અવધી સિઝલર

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#ખુશ્બુગુજરાતકી
#અંતિમ
આજે કુકપેડ દ્વારા માસ્ટર શેફ ચેલેન્જ માં શેફ સિદ્ધાર્થ તલવાર દ્વારા રેસીપી ચેલેન્જ રાઉન્ડ માં અવધી ગોબી ની રેસીપી આપી અને એ પડકાર ને પૂર્ણ કરવા હું અવધી સિઝલર લઈ ને આવી છું.
એમાં મૂળ રેસીપી માં ગોબી ની સાથે મેં પનીર અને વટાણા નો ઉપયોગ કર્યો છે.
મૂળ જાપાન ની વાનગી સિઝલર ની રીત પ્રમાણે બધી અવધી વાનગી લઈ ને સિઝલર બનાવ્યું છે. જે વન પોટ મીલ ની ગરજ સારે છે.
આ સિઝલર માં મેં જરદા પુલાવ, અવધી મલાઈ સબ્જી, શીખ કબાબ અને તળેલા શાક અને પનીર સ્ટિક રાખ્યા છે.
આ વાનગી માં શેફ ના પડકાર પ્રમાણે તેમની મૂળ વાનગી માં પનીર અને વટાણા ઉમેર્યા છે તથા બીજી વાનગી માં મૂળ વાનગી ના ઘટકો નો ઉપયોગ પણ કર્યો છે. અને સૌથી મહત્વ નું એ છે કે શેફ ના પડકાર ની વાનગી અવધી ક્યુસીન ની છે અને મેં મારી વાનગી માં બધી અવધી વાનગીઓ નો સંગમ કર્યો છે.

અવધી સિઝલર

#ખુશ્બુગુજરાતકી
#અંતિમ
આજે કુકપેડ દ્વારા માસ્ટર શેફ ચેલેન્જ માં શેફ સિદ્ધાર્થ તલવાર દ્વારા રેસીપી ચેલેન્જ રાઉન્ડ માં અવધી ગોબી ની રેસીપી આપી અને એ પડકાર ને પૂર્ણ કરવા હું અવધી સિઝલર લઈ ને આવી છું.
એમાં મૂળ રેસીપી માં ગોબી ની સાથે મેં પનીર અને વટાણા નો ઉપયોગ કર્યો છે.
મૂળ જાપાન ની વાનગી સિઝલર ની રીત પ્રમાણે બધી અવધી વાનગી લઈ ને સિઝલર બનાવ્યું છે. જે વન પોટ મીલ ની ગરજ સારે છે.
આ સિઝલર માં મેં જરદા પુલાવ, અવધી મલાઈ સબ્જી, શીખ કબાબ અને તળેલા શાક અને પનીર સ્ટિક રાખ્યા છે.
આ વાનગી માં શેફ ના પડકાર પ્રમાણે તેમની મૂળ વાનગી માં પનીર અને વટાણા ઉમેર્યા છે તથા બીજી વાનગી માં મૂળ વાનગી ના ઘટકો નો ઉપયોગ પણ કર્યો છે. અને સૌથી મહત્વ નું એ છે કે શેફ ના પડકાર ની વાનગી અવધી ક્યુસીન ની છે અને મેં મારી વાનગી માં બધી અવધી વાનગીઓ નો સંગમ કર્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
4 વ્યક્તિ
  1. અવધી મલાઈ સબ્જી માટે:
  2. 1કપ ફૂલ ગોબી ના તળેલાં ફૂલ
  3. 1કપ પનીર ના ટુકડા
  4. 1/2કપ બાફેલા વટાણા
  5. 150 mlદૂધ
  6. 2ચમચી ક્રિમ
  7. 2ચમચા તેલ
  8. 4ચમચા ડુંગળી ની પેસ્ટ
  9. 1ચમચી આદુ ની પેસ્ટ
  10. 1ચમચી લસણ ની પેસ્ટ
  11. 2ચમચી કાજુ ની પેસ્ટ
  12. 1ચમચી લાલ મરચું
  13. 1/4ચમચી હળદર
  14. 1/2ચમચી કિચન કિંગ મસાલો
  15. 1/4ચમચી ગરમ મસાલા
  16. 1ચમચી જીરું
  17. 2એલચી
  18. 2લવિંગ
  19. થોડી જાવંત્રી
  20. ચપટી ખાંડ
  21. મીઠું સ્વાદાનુસાર
  22. શીખ કબાબ માટે:
  23. 2ચમચી તેલ
  24. 1/2ચમચી જીરું
  25. 1/4કપ ઝીણી સુધારેલી ડુંગળી
  26. 1ચમચી આદુ લસણ પેસ્ટ
  27. 1ઝીણું સુધારેલું મરચું
  28. 2ચમચા બેસન
  29. 1કપ ઝીણું સુધારેલું કોબી
  30. 1ગાજર ખમણેલું
  31. 1/2કપ વટાણા
  32. 1/4સુધારેલી કોથમીર
  33. 20ફુદીના ના પાન
  34. 3ચમચા કાજુ ના ટુકડા
  35. 2બટેટા બાફી ને મસળેલું
  36. 1ચમચી લાલ મરચું પાવડર
  37. 1ચમચો ધાણાજીરું
  38. 1/2ચમચી હળદર
  39. 1/2ચમચી ગરમ મસાલો
  40. 1/4ચમચી ચાટ મસાલો
  41. 1/4મરી પાવડર
  42. 1ચમચો લીંબુનો રસ
  43. 1/4કપ બ્રેડ ક્રમબ્સ
  44. 3ચમચી તેલ
  45. મીઠું સ્વાદાનુસાર
  46. જરદા પુલાવ માટે:
  47. 4એલચી
  48. 4લવિંગ
  49. 1નાનો ટુકડો તજ
  50. 1તમાલપત્ર
  51. 1.5કપ બાસમતી ચોખા (1 કલાક પલાળેલા)
  52. 4ચમચા ખાંડ
  53. 8બદામ ના ટુકડા
  54. 8કાજુ ના ટુકડા
  55. 12કિસમિસ
  56. 3ચમચા કોપરા ની સ્લાઈસ
  57. 1/2કપ ખમણેલું પનીર
  58. 1/4ચમચી કેસર (દૂધ માં પલાળેલું)
  59. 1ચમચી લીંબુ નો રસ
  60. મીઠું સ્વાદાનુસાર
  61. ઘી જરૂર પ્રમાણે
  62. તળવા માટે:
  63. 8પનીર ની સ્ટિક
  64. 8બટેટા ની સ્ટિક
  65. 8ફ્લાવર ના ફૂલ

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    અવધી મલાઈ સબ્જી બનાવા માટે: 2 ચમચા તેલ મૂકી જીરું નાખો, તતળે એટલે એલચી, લવિંગ, જાવંત્રી નાખી 1 મિનિટ સાંતળો. ડુંગળી ની પ્યૂરી નાખી 1-2 મિનિટ સાંતળો. પછી આદુ અને લસણ ની પેસ્ટ પણ નાખો અને સાંતળો.

  2. 2

    હવે કાજુ ની પેસ્ટ અને બધા મસાલા નાખી મિક્સ કરો અને થોડું પાણી પણ નાખો. તેલ છૂટે ત્યાં સુધી સાંતળો.

  3. 3

    પછી મીઠું અને દૂધ નાખો અને હજી એક મિનિટ રાંધો. પછી ક્રિમ નાખો,હલકા હાથે મિક્સ કરી ને હલાવો. પનીર, ફલાવર અને વટાણા નાખી મિક્સ કરો. એક મિનિટ રાખી આંચ બંધ કરો,આપણી સબ્જી તૈયાર છે. બાજુ પર રાખો

  4. 4

    શીખ કબાબ બનાવા માટે: તેલ ગરમ મૂકી જીરું નાખો, જીરૂ તતળે એટલે ડુંગળી આદુ લસણ ની પેસ્ટ અને લીલા મરચા નાખી સાંતળો. ત્યાર પછી બેસન નાખી 2 મિનિટ સાંતળો. હવે બધા શાક નાખી સાંતળો.

  5. 5

    ઠંડુ થાય એટલે આ મિશ્રણ માં કાજુ ટુકડા, કોથમીર અને ફુદીનો નાખી અધકચરું વાટી લો.

  6. 6

    હવે એક વાસણ માં બાફેલા બટાટા, વાટેલું મિશ્રણ, બધા મસાલા, મીઠું અને લીંબુ નો રસ નાખી મિક્સ કરો. જરૂર પૂરતો બ્રેડ ક્રમબ્સ નાખી ને મિક્સ કરો.

  7. 7

    હવે તેલ વાળા હાથ કરી થોડું મિશ્રણ લઈ હાથ ના રોલ બનાવો, વચ્ચે સ્ફુવર ભરાવો, દબાવી ને કબાબ નો આકાર આપી દો.

  8. 8

    ગ્રીલ પાન માં તેલ મૂકી કબાબ ને બધી બાજુ થી ગ્રીલ કરો.

  9. 9

    જરદા પુલાવ બનાવા માટે: કુકર માં થોડું ઘી મૂકી એલચી,લવિંગ,તજ અને તમાલપત્ર નાખો પલળેલો ચોખા નાખી 3 કપ પાણી નાખી 2 સીટી વગાડી લો. તરત ખોલી ને છુટા કરી લેવા.

  10. 10

    હવે જાડા તળિયા વાળા વાસણ માં ઘી મૂકી કાજુ, બદામ, કિસમિસ અને કોપરા ની સ્લાઈસ નાખી ને સાંતળો.,ગુલાબી થાય એટલે ખાંડ નાખી ને ઓગળે ત્યાં સુધી સાંતળો.

  11. 11

    હવે પનીર નાખી ભેળવો,રાંધેલા ભાત, લીંબુ, મીઠું અને કેસર નાખી સાચવી ને ભેળવો. બાજુ પર રાખો.

  12. 12

    પનીર, બટેટા, ફલાવર ને તળી ને મીઠું, મરી નાખો.

  13. 13

    પીરસવા માટે: સિઝલર પ્લેટ ને ગરમ કરો, તેમાં કોબી ના પાન ગોઠવી વચ્ચે જરદા પુલાવ રાખો. તેમાં વચ્ચે અવધી મલાઈ સબ્જી નાખો. એક સાઈડ પર શીખ કબાબ ગોઠવો, એક બાજુ તળેલી સામગ્રી રાખો. પ્લેટ ને સિઝલ કરો અને ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes