સ્ટ્રોબેરી સ્ટાર બ્રેડ(strawberry star bread recipe in Gujarati)

Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470

#CookpadTurns4
#cookwithfruits

બેકિંગ મારો મનપસન્દ વિષય છે હું કંઈ નવું નવું ટ્રાય કરતી હોવ છું બ્રેડ માં ઘણી જાતની બ્રેડ બનતી હોય છે આજે હું ફ્રૂટ માં સ્ટ્રોબેરી નો ઉપયોગ કરીને સ્ટાર શેપ માં બ્રેડ બનાવું છું જે જોવામાં તો સારી લાગે છે પણ ખાવામાં ખુબજ સરસ લાગે છે અને બાળકો ની મનપસંદ છે

સ્ટ્રોબેરી સ્ટાર બ્રેડ(strawberry star bread recipe in Gujarati)

#CookpadTurns4
#cookwithfruits

બેકિંગ મારો મનપસન્દ વિષય છે હું કંઈ નવું નવું ટ્રાય કરતી હોવ છું બ્રેડ માં ઘણી જાતની બ્રેડ બનતી હોય છે આજે હું ફ્રૂટ માં સ્ટ્રોબેરી નો ઉપયોગ કરીને સ્ટાર શેપ માં બ્રેડ બનાવું છું જે જોવામાં તો સારી લાગે છે પણ ખાવામાં ખુબજ સરસ લાગે છે અને બાળકો ની મનપસંદ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

18 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 2 કપમેંદો
  2. 2 નાની ચમચીડ્રાય યીસ્ટ
  3. 1 મોટી ચમચીખાંડ
  4. 1 મોટી ચમચીમિલ્ક પાઉડર
  5. 1 મોટી ચમચીઓલિવ ઓઇલ
  6. ચપટીસ્વાદ પ્રમાણે
  7. 1 કપહુંફાળું પાણી
  8. # સ્પ્રેડ માટે
  9. 1 કપસમારેલી સ્ટ્રોબેરી
  10. 1/4 કપખાંડ
  11. 1 મોટી ચમચીકોર્નફ્લોર
  12. 1 ચમચીબટર
  13. 1 ચમચીદરેલી ખાંડ
  14. ગાર્નીસ માટે સ્ટ્રોબેરી,ગ્લેઝ ચેરી અને લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

18 મિનિટ
  1. 1

    સૌથી પેહલા એક વાડકીમાં યીસ્ટ અને ખાંડ ને 1/2 કપ હુંફાળું પાણી નાખીને મિક્સ કરી લો ઢાંકીને 10 મિનિટ રાખો 10 મિનિટ યીસ્ટ પ્રુફ થઇ જાય એટલે સાઈડ માં રાખી દો

  2. 2

    એક વાડકા માં મેંદો મીઠું મિલ્ક પાઉડર ઓલિવ ઓઇલ ને યીસ્ટ વાળું મિક્સરણ ને જરૂર મુજબ હુંફાળું પાણી નાખીને લોટ બાંધી લો લોટ ને 2 થી 3 મિનિટ બરાબર મસળીને સોફ્ટ કરી લો લોટને તેલ વારો હાથ કરીને ઢાંકીને 1/2 કલાક મૂકી દો

  3. 3

    સ્ટ્રોબેરી ને કટ કરીને મિક્સર જાર માં પીસીને પ્યુરી કરી લો
    એક પેનમાં સ્ટ્રોબેરી ની પ્યુરી અને ખાંડ નાખીને ઘટ્ટ થાય ત્યાં સુધી રાંધી લો થોડું ઘટ્ટ થાય એટલે કોર્નફ્લોર માં થોડું 2 ચમચી પાણી ઉમેરીને સ્લરી બનાવી લો સ્લરીને ધીરે ધીરે સ્ટ્રોબેરી ના મિક્સરણ માં ઉમેરીને એક મિનિટ માટે રાંધી લો (કોર્નફ્લોર નાખવાથી સ્ટ્રોબેરીની પ્યુરી ઘટ્ટ બની જાય છે અને બ્રેડ સોગી નથી થતી) પ્યૂરી ઘટ્ટ થાય એટલે એને ઠંડી થવા દો

  4. 4

    1/2 કલાક પછી લોટ ફૂલી ને ડબલ થઈ જશે એને થોડો ટેપ કરીને એમાંથી 4 ભાગ કરો
    દરેક ભાગના સોફ્ટ બોલ બનાવીને મોટી એક સરખી રોટલી વણી લો
    જે ટ્રે માં બ્રેડ ને બેક કરવાની હોય એ ટ્રે ને તેલ થી ગ્રીસ કરીને બટર પેપર લગાવી દો

  5. 5

    ટ્રે માં એક રોટલી મુકો એના પર 2 મોટી ચમચી બનાવેલી અને ઠંડી કરેલી સ્ટ્રોબેરી પ્યુરી સ્પ્રેડ કરી લો ઉપર બીજી રોટલી મુકો એના પર સ્ટ્રોબરી પ્યૂરી લગાવો ફરી ત્રીજી રોટલી મૂકી સ્ટ્રોબેરી પ્યુરી સ્પ્રેડ કરીને છેલ્લે ચોથી રોટલી મૂકીને સરસ હાથ થી સેટ કરી લો ઉપર રોટલીની વચ્ચે નાની વાટકી કે ડબ્બાનું ઢાંકણું મુકો ચપ્પુ થી ચારે બાજુ કટ કરો ત્યાર બાદ ચારે ભાગ માં વચ્ચે 2 કટ લગાવો કટ ને સારી રીતે લાગવ્યા બાદ બે ભાગ ને અંદર 2 વાર વળ આપીને ઉપરથી જોઈન્ટ કરી દો..

  6. 6

    આજ રીતે બધા કટ ને જોડી માં વાળીને જોઈન્ટ કરી દો બધા ભાગ થઇ જાય એટલે કપડાંથી ઢાંકીને 15 મિનિટ માટે ડબલ પ્રુફ માટે રાખી દો
    15 મિનિટ પછી દૂધ થી બ્રશ કરીને પ્રિહિટ ઓવનમાં 160 ડિગ્રી પર 18 મિનિટ માટે બેક કરી લો

  7. 7

    બેક થઇ જાય એટલે બટર થી બ્રશ કરીને ઠંડી થવા દો
    ઠંડી થાય એટલે દરેલી ખાંડ ચારણીથી સ્પ્રિન્કલ કરીને સ્ટ્રોબેરી ગ્લેઝ ચેરી થી ગાર્નીસ કરી સર્વ કરો...
    નોંધ- સ્ટ્રોબેરી પ્યુરીની જગા પર કોઈ પણ ફ્રૂટ ની પ્યુરી અને ચોકલેટ સ્પ્રેડ અને કોઈ પણ ચટણી લઇ શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470
પર

Similar Recipes