પેરી-પેરી ફ્રેન્ચ ફ્રાઇઝ પીઝા (Peri Peri French Fries Pizza Recipe In Gujarati)

Vijyeta Gohil
Vijyeta Gohil @cook_24726592
Ahmedabad Gujarat

#GA4
#Week16

જયારે કૈક અલગ પિઝા ખાવાનું મન થાય તો આ એક સરસ ઓપ્શન છે.

પેરી-પેરી ફ્રેન્ચ ફ્રાઇઝ પીઝા (Peri Peri French Fries Pizza Recipe In Gujarati)

#GA4
#Week16

જયારે કૈક અલગ પિઝા ખાવાનું મન થાય તો આ એક સરસ ઓપ્શન છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
2 પિઝા
  1. ફ્રેન્ચ ફ્રાઈસ માટે
  2. 4 નંગમિડિયમ સાઇઝ બટાકા
  3. 2 ટેબલ સ્પૂનપેરી-પેરી મસાલો
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. તળવા માટે તેલ
  6. પિઝા માટે
  7. 2 નંગમિડિયમ રેડી પીઝા બેઝ
  8. 2 ટેબલ સ્પૂનવીબા પીઝા સોસ
  9. 1 ટેબલ સ્પૂનસેઝવાન સોસ
  10. 1 ટેબલ સ્પૂનહોટ એન્ડ સ્વીટ ટોમેટો કેચઅપ
  11. 1 કપમોઝરેલા ચીઝ
  12. 1/4 કપબ્લેક ઓલિવ અને એલુપિનો
  13. 1 ટીસ્પૂનઓરેગાનો
  14. 1 ટીસ્પૂનચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    બટાકા ધોઇને છાલ નીકાળી ફ્રેન્ચ ફ્રાઇઝ કટરથી લાંબા કાપી લો. તેલ ગરમ મૂકી બધી ફ્રાઇઝ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

  2. 2

    તળેલી ફ્રાઇઝ પર તરત જ પેરી-પેરી મસાલો અને થોડુંક મીઠું  ભભરાવી હલાવી મિક્સ કરી લો.

  3. 3

    ઓવનને 180° પર 10 મિનિટ માટે પ્રિહિટ કરવા મૂકી દો.એક બાઉલમાં ત્રણે સોસ બરાબર મિક્સ કરી લો

  4. 4

    પીઝા બેઝને 3 મિનિટ માટે ઓવનમાં ગરમ કરી બહાર કાઢી ઉપર મિક્સ કરેલો સોસ લગાવો. તેના પર બધી બાજુ સારું એવું ચીઝ પાથરો.

  5. 5

    ઉપર પસંદ હોય તેટલી પેરી-પેરી ફ્રેન્ચ ફ્રાઇઝ પાથરો. પસંદ હોય તે ટોપિંગ સાથે મૂકી શકો. બ્લેક ઓલિવ અને એલુપિનો ગોઠવો. ઉપરથી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ભભરાવો.

  6. 6

    રેડી કરેલા પીઝાને પ્રિહિટેડ ઓવનમાં ગોઠવી 12-15 મિનિટ માટે બેક કરો. ગરમ-ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vijyeta Gohil
Vijyeta Gohil @cook_24726592
પર
Ahmedabad Gujarat
By profession, i work as quality engineer. I love to explore new food and places.also m very passionate about cooking.
વધુ વાંચો

Similar Recipes