વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)

Neha Suthar
Neha Suthar @Neha1982

#NSD
આજે હું વેજીટેબલ સેન્ડવિચ બનાવી રહી છું.આ સેન્ડવીચ ઘરે બાળકો એકલા હોય તોપણ જાતે બનાવીને ખાઈ શકે છે..

વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)

#NSD
આજે હું વેજીટેબલ સેન્ડવિચ બનાવી રહી છું.આ સેન્ડવીચ ઘરે બાળકો એકલા હોય તોપણ જાતે બનાવીને ખાઈ શકે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે વ્યક્તિ
  1. ૧ નંગડુંગળી
  2. ૧ નંગબટાકો
  3. ૨ નંગટામેટું
  4. ૧ નંગકાકડી
  5. ૧ નંગકેપ્સીકમ
  6. ૬ નંગબ્રેડ
  7. ૫૦ ગ્રામ બટર
  8. ૧ વાડકીકોથમીર ની ચટણી
  9. જરૂર મુજબચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકાને બાફી લો. પછી ઠંડું થાય એટલે તેને છોલીને તેના ગોળ પિતા કાપી લો. કાકડી ને ધોઈને છોલીને તેના ગોળ પિતા કાપી લો. ટામેટાને પણ ધોઈને ગોળ પિતા કાપી લો. કેપ્સિકમને પણ ધોઈને ગોળ પિતા કાપી લો. ડુંગળીને છોલીને ગોળ પિતા કાપી લો.

  2. 2

    હવે બ્રેડની ઉપર પહેલા બટર ચોપડી લો. પછી તેની ઉપર કોથમીરની ગ્રીન ચટણી ચોપડો.

  3. 3

    પછી તેની ઉપર ડુંગળી અને કેપ્સિકમ ની સ્લાઈસ મૂકી ઉપર ટામેટા કાકડી અને બટાકાની પણ સ્લાઇસ મૂકો.

  4. 4

    પછી તેની ઉપર ચાટ મસાલો ભભરાવો. અને બીજી એક બ્રેડ પર પહેલા બટર ચોપડી ઉપર કોથમીર ની ચટણી ચોપડી તૈયાર કરેલ બ્રેડની પર ઢાંકી દો.

  5. 5

    પછી તૈયાર કરેલી સેન્ડવીચ ને બંને બાજુ બટર ચોપડીને સેન્ડવીચ મેકર માં બે મિનિટ માટે શેકી લો. પછી બીજી સાઈડ પણ ઉથલાવીને બે મિનિટ માટે શેકી લો. પછી તૈયાર થયેલી વેજીટેબલ સેન્ડવીચ ને વચ્ચેથી કટ કરીને ગાર્નીશ કરેલી પ્લેટમાં સોસ સાથે સવૅ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neha Suthar
Neha Suthar @Neha1982
પર

Similar Recipes