામનગરી ઘૂઘરા (Jamnagari Ghughra Recipe In Gujarati)
#RJSજામનગર માં આવો અને ઘૂઘરા ના ખાઓ તો તમે ખાલી ધક્કો જ ખાઓ છો. જામનગર ના પ્રખ્યાત ઘૂઘરા ની રેસિપી આપી છે તમે જરૂર ટ્રાય કરજો. Mudra Smeet Mankad -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#Trend #Week3રગડા પેટીસ એ સ્ટ્રીટ ફુડ છે. ફ્રેન્ડસ જોડે ખાવા નીકળ્યા હોય એ અને રગડા પેટીસ ન ખાઈએ તે બને જ નહી.રગડો બનાવીએ ઘરે એટલે સાથે પેટીસ તો બનાવવી જ પડે.સાથે ચટપટી ચટણી ઓ પણ. રગડા પેટીસ વટાણા અને બટેટા માથી બનતી એક વાનગી છે. RITA -
રગડા વાળી પાણીપુરી (Ragda Panipuri Recipe In Gujarati)
#GA4#Week26Panipuri#CookpadIndia#Cookpadપાણીપુરી નાના મોટા દરેકને ભાવે છેતેનું નામ સાંભળતાં જ દરેકના મોઢામાં પાણી આવી જાય છેઅહીં ને પાણીપુરી રગડા વાળી બનાવી છે ચણા નો મસાલો કર્યો નથીચણા ની જગ્યાએ સૂકા વટાણા નો ઉપયોગ કરેલો છેઅને ગરમાગરમ રગડો બનાવી અને તેની સાથે પૂરી લઈ ને પાણીપુરી બનાવી છેઆ રીતે ગરમ રગડા વાળી પાણી પૂરી ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Rachana Shah -
રગડા પાણીપુરી (Ragda Panipuri Recipe In Gujarati)
પાણીપુરી નાના-મોટા બધાની ફેવરિટ હોય છે અને હવે તો ગરમ રગડા પૂરી પણ બહુ જ ફેમસ છે અમારે પણ રગડા પૂરી બહુ જ ખવાય છે#GA4#Week26#પાણીપુરી Rajni Sanghavi -
રગડા પેટિસ (Ragda patties Recipe In Gujarati)
#Trend2વન ડિશ મીલ માં રગડા પેટિસ બધા ને 1st choice માં આવે છે. Kunti Naik -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7...રગડા પૂરી એ એક ચૂબર ટેસ્ટી અને સરળ ચાટ છે, આમ જોઈએ તો ચાટ કોને ના ભાવે લગભગ બધા ને ચાટ તો કોઈ ને કોઈ ચાટ તો ભાવતું જ હોય તો આજે મે પણ રગડા પૂરી બનાવી ને બધા ને ખૂબ જ પસંદ આવી Payal Patel -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
રગડા પૂરી એ એક ચૂબર ટેસ્ટી અને સરળ ચાટ છે, આમ જોઈએ તો ચાટ કોને ના ભાવે લગભગ બધા ને ચાટ તો કોઈ ને કોઈ ચાટ તો ભાવતું જ હોય તો આજે મે પણ રગડા પૂરી બનાવી ને બધા ને ખૂબ જ પસંદ આવી Payal Patel -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7રગડા પૂરી એ ગુજરાત માં ખૂબ ફેમસ છે. તેને ગરમ પાણી પૂરી ના નામે પણ ઓળખાય છે.રગડા પેટીસ ના રગડા નો ઉપયોગ પણ કરી શકાય છે. અને ટેસ્ટ મા પણ મસ્ત હોય છે.તેમાં પાણી પૂરી નું પાણી, મીઠી ચટણી નાખી ને ખવાય છે . Helly shah -
રાજકોટ નાં ઘૂઘરા (Rajkot Ghughra Recipe In Gujarati)
#RJS રાજકોટ / જામનગર સ્પેશિયલ રેસીપી રાજકોટ નાં પ્રખ્યાત ઘૂઘરા ની ચાટ. આજે મે ઘૂઘરા નું સ્ટફિંગ મકાઈ નું બનાવ્યું છે. મકાઈ નું સ્ટફિંગ ખુબજ સરસ લાગે છે. Dipika Bhalla -
જામનગરી ઘુઘરા (Jamnagari Ghughra Recipe In Gujarati)
જામનગર ની પ્રખ્યાત વાનગી છે,જે ઘઉં, મેંદો અને રવા માંથી બનતી ટેસ્ટી વાનગી છે જે ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Stuti Vaishnav -
જામનગર ઘુઘરા (Jamnagar Ghughra Recipe In Gujarati)
#CTતીખા ઘુઘરા તો જામનગરના જ....અહીંના ઘૂઘરા તેની બનાવટ ની રીત અને ચટાકેદાર સ્વાદ માટે ખૂબ જ પ્રખ્યાત છે .તે મુખ્ય ત્રણ ચટણી ... લાલ,લીલી અને મીઠી તથા મસાલા શીંગ, સેવ છાંટી ને પીરસવા માં આવે છે. Riddhi Dholakia -
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#LO કાલે પાણી પૂરી બનાવી એણો રગડો અને બે ચટણી વધ્યા હતા, અને સવારે કોબીજ ગાજર નુ મિક્સ શાક વધ્યુ હતુ, એટલે બટાકા બાફીને વેસ્ટ માંથી બેસ્ટ એવું કર્યુ રગડા પેટીસ બનાવી દીધી, ઝીણી સેવ ન હતી તો ફરસાણ ને હાથ થી મસળી ને મિક્સ કરીને ખૂબજ ટેસ્ટી રગડા પેટીસ બનાવી દીધી Nidhi Desai -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7#COOKPADGUJ#COOKPAD#COOKPADINDIAપાણીપુરી નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય.પાણીપુરીમાં પણ કેટલું વૈવિધ્ય !!દેશના મોટા ભાગના વિસ્તારોમાં તેનું મોસ્ટ પોપ્યુલર નામ છે પાણીપુરી.અલગ અલગ રાજ્ય માં અલગ અલગ નામ ને અલગ અલગ ટેસ્ટ !! મુંબઈ માં રગડા વાળી પાણીપુરી મળે છે.ગુજરાતમાં રગડા ઉપરાંત ઘણી બધી ફલેવર્સ માં પાણીપુરી પ્રખ્યાત છે. Neeru Thakkar -
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#KER#cookpad રગડા પૂરી રેસીપી ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછા સમયમાં બનાવી શકાય છે. આ રેસીપીના મુખ્ય ઘટકો પૂરી અને રગડા ગ્રેવી અગાઉથી તૈયાર કરવામાં આવે છે અને તેને સંગ્રહિત કરી રાખી શકાય છે. જો બધી સામગ્રી તૈયાર હોય તો તેને ખૂબ ઓછા સમયમાં બનાવી શકાય છે.સ્વાદ અનુસાર તેમાં રહેલા ઘટકોની માત્રા બદલી શકાય છે. પૂરી અને રગડા ઉપરાંત ખજૂર-આમલીની ચટણી ,લીલી ચટણી અને સેવની માત્રા બદલી શકાય છે. તો ચલો જોઇ લઇએ અમદાવાદની ફેમસ અને સ્પેશિયલ એવી રગડા પૂરી ઘરે કેવી રીતે બનાવી શકાય છે. Ankita Tank Parmar -
જામનગર ના ઘૂઘરા(Jamnagar Ghughra Recipe In Gujarati)
#RJS- જામનગર શહેર માં દરેક ગલી, દરેક એરિયામાં મળતા ઘૂઘરા આજે મેં ઘેર બનાવ્યા. જામનગરની દરેક વ્યક્તિએ તો આ ઘૂઘરા ખાધા જ હશે, પણ બહારગામ થી આવેલી વ્યક્તિ પણ આ ઘૂઘરા ની ફેન બની જાય છે.. તો હવે તમે પણ જો આ ઘૂઘરા ખાધા ન હોય તો આ રેસિપી વાંચીને જરૂર થી ટ્રાય કરજો.. Mauli Mankad -
રગડા પેટીસ(Ragda patties recipe in Gujarati)
રગડા પેટીસ મનગમતી વાનગી છે અને વારંવાર બને છે રગડા સાથે પેટીસ અને પાન બંને ખવાય છે ખૂબ ખવાતી અને સ્વાદિષ્ટ વાનગીછે.#trend Rajni Sanghavi -
રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)
#EB#Week7અત્યાર ની સૌથી ટ્રેન્ડિંગ રેસિપી ફાયર રગડા પાણી પૂરી છે. એને ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
તીખા કોબીજના ઘૂઘરા (Spicy Cabbage Ghughra Recipe In Gujarati)
#GA4#Week14#post1#cabbage#તીખા_કોબીજના_ઘૂઘરા ( Spicy Cabbage Ghughra Recipe in Gujarati ) કોબીજ આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે અને સામાન્ય રીતે દરેક ઘરમાં સહેલાઈથી મળી જાય છે. ચાઈનીઝ ડિશીશમાં કોબીજનો ખૂબ ઉપયોગ થાય છે. કોબીજથી અનેક બીમારીઓ દૂર થાય છે. સાથે જ ત્વચા પણ નિખરે છે. કોબીજને સ્વસ્થ આહારનો ભાગ માનવામાં આવે છે. આ એક ખૂબ જ ફાયદાકારક શાકભાજી છે. જેને ભોજનમાં શામેલ કરવાથી ઘણી બિમારીઓથી બચી શકાય છે. દુનિયાના લગભગ દરેક ભાગમાં સામાન્ય રીતે વપરાશમાં લેવામાં આવતી કોબીજ ડાઈટરી ફાઈબર કેલ્શિયમ, વિટામિન બી 6 અને સીનો સારો સ્ત્રોત છે. મેં આ કોબીજ માંથી હેલ્થી તીખા ઘૂઘરા બનાવ્યા છે. જે જૈન લોકો પણ ખાઈ શકે છે. આ ઘૂઘરા ના પડ માટે મેં ઘઉં ના લોટ નો ઉપયોગ કરી ને હેલ્થી ઘૂઘરા બનાવ્યા છે. તે ઉપરાંત મેં આ ઘૂઘરા ની ચાટ પણ બનાવી છે..જે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બની હતી.....😍🙏 Daxa Parmar -
રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)
#EB#Week7રગડા પૂરી નું નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે, રગડા પૂરી બહુ ચટપટી અને સ્વાદિષ્ટ લાગે છે, રગડા પૂરી બધાની પ્રિય હોય છે. Rachana Sagala -
ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
સુરેન્દ્ર નગર ને જામનગર ના લોકો ના ફેમસ એવાં કિસ્પી, ચટપટા ને તીખાં ધૂધરા 😋 અમારા પણ ફેવરિટ છે. 😊😊 Pina Mandaliya
More Recipes
ટિપ્પણીઓ (10)