કરાચી હલવો (Karanchi Halwo Recipe In Gujarati)

Henal Kothadiya _ #HENALs_Kitchen
Henal Kothadiya _ #HENALs_Kitchen @cook_25192687
Gandhinagar

#GA4 #Week6

#Halva

હલવા નું નામ આવે તો ઘણા બધા મન માં આવે.. આપણને જે વધારે ભાવતો હોય એ પહેલાં યાદ આવે. મારો તો ગાજર નો હલવો ફેવરિટ છે. બોમ્બે સાઇડ કરાચી હલવો ખૂબ ફેમસ છે. એકદમ સોફ્ટ જેલી ટાઈપ હોય છે આ.. મેં આજે પહેલી વાર ટ્રાય કરી છે.. આશા પ્રમાણે બહુ જ સરસ બન્યો છે અને ટેસ્ટ પણ મસ્ત આવ્યો છે..

કરાચી હલવો (Karanchi Halwo Recipe In Gujarati)

#GA4 #Week6

#Halva

હલવા નું નામ આવે તો ઘણા બધા મન માં આવે.. આપણને જે વધારે ભાવતો હોય એ પહેલાં યાદ આવે. મારો તો ગાજર નો હલવો ફેવરિટ છે. બોમ્બે સાઇડ કરાચી હલવો ખૂબ ફેમસ છે. એકદમ સોફ્ટ જેલી ટાઈપ હોય છે આ.. મેં આજે પહેલી વાર ટ્રાય કરી છે.. આશા પ્રમાણે બહુ જ સરસ બન્યો છે અને ટેસ્ટ પણ મસ્ત આવ્યો છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3-4 માણસ
  1. 1 કપકોર્ન ફ્લોર (સફેદ)
  2. 5 કપપાણી
  3. 1 નાનો કપકાજુ બદામ બારીક સમારેલા
  4. 1/4 ચમચીલાલ ફૂડ કલર
  5. 1/2 ચમચીઇલાયચી પાઉડર
  6. 1 ચમચીલીંબુ નો રસ
  7. 2.25 કપખાંડ
  8. 1 બાઉલ ઘી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં કોર્ન ફ્લોર લો. 1 કપ કોર્ન ફલોર માં 4 કપ પાણી ઉમેરીને સરખું ઓગાળો.. લંબ્સ ના રહેવા જોઈએ.

  2. 2

    હવે એક મોટી કડાઈ અથવા વાસણ ને ગરમ કરવા મુકો. તેમાં 2.25 કપ ખાંડ ઉમેરો. પછી તેમાં 1 કપ પાણી ઉમેરો. અને ખાંડ ને ઓગાળો.

  3. 3

    ખાંડ વ્યવસ્થિત ઓગળી જાય એટલે તેમાં પેલું કોર્ન ફ્લોર વાળું મિશ્રણ એક વાર ચલાવી ને આ ખાંડ વાડા પાણી માં ઉમેરો.

  4. 4

    હોવી બધું સરસ રીતે મિક્સ કરો. અને ફ્લેમ મીડીયમ રાખવું છેલ્લે સુધી. અને સતત ચલાવતું રહેવાનું. 10 મિનિટ પછી આ મિશ્રણ થોડું ગાડું થયેલું લાગશે. પછી પણ ચલાવતું જ રહેવું. પછી 2 મિનિટ પછી તેમાં 1 ચમચી લીંબુ નો રસ ઉમેરવો. અને ચલાવતા રહો.

  5. 5

    15 મિનિટ પછી તેમાં 2 ચમચી ઘી ઉમેરવું.. સતત ચલાવતા રહો. ધીમે ધીમે ઘટ્ટ થતું જશે.. 25 મિનિટ પછી પાછું 2 ચમચી ઘી ઉમેરો.

  6. 6

    30 મિનિટ પછી તેમાં ઇલાયચી પાઉડર ઉમેરો અને 1 ચમચી ઘી ઉમેરો.. અને સતત ચલાવતા રહો. 35 જેટલી મિનિટ પછી.તમને થોડું વધારે ઘટ્ટ લાગશે.. એકદમ જેલી જેવું થતું હોય એવું. પછી તેમાં 1/4 ચમચી લાલ ફૂડ કલર ઉમેરો. ફૂડ કલર ઓપ્શનલ છે.. પછી મિક્સ કરો બધું સરખું. 40 મિનિટ પછી પાછું 1 ચમચી ઘી ઉમેરો.

  7. 7

    45 મિનિટ પછી એકદમ જેલી જેવું થઈ જશે.. કલાક થશે એ પહેલાં એ બધું એકદમ જેલી ની જેમ ફરશે ચમચા માં ચોટશે પણ નહીં. તો એ હલવો તૈયાર પાકી ગયો છે એવું સમજવું.

  8. 8

    પછી એ બાઉલ લો. તેમાં જલ્દી ગરમ ગરમ જ આ હલવો નાખો.. થોડું થાપથપાવો.. અને ઉપર ડ્રાયફ્રુઈટ નાખો. અને ધીમે થઈ પ્રેસ કરો. અને 30 મિનિટ સુધી સેટ થવા રહેવા દો.

  9. 9

    પછી બાઉલ ની ઉપર પ્લેટ રાખી બાઉલ ઊંધું કરી કાઢી લો. અને તમારી ઈચ્છા પ્રમાણે કટકા કરો.

  10. 10

    તો રેડી છે કરાચી હલવો.. સર્વ કરો..એન્જોય ઇટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Henal Kothadiya _ #HENALs_Kitchen
પર
Gandhinagar
i just love to cook.❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes