મલાઈ કોફતા

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#બટેટા
મલાઈ કોફતા એ ઉત્તર ભારત ની બહુ પ્રખ્યાત વાનગી છે જે ભારતભરમાં પણ પ્રખ્યાત છે. નરમ કોફતા અને સ્વાદિષ્ટ અને ક્રિમી ગ્રેવી આ વાનગી ની પસંદ નું કારણ બને છે.

મલાઈ કોફતા

#બટેટા
મલાઈ કોફતા એ ઉત્તર ભારત ની બહુ પ્રખ્યાત વાનગી છે જે ભારતભરમાં પણ પ્રખ્યાત છે. નરમ કોફતા અને સ્વાદિષ્ટ અને ક્રિમી ગ્રેવી આ વાનગી ની પસંદ નું કારણ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. કોફતા માટે:
  2. 2 કપખમણેલું પનીર
  3. 2બાફેલા બટેટા
  4. 1 ચમચીઆદુ મરચાં પેસ્ટ
  5. 1 ચમચીઝીણી સુધારેલી કોથમીર
  6. 1 ચમચીઝીણો સુધારેલો ફુદીનો
  7. 1/4 ચમચીજીરું
  8. 3ચમચા કોર્ન ફ્લોર
  9. મીઠું સ્વાદાનુસાર
  10. તળવા માટે તેલ
  11. ગ્રેવી માટે:
  12. 2 ચમચીઘી/માખણ
  13. 2 ચમચીતેલ
  14. 1લવિંગ
  15. 1 ટુકડોતજ
  16. 2એલચી
  17. 4કાલા મરી
  18. 1તમાલપત્ર
  19. 1/2 ચમચીસુધારેલું આદુ
  20. 1/2 ચમચીસુધારેલું લસણ
  21. 1સુધારેલું મરચું
  22. 2સુધારેલી ડુંગળી
  23. 3સુધારેલા ટામેટા
  24. 10કાજુ
  25. 1 ચમચીલાલ મરચું
  26. 1/2 ચમચીહળદર
  27. 1 ચમચીધાણાજીરું
  28. 1 ચમચીખાંડ
  29. 3ચમચા ક્રિમ
  30. 2 ચમચીકસૂરી મેથી
  31. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    કોફતા ની બધી સામગ્રી ભેગી કરી હલકા હાથ થી મિક્સ કરી ને થોડી વાર રાખી મુકો.

  2. 2

    હવે તેમાંથી નાના કોફતા બનાવી, મધ્યમ તાપ પર સોનેરી તળી લો. ટીસ્યુ પાથરેલી ડીશ માં કાઢી બાજુ પર રાખો.

  3. 3

    ગ્રેવી બનાવા માટે તેલ-ઘી ગરમ મૂકી, તજ, લવિંગ, એલચી અને મરી નાખી થોડી સેકન્ડ સાંતળો. પછી ડુંગળી નાખી સાંતળો. પછી આદુ લસણ નાખી થોડી સેકન્ડ સાંતળો.

  4. 4

    ટામેટા અને કાજુ નાખી 3-4 મિનિટ સાંતળો. હવે સૂકા મસાલા, મીઠું નાખી મિક્સ કરી 1/4 કપ પાણી નાખી, ઢાંકી ને 3-4 મિનિટ ચડવા દો.

  5. 5

    ગેસ બંધ કરી, ઠંડુ થઈ જાય એટલે ગ્રાઇન્ડ કરી લેવું. જરૂર પડે તો પાણી નાખવું. ગાળી ને સાઈડ માં રાખવું.

  6. 6

    એક વાસણ માં તેલ-ઘી મૂકી, તમાલપત્ર નાખી, તૈયાર કરેલી પ્યૂરી નાખો અને ધીમા તાપ પર 3-4 મિનિટ કુક કરો. પછી કસૂરી મેથી, ક્રિમ અને ખાંડ નાખો. કોફતા નાખી ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes