ગોલ્ડન પોકેટ પરાઠા (Golden Pocket Paratha Recipe In Gujarati)

Dhara Naik
Dhara Naik @cook_26165216
Vadodara

#GA4# week1
#Paratha
આ પરાઠા ના સ્ટફીંગ માં મે દેશી ટચ આપી અથાણાં સાભાર મસાલો વાપરી ને બનાવી જોયુ, જે સ્વાદ માં સરસ લાગે છે.

ગોલ્ડન પોકેટ પરાઠા (Golden Pocket Paratha Recipe In Gujarati)

#GA4# week1
#Paratha
આ પરાઠા ના સ્ટફીંગ માં મે દેશી ટચ આપી અથાણાં સાભાર મસાલો વાપરી ને બનાવી જોયુ, જે સ્વાદ માં સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 1 નંગ ગાજર
  2. 1 કપ મકાઇ ના દાણા
  3. 1 નંગ નાનું કેપ્સીકમ
  4. 1 કપ ઘઉં નો લોટ
  5. 100 ગ્રામપનીર
  6. 2 કયુબચીઝ
  7. 1 ચમચી પીઝા મીક્સ મસાલા
  8. 1 ચાંચ અથાણાં સાંભાર મસાલો
  9. 1 ચમચીહળદર
  10. 1 ચમચીઅજમો
  11. સ્વાદાનુસાર મીઠું
  12. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ગાજર ને છીણી ને લેવા, મકાઇ ના દાણા બાફી લેવા, કેપ્સીકમ બારીક સમારી લો.

  2. 2

    સમારેલા શાક માં ખમણેલું પનીર અને ચીઝ ઉમેરવું. તેમાં મીઠું,પીઝા મીક્સ મસાલા અને અથાણાં સાંભાર મસાલો મીક્સ કરી સ્ટફીંગ તૈયાર કરવું.

  3. 3

    ઘઉં ના લોટ માં મીઠું, હળદર, અજમો અને તેલ નું મોણ કરી લોટ બાંધવો.

  4. 4

    રોટલી વણી વચ્ચે સ્ટફીંગ મુકી પોકેટ નો ચોરસ શેઇપ બનાવવો.

  5. 5

    તેલ મુકી તવા ઉપર શેકી લો અને ટોમેટો કેચઅપ સાથે ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhara Naik
Dhara Naik @cook_26165216
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes