ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટા લઈ તેને ધોઈ ને કટકા કરી નાખવા.
- 2
હવે એક તપેલીમાં પાણી લઈ તેમાં કટકા કરેલ ટામેટા ઉમેરવા. તેને ગેસ પર ઉકાળવા મુકો. ટામેટા બરાબર પાકી જાય એટલે ગેસ બંધ કરી નાખો. તેને ઠંડુ થવા દેવું.પછી હેન્ડ મિક્સીથી એક રસ થાય તેવું પીસી લેવું અને ગાળી લેવું. મેં ગાળયુ નથી.હવે જેટલું ઘટ્ટ જોઇએ તે પ્રમાણે જરૂર લાગે તો પાણી ઉમેરવું.
- 3
તેમાં મીઠું, મરી,સાકર,કોથમીર ઉમેરવા. હવે ગેસ પર ઉકાળવા મુકો. હવે વઘારીયામાં ઘી મૂકવું. તેમાં ઘી, જીરુ, હિંગ, લીમડો ઉમેરવા અને આ વઘાર સૂપમાં ઉમેરવું. પછી તેને એક ઊભરો આવે પછી પાંચ મિનિટ માટે ઉકાળો. આપણું સૂપ તૈયાર થઈ ગયું. હવે ગરમાગરમ સૂપ સર્વિંગ બાઉલમાં કાઢી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14480928










ટિપ્પણીઓ (10)