ગ્રીન પુલાવ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#જૈન
સાદું પુલાવ કાંદા- લસણ વગર બનાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ જણ માટે
  1. ૧ કપ બાસમતી ચોખા
  2. ૧/૨ કપ તાજા લીલા વટાણા
  3. ૧/૪ કપ ફણસી નાં ટુકડા
  4. ૧ /૨ કપ કાચા કેળા નાં ટુકડા
  5. ૧/૨ કપ કેપ્સીકમ ના ટુકડા
  6. મસાલા પેસ્ટ બનાવવા માટે સમાગ્રી :
  7. ૨ કપ ઝીણી સમારેલી કોથમીર
  8. ૧/૨ કપ ફુદીનો
  9. ૪-૫ લીલા મરચા
  10. વઘાર માટે સમાગ્રી:
  11. ૨ ટેબલ સ્પૂન ઘી
  12. ૧ ટેબલ સ્પૂન તેલ
  13. ૧/૨ ટી સ્પૂન જીરું
  14. ૧ ટેબલ સ્પૂન કાજુ ના ટુકડા
  15. ૧ ટેબલ સ્પૂન દ્રાક્ષ/ કીસમીસ
  16. ૧/૨ ટી સ્પૂન ગરમ મસાલો
  17. મીઠુ સ્વાદ અનુસાર
  18. સાથે પીરસવા માટે.
  19. કઢી, પાપડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાસમતી ચોખા ને ઘોઈને ૨ કલાક સુધી પલાળી રાખો.છૂટા ભાત બાફવા.

  2. 2

    ફણસી અને તાજા લીલા વટાણા સાથે બાફવા. કેપ્સીકમ ના બારીક ટુકડા કરી લો. કાચા કેળા ની છાલ ઉતારી અને નાના ટુકડા કરવા.

  3. 3

    કોથમીર ફુદીના અને લીલા મરચા મિક્સરમાં બારીક પીસી લો.(જરુર લાગે તો ૧-૨ ટેબલ સ્પૂન પાણી નાખો).

  4. 4

    એક નોન સ્ટિક કઢાઈમાં ઘી અને તેલ નાખી ગરમ કરી તેમાં જીરું નો વઘાર કરી, એમાં કેપ્સીકમ ના ટુકડા નાખી ને ૫ મિનિટ સાંતળો. હવે એમાં કાચા કેળા નાં ટુકડા નાખી ને સાંતળો.. જ્યારે કેળા નાં ટુકડા નરમ પડે ત્યારે એમાં કાજુ ના ટુકડા અને દ્રાક્ષ/કીસમીસ નાખીને સાંતળો.

  5. 5

    હવે એમાં કોથમીર ફુદીના ની પેસ્ટ ઉમેરવી, બાફેલા વટાણા ફણસી નાં ટુકડા મિક્સ કરી લો અને ભાત નાખી ને હળવે હાથે હલાવવું.૫ મિનિટ પકવો.

  6. 6

    સ્વાદિષ્ટ ગરમાગરમ ગ્રીન પુલાવ, કઢી અને પાપડ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

ટિપ્પણીઓ

Similar Recipes