વેજ તવા પુલાવ (Veg Tava Pulao Recipe In Gujarati)

Sejal Agrawal
Sejal Agrawal @sejalsfoodfiesta
શેર કરો

ઘટકો

એક કલાક
  1. 2 કપબાસમતી ચોખા
  2. 1ઝીણી સમારેલી ડુંગળી
  3. 1ઝીણું સમારેલું કેપ્સીકમ
  4. 2સમારેલા ટામેટા
  5. 1/2 કપ બાફેલી ફણસી
  6. 1/2 કપ બાફેલુ ગાજર
  7. 1/2 કપ બાફેલા વટાણા
  8. 1 ચમચીમરચું પાઉડર
  9. 1 ચમચીઆદુ મરચાં અને લસણ ની પેસ્ટ
  10. 1/2 ચમચી હળદર પાઉડર
  11. 1/2 ચમચી ધાણાજીરૂ પાઉડર
  12. 1 ચમચીપાંવ ભાજી મસાલો
  13. 1/2 ચમચી ગરમ મસાલો
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. 2 ચમચીતેલ
  16. 2 ચમચીબટર
  17. 1 ચમચીજીરૂ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌથી પહેલાં ચોખા ને ધોઈ લો અને 1/2 કલાક માટે પલાળી રાખો.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું નાખી તતડે એટલે ચોખા નાખો અને જરુર મુજબ પાણી નાખીને ભાત બનાવી લો.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ અને બટર લો તેમાં ડુંગળી ઉમેરીને સાંતળો પછી તેમાં ટામેટા અને કેપ્સિકમ નાખી સાંતળી લો.

  4. 4

    હવે તેમાં મસાલા નાખી મિક્સ કરી લો. વટાણા, ગાજર અને ફણસી નાખી મિક્સ કરી લો.

  5. 5

    હવે ભાત નાખી મિક્સ કરી લો.

  6. 6

    ધીમે ધીમે હલાવી મિક્સ કરી લો જેથી ભાત ના દાણા તૂટી ન જાય.

  7. 7

    ઉપર કોથમીર ભભરાવી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Agrawal
Sejal Agrawal @sejalsfoodfiesta
પર
cooking is my passion ❤️
વધુ વાંચો

Similar Recipes