મગની લચકો દાળ(moong daal recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગની દાળને ધોઈને અડધો કલાક પાણીમાં પલાળી રાખો. હવે એક પેનમાં એક ચમચી તેલ મૂકી તેમાં જીરું અને હિંગ ઉમેરી હળદર ઉમેરીને 2 કપ પાણી ઉમેરો. પાણી ઉકળવા લાગે એટલે તેમાં પલાળેલી મગની દાળ અને મીઠું ઉમેરી ઢાંકણ ઢાંકીને ચડવા દો.
- 2
થોડા થોડા સમયે મગની દાળ ને હલાવતા રહો. જરૂર પડે તો પાણી ઉમેરો. મગની દાળ સરસ ચડીને લોચો થઈ જાય એટલે એક વઘારીયા માં બે ચમચી તેલ મૂકી તેલ ગરમ થાય એટલે હિંગ અને મરચું તથા ઉમેરી તૈયાર થયેલ તડકાને મગની દાળ ઉપર રેડો.તો રેડી છે મગ લોચો દાળ જે રસ અને રોટલી સાથે ખુબ જ સરસ લાગે છે!!
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12812927








ટિપ્પણીઓ (4)