તાવો
શિયાળામાં ખૂબ જ પ્રખ્યાત એવો તાવો અથવા તો ઊંધિયું કે જે લીલા શાકભાજી થી ભરપૂર એવો હેલ્ધી તાવો.
#Cookpadindia
#Cookpadgujarati
તાવો
શિયાળામાં ખૂબ જ પ્રખ્યાત એવો તાવો અથવા તો ઊંધિયું કે જે લીલા શાકભાજી થી ભરપૂર એવો હેલ્ધી તાવો.
#Cookpadindia
#Cookpadgujarati
Steps
- 1
સૌપ્રથમ બધા શાક વાલ, વટાણા, તુવેર, લીલી ચોળી,બટેટા,વાલોર,પાપડી વાલોર,રીંગણા દૂધી, ફ્લાવર બધાને સમારી લો. ત્યારબાદ બધા શાક ધોઈ સાઈડ પર મૂકો.
- 2
ત્યારબાદ એક બાઉલમાં ચાર મોટા ટમેટા,ચાર ડુંગળી સમારી લો. ત્યારબાદ આદુ, બે મરચાં, આઠથી દસ કડી લસણ,ની પેસ્ટ બનાવી સાઈડ પર રાખો.
- 3
હવે વઘાર માટે એક મોટું કુકર લઈ તેમાં પાંચથી છ ચમચા તેલ ગરમ કરવા મૂકો. તેલ આવી જાય એટલે તેમાં રાઈ,જીરું,હિંગ, હળદર ઉમેરી આદું મરચાંની પેસ્ટ તથા ડુંગળી ટમેટા ઉમેરી ચડવા દો.
- 4
ત્યારબાદ તેમાં જરૂર મુજબ બધા રૂટીન મસાલા જેવા કે ધાણાજીરું પાવડર,ચટણી ગરમ મસાલો, લીંબુ,ખાંડ,મીઠું ઉમેરવા મસાલા થોડા ચડિયાતા રાખવા. ત્યારબાદ તેમાં સમારેલું બધું શાક ઉમેરી જરૂર પ્રમાણે પાણી ઉમેરવું. પાણી ઉકળી ગયા બાદ કુકર બંધ કરી ધીમા ગેસ પર પાંચથી છ વિસલ વગાડવી.
- 5
હવે તાવામાં ઉપરથી રસો નાખવા માટે ટામેટાની ગ્રેવી તૈયાર કરવી. ટમેટાની ગ્રેવી તૈયાર કરવા માટે ચારથી પાંચ મોટા ટામેટા સમારી લેવા. ત્યારબાદ એક પેનમાં તેલ મૂકી ટમેટા વઘારી લેવા અને તેમાં જરૂર પ્રમાણે મીઠું તથા ખાંડ ઉમેરી ટમેટા ચઢવા દેવા.
- 6
ત્યારબાદ તેમાં પાણી ઉમેરી બ્લેન્ડર મારી ઘાટી ટમેટાની ગ્રેવી તૈયાર કરવી.
- 7
તાવામાં ઉપરથી મેથીની ગોળી નાખવા માટે ઝીણી સમારેલી એક કપ મેથી,અડધો કપ ચણાનો લોટ,તેલ, મીઠું, લીંબુ,ખાંડ, ચટણી, હળદર સ્વાદ પ્રમાણે ઉમેરી માત્ર તેલથી લોટ બાંધી તૈયાર કરવો. હવે તેની નાની નાની ગોળી વાળી તેને તેલમાં તળી સાઈડ પર રાખવી.
- 8
હવે તૈયાર થઈ ગયેલા શાકને એક બાઉલમાં લઈ ઉપરથી તૈયાર કરેલો ટમેટાની ગ્રેવી નો રસો, મેથીની ગોળી તથા ધાણીભાજી નાખી ગરમા ગરમ તાવો સવૅ કરવો. જેને ચાપડી ભાખરી તથા બાજરાના રોટલા સાથે ચોળીને ખાઈ શકાય.
Similar Recipes
More Recipes
-

Santy Coy
-

Surhaan Tahir Wafai
-

Rainbow mango relish with crispy chips
Sarvat Hanif
-

Janice Dadivas
-

PorkRibs and Lotus Roots with Red fermented sauce
Janice Dadivas
-

ChefBenji
-

Bareeraawais22
-

Maddy Bellreng
-

Perfect Cranberry Sauce (Food Network Magazine)
Cluelesskitty
-

Ready to paint Christmas Ornaments
Smiley_blu3
-

Chantale Barner
-

Ring Liver Sausage with Eggs and Toast
Devilsnew
-

Andrew Simmons -

asma syed
-

Madhumita Bishnu
-

Mufeadah Sambo
-

Epseeta Panigrahi
-

Anitha (Annie)
-

Travel with Hena
-

Dal batti with garlice chutney
Dr Vidyashree
-

Fish fry Recipe ||फिश फ्राय #nonveglover #fish #food #recipe
Desividesifoodie foodie
-

Vaishali Suhas
-

Mangal Shah

















Comments (2)