પીનટ બટર બનાના સેન્ડવીચ

#GA4
#Week3
#puzzleword_Sandwich
નોર્મલ ચટણી વાળી તીખી ચટપટી સેન્ડવીચ આપણે ખાતા જ હોઈએ છે પણ આજ ની મારી સેન્ડવીચ થોડી અલગ છે.બાળકો ની સ્પેશીયલ એકદમ પોષ્ટિક, સ્વાદિષ્ટ, અને સ્વીટ રેસિપી છે.તમને જરૂર ગમશે.
પીનટ બટર બનાના સેન્ડવીચ
#GA4
#Week3
#puzzleword_Sandwich
નોર્મલ ચટણી વાળી તીખી ચટપટી સેન્ડવીચ આપણે ખાતા જ હોઈએ છે પણ આજ ની મારી સેન્ડવીચ થોડી અલગ છે.બાળકો ની સ્પેશીયલ એકદમ પોષ્ટિક, સ્વાદિષ્ટ, અને સ્વીટ રેસિપી છે.તમને જરૂર ગમશે.
Steps
- 1
સૌ પ્રથમ પાકા કેળા ની છાલ કાપી તેના ગોળ ટુકડા કરવા.આ રીતે બધી સામગ્રી તૈયાર રાખવી.હવે બે બ્રેડ ની સ્લાઈસ લેવી.બંને બ્રેડ પર પીનટ બટર લગાડી દેવું.
- 2
તેમાંથી એક બ્રેડ ની સ્લાઈસ પર કેળા ના ટુકડા ગોઠવવા.કેળા ને બદલે કોઈ પણ ફળ જેમ કે સફરજન ની સ્લાઈસ પણ મૂકી શકાય
- 3
તેના પર અખરોટ ના અધકચરા કટકા પાથરવા.અખરોટ ન હોય તો બદામ કે કાજુ કાપેલા મૂકી શકાય.એ પણ ન હોય તો શેકેલી સિંગ ના કટકા પણ મૂકી શકાય.તજ નો પાઉડર સ્પ્રિંકલ કરવો.
- 4
બાળકો ને ચોકલેટ ફ્લેવર ખૂબ પસંદ હોય છે તેથી ઉપર ચોકલેટ ચિપ્સ અથવા ચોકલેટ વેરમિસેલી ભભરાવવી.
- 5
હવે તેના પર પીનટ બટર લગાડેલી બ્રેડ ની બીજી સ્લાઈસ મૂકી તેના પર બટર લગાડવું અથવા ઘી લગાડવું.એક તવા ને મધ્યમ થી ધીમી આંચ પર ગરમ કરવો.તેના પર બટર અથવા ઘી લગાડી તૈયાર કરેલ સેન્ડવીચ બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવી.
- 6
આ રીતે બધી સેન્ડવીચ તૈયાર કરવી. સર્વિગ ડિશ માં સેન્ડવીચ ના ટુકડા કરી ગરમ ગરમ પીરસવી.તેના પર થોડું મધ સ્પ્રીનકલ કરી શકાય.
Similar Recipes
More Recipes
-

Fee marie
-

Crumbs & Chaos
-

Hadiza Ado Bello
-

Lubna’s Kitchen
-

Tasty Veg Cooking
-

Supriya Devkar
-

Vedangi Kokate
-

Diet biscuits with custard flavour 🫓 🫓
Kulsoom Bukhari
-

Nutan Shah
-

Lauren
-

Grill-Master
-

Dustin Freels
-

Ellen_A3
-

Chef Nena
-

Himali Pujara
-

Jyoti Prakash Assudani
-

Mamta Mehra
-

Deepa Punjabi
-

Neha Sharma
-

Pratima Pandey
-

Aparna Keswani
-

Dori Fussmann
-

Rashi Narang -

Cookinmood with Kanchan














Comments (8)