રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટોમેટો સૂપ

Khushi Dattani
Khushi Dattani @cook_21123323
Khambhaliya

રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટોમેટો સૂપ

Edit recipe
See report
Share
Share

Ingredients

3 વ્યક્તિ
  1. 300ગ્રામ ટમેટાં
  2. 1ઝીણું સમારેલું ગાજર
  3. 1મીડીયમ સાઈઝ નું બટેટુ
  4. 1નંગ સમારેલી ડુંગળી
  5. 2ચમચી બટર
  6. 1તમાલપત્ર
  7. 3-4કળી લસણ ના જીના ટુકડા
  8. 1ચમચી ટોમેટો સોસ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 1ચમચી મરી નો પાવડર
  11. 2ચમચી દૂધ ની મલાઈ
  12. 1/2ચમચી ખાંડ

Cooking Instructions

  1. 1

    રેસ્ટોરન્ટ જેવો ટોમેટો સૂપ બનાવવા માટે સૌ પ્રથમ કૂકરમાં 2 ચમચી બટર લઈ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, લસણ ની કળી ના ટુકડા અને ડુંગળી નાંખી 1 મિનિટ સાંતળી લેવા. હવે તેમાં ટમેટાં ને બે ભાગ માં કાપી લઈ કૂકરમાં નાંખવા ત્યારબાદ ગાજર અને બટેટા ને પણ તેમાં નાંખી મિક્સ કરી 2 મિનિટ સાંતળવા.

  2. 2

    હવે તેમાં 2 કપ પાણી નાખીકુકર બંધ કરી 2 થી 3 વહીસલ વાગે એટલે ગેસ બન્ધ કરી દેવો. હવે કુકર ઠરે એટલે આ બધું મિશ્રણ ઠરવા દેવું. મિશ્રણ ઠરી જાય એટલે તેને એક મિક્સર જાર માં લઇ તેની સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લો. હવે તે પેસ્ટ ને ચારના થી ગાળી લો.

  3. 3

    હવે એક કડાઈ માં મીડીયમ ગેસ પર આ પેસ્ટ ને ગરમ થવા મુકો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર ઉમેરી હલાવી લો. હવે તેમાં 2 ચમચી મલાઈ નાખી હલાવી લો. હવે તેમાં 1 મોટી ચમચી ટોમેટો સોસ અને 1/2 ચમચી ખાંડ નાખી બરાબર મિક્ષ કરી લો. હવે 2-3 મિનિટ પકવા દો.

  4. 4

    તો તૈયાર છે આપણું રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટોમેટો સૂપ. હવે એક બાઉલમાં સૂપ લઇ લીલા ધાણા અને મલાઈ થી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો. તમે આ સૂપ તળેલી બ્રેડ ના કટકા સાથે ખાઈ શકાય છે. તો તૈયાર છે ક્રિમિ, ટેસ્ટી અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટોમેટો સૂપ.

  5. 5
Edit recipe
See report
Share

Cooksnaps

Did you make this recipe? Share a picture of your creation!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushi Dattani
Khushi Dattani @cook_21123323
on
Khambhaliya
i love cooking
Read more

Comments (12)

Swaminathan
Swaminathan @Swami_180828
You are not posted recipe photo. Please update 🙏🙏

Similar Recipes