બિસ્કીટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

#JWC2
#cookpadgujarati
પીઝા નું નામ પડે એટલે નાના મોટા સૌના મોઢામાં પાણી આવી જાય અને મજા પડી જાય. ઘરમાં ખારા તેમજ મોળા બિસ્કીટ તો હોય જ છે. તો તેના પર પીઝા સોસ લગાવી ડુંગળી ટામેટાં કેપ્સીકમ નું ટોપીંગ કરી ઓરેગાનો ચીલી ફ્લેક્સ સ્પ્રેડ કરી જરૂર મુજબ ચીઝ ઉમેરી ઝડપથી સ્વાદિષ્ટ ઇન્સ્ટન્ટ બિસ્કીટ પીઝા બનાવી શકાય છે અને નાની ભુખ ને સંતોષી બાળકોને ખુશ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પેકેટ બિસ્કીટ કોઈપણ મોરા અથવા ખારા
  2. ૧ નંગટમેટું
  3. ૧ નંગડુંગળી
  4. ૧ નંગકેપ્સીકમ
  5. ૧/૪ કપપીઝા સોસ
  6. ૨ ચમચીઓરેગાનો
  7. ૨ ચમચીચીલી ફ્લેક્સ
  8. ૨ નંગક્યુબ ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટમેટું, ડુંગળી, કેપ્સીકમ ઝીણા સમારી લેવા. હવે એક પ્લેટમાં બિસ્કીટ ગોઠવી દેવા અને તેના પર પીઝા સોસ લગાવવો.

  2. 2

    હવે તેના પર ડુંગળી, ટમેટું અને કેપ્સીકમ મૂકવું.

  3. 3

    ત્યારબાદ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ સ્પ્રેડ કરી ચીઝ નું છીણ મૂકવું. તો તૈયાર છે ઇન્સ્ટન્ટ બિસ્કિટ પીઝા.

  4. 4

    જો ગરમ ખાવાની ઈચ્છા હોય તો તવા પર મૂકી ઓવન કે ગેસ પર બે મિનિટ ગ્રીલ્ડ કરી લેવું એટલે તૈયાર છે ગરમાગરમ બિસ્કીટ પીઝા.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes