મેથી પાપડનું શાક

Krishna Mankad
Krishna Mankad @Krishna_03
Gujrat

#RB2
મેથી પાપડનું શાક અમારા ઘરમાં બધાને ભાવે, હું મારા એક વડિલ ફઈ પાસેથી શીખી છું, હથરોટી તો એ લોકોની જ👌👌👌. સ્વાસ્થ્ય અને સ્વાદ બંને માટે આ શાક સારુ છે ઉનાળામાં કેરીના રસ સાથે તો બહુ જ સરસ લાગે.

મેથી પાપડનું શાક

#RB2
મેથી પાપડનું શાક અમારા ઘરમાં બધાને ભાવે, હું મારા એક વડિલ ફઈ પાસેથી શીખી છું, હથરોટી તો એ લોકોની જ👌👌👌. સ્વાસ્થ્ય અને સ્વાદ બંને માટે આ શાક સારુ છે ઉનાળામાં કેરીના રસ સાથે તો બહુ જ સરસ લાગે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૦૪
  1. ૧ વાટકીપલાળેલી મેથી દાણા (૭-૮ કલાક સુધી)
  2. ૧ વાટકીસમારેલી ડુંગળી
  3. ૧ વાટકીસમારેલુ ટામેટું
  4. ૧ ચમચીવાટેલુ આદુ
  5. સમારેલા લીલા મરચા
  6. ૧/૨ નાની ચમચીહીંગ
  7. ૧/૨ નાની ચમચીહળદર
  8. ૨ ચમચીમરચું પાઉડર
  9. ૨ ચમચીધાણાજીરુ
  10. ૧ ચમચીરાઈ
  11. ૧ ચમચીજીરું
  12. ૩-૪ ચમચી તેલ
  13. સ્વાદ અનુસારમીઠું
  14. સ્વાદ અનુસારગોળ
  15. જરૂર મુજબ પાણી
  16. ૧૦ નંગ અડદના પાપડ કાચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મેથીના દાણા આખી રાત પલાળી, સવારે પાણી નીતારીને ફરીથી નવું પાણી નાખી કૂકરમા બાફી લેવી.ડુંગળી ટમેટાની ગ્રેવી કરવી.

  2. 2

    કડાઈમાં તેલ મૂકી તેમાં હિંગ રાઈ જીરુંનો વઘાર કરી લીલું મરચું - આદુ અને ગ્રેવી નાખી ખદખદવા દેવું.તેમાં બાફેલી મેથી,ગોળ,બીજા મસાલા અને મીઠું ઉમેરવું અને શાક થવા દેવું.

  3. 3

    જમવાના ૧૦ મિનિટ પહેલા તેમા પાપડના કટકા નાખી, ૨-૩ મિનિટ ઢાંકી ગરમ થવા દેવુ.

  4. 4

    ગરમા ગરમ સર્વ કરવું. બેપડી રોટલી અને કેરીના રસ સાથે જમવાની મજા લેવી😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Mankad
Krishna Mankad @Krishna_03
પર
Gujrat
Hi, by my mistake my account was locked, this is my new acc.. Plz follow like n share...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes