કાઠિયાવાડી ઉંધીયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)

Hency Nanda
Hency Nanda @hencynanda
Rajkot, Gujarat

ઉંધીયું એક પ્રખ્યાત કાઠિયાવાડી શાક છે, તે તાજા શાકભાજી અને મુઠીયા થી બને છે. કાઠીયાવાડ મા તેહવારો દરમિયાન ખાસ બને છે, પછી દિવાળી હોય કે ઉત્તરાયણ કે પછી લગ્ન પ્રસંગ. ખાસ તો આ વાનગી શિયાળા માં બને છે, ઠંડી, તાજા શાકભાજી અને તીખું તમતમતું ઉંધીયું એ મજા જ અલગ છે. પરંપરાગત રીતે આ વાનગી માટીના વાસણમાં બને છે પણ શેહરો માં કૂકર મા બનાવાય છે.

#KS

#undhiyu #gujarati #gujarat #kathiyawad #kathiyawadu #winter #winterspecial #fresh #freshveggies #tasty #veggies #spices #spicy #tradition #pot #claypot #mudpot #dhokli #muthiya #fenugreek #papdi #india #cookpad #cookpadindia #cookpad_in #cookpadgujarati #cookpad_gu

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ વ્યક્તિ
  1. મુઠીયા (ઢોકળી) બનાવવા માટે
  2. ૧ કપચણા નો લોટ (બેસન)
  3. ૧ (૧/૨ કપ)મેથી (સમારેલી)
  4. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  5. ૧/૪ ચમચીહળદર પાઉડર
  6. ૧/૨ ચમચીધાણાજીરું પાઉડર
  7. 1 ચપટીબેકિંગ સોડા (ખાવાનો સોડા)
  8. ૧ (૧/૨ ચમચી)ખાંડ
  9. ૧/૨ ચમચીલીંબુ નો રસ
  10. સ્વાદ અનુસારમીઠું
  11. ૧ (૧/૨ ચમચી)તેલ
  12. તેલ તળવા માટે
  13. ઉંધીયું બનાવવા માટે
  14. ૧ (૧/૨ કપ)તેલ
  15. ૧/૨ ચમચીરાઈ
  16. ૧ ચમચીજીરું
  17. ૧/૪ ચમચીહિંગ પાઉડર
  18. તેજ પત્તા
  19. ૨-૩ આખા લાલ મરચાં
  20. ૨ ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  21. ૧૫-૨૦ મીઠા લીમડા ના પાન
  22. ૩-૪ નાના રીંગણા
  23. બટેટા
  24. ૧/૨ કપસુરતી પાપડી
  25. ૧/૨ કપવલોર પાપડી
  26. ૧/૨ કપતુવેર લીલવા
  27. ૧/૨ કપસાકરીયા
  28. ૧/૨ કપવટાણા
  29. ૧/૨ કપગુવાર
  30. ૧/૨ કપટિંડોળા
  31. ટામેટા
  32. ૧/૨ કપફુલાવર
  33. ૧/૨ કપસુરણ
  34. ૧/૨ કપકંદ
  35. ૧/૨ કપસુરણ
  36. ૩ ચમચીકાશ્મીરી લાલ મરચાં પાઉડર
  37. ૨ ચમચીગરમ મસાલો
  38. ૫૦૦ml પાણી
  39. ૧/૪ કપવરિયાળી પાઉડર
  40. ૧/૨ કપસુકા ટોપરા નુ ખમણ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક બાઉલ માં ચણા નો લોટ લઈ, લાલ મરચું પાઉડર અને હળદર પાઉડર નાખો.

  2. 2

    ત્યારબાદ ધાણાજીરું પાઉડર, સ્વાદ અનુસાર મીઠું એન્ડ ખાંડ નાખો.

  3. 3

    સમારેલી મેથી, ખાવાનો સોડા, લીંબુ નો રસ અને તેલ નાખી બરાબર મિક્સ કરો. લોટ વધારે ચીકણું લાગે તો ૧-૨ ચમચી ચણા નો લોટ નાખો.

  4. 4

    લોટ બાંધી તેના નાના નાના મુઠીયા વાળો.

  5. 5

    એક કણાઇ માં તેલ મૂકી મુઠીયા ને તાળવું.

  6. 6

    ઉંધીયું બનાવવા માટે સમગ્ર શાકભાજી એન્ડ મસાલા તૈયાર કરી લો.

  7. 7

    ત્યાર બાદ એક કૂકરમાં તેલ નાખી ને ધીમી આંચ પર રાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું અને હિંગ પાઉડર નાખો.

  8. 8

    તેજ પત્તા and આખા લાલ મરચા નાખી સાંતળો. લીમડા ના પાન અને આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી સાંતળો.

  9. 9

    બધા જ લીલાં શાકભજી ઉમેરી ને બરાબર મિક્સ કરો, ૨ મિનિટ સુધી સેકવું.

  10. 10

    ત્યાર બાદ તેમાં લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ધાણાજીરું પાઉડર એન્ડ સ્વાદ અનુસાર મીઠું નાખી 5 મિનિટ સાંતળો.

  11. 11

    બાકીના શાકભાજી (કંદમૂળ) નાખી ને ૨-૫ મિનિટ સાંતળો. ત્યાર બાદ સમારેલા ટામેટા અને લીલું લસણ નાખી. સેજ પાણી છૂટે ત્યાર સુધી સાંતળો.

  12. 12

    કાશ્મીરી લાલ મરચાં પાઉડર અને ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરી પાણી નાખી, કૂકર બંધ કરી ૨ સિટી કરાવો.

  13. 13

    કૂકર ઠંડું થાય એટલે વરિયાળી પાઉડર અને ટોપરા નુ ખમણ નાખી મિક્સ કરો. ત્યાર બાદ ઢોકળી નાખી સર્વે કરો.

  14. 14

    ઊંધિયા માં તમારી પસંદગી ના કોઈ પણ શાકભાજી નાખી સકો છો. શિયાળા દરમિયાન ખાસ બનતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ છે.

  15. 15

    તૈયાર છે પરંપરાગત કાઠિયાવાડી ઉંધીયું. શિયાળા માં બાજરા ના રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે. ઘઉં ની રોટલી સાથે ભી સર્વે કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hency Nanda
Hency Nanda @hencynanda
પર
Rajkot, Gujarat

Similar Recipes