થ્રી સોસ પીઝા (Three Sauce Pizza Recipe in Gujarati)

Vatsala Popat
Vatsala Popat @vsp22342

થ્રી સોસ પીઝા (Three Sauce Pizza Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. પીઝા બેઝ બનાવવા માટે
  2. 1-1/2 કપ મેંદો
  3. 1 કપગરમ હુંફાળું દૂધ
  4. દોઢ ચમચી ખાંડ
  5. 1/4 ચમચી instant yeast
  6. 1 ચમચીમીઠું
  7. 1/2ચમચી લસણ ડુંગળી નો પાઉડર
  8. ૧ ચમચીબટર
  9. ૩ ચમચી સેઝવાન સોસ
  10. ૩ ચમચીટોમેટો સોસ
  11. ૩ ચમચીપીઝા સોસ
  12. 1ને એક નંગ કાપેલું ટામેટું
  13. ૧ નંગકાપેલી ડુંગળી
  14. ૧ નંગકાપેલું કેપ્સિકમ
  15. ૨ ચમચીsweet corn દાણા
  16. ૨ ચમચીકાપેલ બ્લેક ઓલિવ
  17. ક્યુબ પ્રોસેસ ચીઝ
  18. 1 ચમચીમિક્સ હર્બ
  19. 1/2ચમચી થ્રી ઓનિયન પાઉડર
  20. 1 ચમચીચીલી ફ્લેક્સ
  21. સર્વ કરવા માટે
  22. સ્વીટ લચ્છી અથવા કોલ્ડ્રિંક્સ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    આપણા પીઝાનો આપણે જાતે જ બેજ બનાવવાનું હોવાથી થોડો પ્રિપેરેશન ટાઈમ વધુ લાગે છે. પરંતુ આ પીઝા રેસ્ટોરન્ટમાં મળતા પીઝા જેવું લાગશે બીજી વિશિષ્ટતા આમાં ૩ sources થી બનાવવામાં આવે છે તેથી આ ઇન્ટરેસ્ટિંગ લાગશે, સ્વાદિષ્ટ તો હોવાનું જ આ બનાવવા માટે ઉપર પ્રમાણેના બધા ઘટકો એકઠા કરો.

  2. 2

    એક વાસણમાં 1/2 કપ જેટલું દૂધ લો.બાકીનો 1/2 કપ લોટ બાંધવા માટે રહેવા દો.
    હવે આ લીધેલા દૂધમાં east ખાંડ મીઠું લસણ ડુંગળી નો પાઉડર અને બટર ઉમેરી બધું બરાબર મિક્સ કરો, હવે આ મિશ્રણમાં મેંદા ના લોટ ઉમેરી બરાબર મિક્સ કરી જરૂર મુજબ દૂધ ઉમેરતા જાઓ અને લોટ ઢીલો બાંધો.
    બાંધેલા લોટને બરાબર પંદર મિનિટ સુધી મસળો જેથી ગ્લુટેન છૂટું પડે અને લોટ ખૂબ જ મુલાયમ થાય. ખુબ જ જરૂરી છે.

  3. 3

    એક ડબ્બામાં આ બાંધેલા લોટને મૂકો અને ડબ્બાને બરાબર એર ટાઈટ બંધ કરો અને આ ડબ્બો ફ્રીજમાં સૌથી નીચેના ખાનામાં મૂકો. 24 કલાક પછી ડબો ખોલો તમે જોશો તો બાંધેલી લોટ ની સાઈઝ ડબલ થઈ ગઈ હશે.

  4. 4

    આ લોટને બટર થી ગ્ગ્રીસ કરેલી મોટી ઓવન મોટી ટ્રેમાં મૂકો અને હાથેથી થપથપાવી મોટો રોટલો બનાવો લગભગ ઓવન ટ્રે સાઈઝ. રોટલાને ફોર્ક વડે પ્રીક કરો જેથી ગરમ થાય ત્યારે ફૂલે નહીં.

  5. 5

    રોટલા પર પીઝા સોસ ટોમેટો સોસ અને સેઝવાન સોસ નાખી બરાબર મિક્સ કરી અને પાથરો.
    હવે તેની પર કાપેલી ડુંગળી કાપેલ ટમેટૂ કાપેલ કેપ્સિકમ ઓલિવ ના ટુકડા અને sweet corn નાખો ત્યારબાદ તેમની પર પ્રોસેસ ચીઝ ખમણી અને પાથરો

  6. 6

    200 ડિગ્રીએ પ્રથમથી ગરમ કરેલા ઓવનમાં આ મૂકો અને 20થી 30 મિનિટ માં પાકી જશે 20 મિનિટ પછી પાંચ પાંચ મિનિટે જોતા રહો બરાબર પાકી ગયો છે કે નહીં પાકીજાય એટલે તેને બહાર કાઢી પીઝા ને બીજા સપાટ વાસણ પર મૂકી પીઝા કટર વડે કાપો. તેની પર મિક્સ હર્બ ૩ઓનિયન પાઉડર અને ચીલી ફ્લેક્સ છાંટો.

  7. 7

    કાપેલા પીઝાના પીસ ને સર્વિંગ ટ્રેમાં કોલ્ડ્રીંક સાથે અથવા sweet લચ્છી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vatsala Popat
Vatsala Popat @vsp22342
પર

ટિપ્પણીઓ

Similar Recipes