રોસ્ટેડ ચણા દાળ  ચટણી

asharamparia
asharamparia @Asharamparia

#ઇબુક
#Day-૧૮
ફ્રેન્ડ્સ, સાઉથ ઇન્ડિયન ડીશ માં અલગ-અલગ પ્રકાર ની ચટણી ઓ પીરસવામાં આવે છે. જેમાં ચણાની દાળ ની ચટણી પણ ખૂબ જ ફેમસ , હેલ્ધી, અને ટેસ્ટી છે. વળી, કોકોનટ અવેલેબલ ના હોય ત્યારે આ ચટણી ખૂબ જ સરળતાથી બનાવી સાઉથ ઇન્ડિયન ડીશ ની મજા માણી શકાય છે.

રોસ્ટેડ ચણા દાળ  ચટણી

#ઇબુક
#Day-૧૮
ફ્રેન્ડ્સ, સાઉથ ઇન્ડિયન ડીશ માં અલગ-અલગ પ્રકાર ની ચટણી ઓ પીરસવામાં આવે છે. જેમાં ચણાની દાળ ની ચટણી પણ ખૂબ જ ફેમસ , હેલ્ધી, અને ટેસ્ટી છે. વળી, કોકોનટ અવેલેબલ ના હોય ત્યારે આ ચટણી ખૂબ જ સરળતાથી બનાવી સાઉથ ઇન્ડિયન ડીશ ની મજા માણી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકી ચણાની દાળ
  2. ૨ ચમચી દાળિયા ની દાળ
  3. ૪ સમારેલા લીલા મરચા
  4. ૨ ચમચી સમારેલી કોથમીર
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. ૨ ચમચી દહી
  7. ૧/૨ ચમચી ખાંડ
  8. વધાર માટે:
  9. ૧ ચમચી તેલ
  10. ૧ ચમચી રાઈ અને જીરું
  11. ૧/૨ ચમચી હિંગ
  12. ૪ થી ૫ મીઠા લીમડાના પાન
  13. ૧ ચમચી અડદની દાળ
  14. ૧ સૂકું લાલ મરચું દે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેનમાં ચણાની દાળ અને દાળિયા ની દાળ ને ગુલાબી રંગની સેકી લો. દાળ થોડી ઠંડી પડે એટલે નવશેકા પાણીમાં પંદરથી વીસ મિનિટ માટે પલાળી રાખો.

  2. 2

    ત્યારબાદ દાળ માંથી પાણી નીતારી મિક્સર જારમાં લઇ મીઠું, દહીં, સમારેલા લીલા મરચાં અને કોથમીર, ખાંડ એડ કરી ને ક્રશ કરી સ્મૂધ પેસ્ટ બનાવી લો.

  3. 3

    ચટણી એક બાઉલમાં કાઢીને વઘાર માટે એક પેનમાં તેલ ગરમ કરી રાઈ અને જીરૂનો વઘાર કરી અડદની દાળને બ્રાઉન રંગની સાંતળી લો.ત્યાર બાદ હિંગ, મીઠા લીમડાના પાન, સૂકું લાલ મરચું ઉમેરીને આ વઘાર ચટણી ઉપર રેડી સરસ રીતે મિક્સ કરી લો. તૈયાર છે આપણી "રોસ્ટેડ ચણા દાળ ચટણી". જેને ઈડલી, ઢોસા,અપ્પમ,જેવી સાઉથ ઈન્ડિયન ડિશ જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

ટિપ્પણીઓ

Similar Recipes