બટાકા ના સમોસા (Potato Samosa Recipe In Gujarati)
#GA4
Week 1
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કુકરમાં બટાકા અને લીલાં વટાણા લઈ તેને બાફી લો.અવે એક બાઉલમાં મેંદો લો ત્યારબાદ તેમાં મીઠું, અજમો અને તેલ નાખી હલાવો અને ત્યારબાદ તેમાં પાણી ઉમેરીને તેનો લોટ બાંધી લો ત્યારબાદ તેને ૨૫-૩૦ મીનીટ આરામ આપો.
- 2
અવે બટાકા અને વટાણા બાફેલા તેને પ્લેટમાં લઈ તેને છુંદી લો ત્યારબાદ તેમાં કોથમીર, મીઠું, મરચું,હળદર, વાટેલું લસણ, આદું મરચાં ની પેસ્ટ અને ચાટ મસાલો નાખી હલાવો અને મસાલો તૈયાર કરવો.
- 3
અવે લોટ ના નાના નાના ખુલ્લા કરી તેની રોટલી વણી લો ત્યારબાદ વચ્ચે ચપ્પુ વડે કાપી લો અવે તેને એક બાજુ પાણી લગાડી તેને ચોંટાડી દો ત્યારબાદ તેમાં મસાલો ભરી તેને ચપટી કરી સમોસા બંધ કરો.
- 4
અવે તૈયાર સમોસા ને ગરમ તેલમાં તળી લો તેને કીસ્પી લાલ થાય ત્યાં સુધી તળો અને ત્યારબાદ તેને પ્લેટમાં લઈ લો.
- 5
અવે ગરમ ગરમ સમોસા ને લીલી ચટણી અને સોસ સાથે સર્વ કર્યું છે.
Keywords
Similar Recipes
More Recipes










ટિપ્પણીઓ