ગાર્લિક ફ્લેવર્ડ મસાલા ઢોસા વીથ સાંભાર- કોકોનટ ચટણી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા, દાળ, અને મેથી ના દાણા હૂંફાળા પાણીમાં ૫ થી ૬ કલાક માટે પલાળી રાખો ત્યારબાદ મિકસ્ચર માં ક્રશ કરીને સ્મૂધ પેસ્ટ બનાવી દહીં અને મીઠું નાખીને ત્રણથી ચાર કલાક માટે સાઈડમાં મુકી દો. ત્યારબાદ સાંભાર માટે તુવેરની દાળ અને ચણાની દાળને મિક્સ કરી સારી રીતે ધોઇને કૂકરમા બાફી લેવી. દાળ બફાય જાય એટલે બ્લેન્ડર ફેરવીને ક્રશ કરી લેવી ત્યારબાદ તેમાં ઉપર જણાવેલા બધા મસાલા ઉમેરી પાંચથી સાત મિનિટ માટે ઉકળવા દેવી.
- 2
હવે એક પેનમાં તેલ ગરમ કરી વાહ અને જીરૂનો વઘાર મૂકી મીઠા લીમડાના પાન, તમાલ પત્ર, સૂકું લાલ મરચું એડ કરી હિંગ ઉમેરી ડુંગળી સાંતળી લો.ત્યાર બાદ તેમાં ટામેટું સાંતળી ઝીણા સમારેલા બટેટા, દુઘી, સરગવાની શીંગ, સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હળદર ઉમેરી થોડીવાર સાંતળો ત્યારબાદ તેમાં અડધો ગ્લાસ પાણી મૂકી થવા દો. પાણી બળી જાય અને સબ્જી થોડી સોફ્ટ થાય એટલે તેમાં થોડો સંભાર મસાલો એડ કરી ઉકળતી દાળમાં વઘાર કરો. કોથમીરથી ગાર્નિશિંગ કરી ને સર્વિસ બાઉલમાં કાઢી લો.
- 3
મસાલા માટે આપણે એક પેનમાં તેલ ગરમ કરી રાઈ અને જીરું નો વઘાર કરી થોડી હિંગ,અડદની દાળ સાંતળી મીઠા લીમડાના પાન એડ કરી સમારેલી ડુંગળી ની સ્લાઈસ સાંતળવી. ડુંગળી ટ્રાન્સફર થાય એટલે તેમાં લીલા વટાણા એડ કરી થોડીવાર સાંતળવા ત્યારબાદ સમારેલા બાફેલા બટેટા, મીઠું, હળદર, સાંભાર મસાલો, કોથમીર ઓકે ઉમેરીને સરસ રીતે મિક્સ કરી મસાલો તૈયાર કરવો. ત્યારબાદ મિક્સર જારમાં છીણેલું નાળિયેર, મીઠું, દહી, ખાંડ, આદુ, લીલા મરચા કોથમીર ઉમેરીને ક્રશ કરી લો ત્યારબાદ એક પેનમાં તેલ મૂકી રાઈ જીરૂનો લીમડાના પાન, હિંગ નાખી વઘાર કરો.
- 4
તૈયાર કરેલી નાળિયેરની ચટણી અને એક બાઉલ માં કાઢી લો. હવે ગાર્લિક ચટણી માટે મિક્સર જારમાં સમારેલું ટમેટું, લસણની કળીઓ, લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, લીંબુનો રસ બધું મિક્સ કરીને ક્રશ કરી લો. ત્યાર બાદ એક પેનમાં પાંચ- સાત મિનિટ માટે ગરમ કરી થોડી થીક ચટણી બનાવી લો.
- 5
એક નોનસ્ટિક તવી માં તૈયાર કરેલ ઢોસાના ખીરા માંથી ઢોસો પાથરી ઉપર લસણની ચટણી લગાવીને તૈયાર કરેલો મસાલો પાથરીને ઢોસો ક્રિસ્પી થાય ત્યાં સુધી ચઢવા દો. ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં લઇ ગરમા ગરમ સાંભાર, મીઠું દહીં, કોકોનટ ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
મેંદુવડા સાંભાર વીથ ચટણી
#લીલીપીળીફેન્ડસ, મેંદુવડા સાઉથ ઈન્ડીયન ડીસ છે. તીખા તમતમતા સાંભાર સાથે મેંદુ વડા અને ચણાની દાળની ગ્રીન ચટણી. હેલ્ધી બ્રેકફાસ્ટ માટે એક ઉત્તમ ઓપ્શન છે. asharamparia -
-
ફુદીના ફલૅવરડ મસાલા ઢોસા
#લીલીપીળીફ્રેન્ડ્સ, આમ તો ઢોસા હવે ઘર ઘરમાં જાણીતી વાનગી છે પણ ક્યારેક અલગ ફ્લેવર્ ના ઢોસા ખુબ જ ટેસ્ટી લાગે છે જનરલી આપણે ઢોસા ની અંદર નું સ્ટફિંગ ચેન્જ કરતા હોઈએ છીએ પરંતુ ખીરા માં ફુદીના ની ફ્લેવર ઉમેરીને એક અલગ ટેસ્ટ ના ઢોસા બનાવ્યા છે જે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. asharamparia -
રોસ્ટેડ ચણા દાળ ચટણી
#ઇબુક#Day-૧૮ફ્રેન્ડ્સ, સાઉથ ઇન્ડિયન ડીશ માં અલગ-અલગ પ્રકાર ની ચટણી ઓ પીરસવામાં આવે છે. જેમાં ચણાની દાળ ની ચટણી પણ ખૂબ જ ફેમસ , હેલ્ધી, અને ટેસ્ટી છે. વળી, કોકોનટ અવેલેબલ ના હોય ત્યારે આ ચટણી ખૂબ જ સરળતાથી બનાવી સાઉથ ઇન્ડિયન ડીશ ની મજા માણી શકાય છે. asharamparia -
-
-
-
-
-
ચેટીનાદ કારા ચટની સ્ટફ્ડ ઈડલી (ટ્વીસ્ટેડ ઈડલી સાઉથ ઈન્ડિયન બ્રેકફાસ્ટ રેસિપી)
#સાઉથફ્રેન્ડ્સ, ઈડલી ચટણી સાઉથ ઇન્ડિયન નો ફેવરિટ અને ફેમસ બ્રેકફાસ્ટ છે. મેં અહીં સાઉથ ઇન્ડિયન "ચેટીનાદ કારા" ચટણી ને ઈડલી માં સેટ કરીને એક ટ્વિસ્ટેડ ઈડલી બ્રેકફાસ્ટ તૈયાર કરેલ છે. જેને કોઇપણ ચટણી કે મીઠાં દહીં સાથે સર્વ કરી શકાશે. asharamparia -
-
-
-
-
મસાલા ઢોસા(masala dosa recipe in gujarati)
#સાઉથ ઢોસા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ ટ્રાય કરજો Kala Ramoliya -
ચેટીનાદ કારા ચટણી (સાઉથ ઇન્ડિયન ટ્રેડિશનલ ચટણી)
#ઇબુક#Day-૧૭ફ્રેન્ડસ, સાઉથ ઇન્ડિયન ડીશ માં ચટણીઓનું પણ એટલું જ મહત્વ છે જેને ઢોસા, ઇડલી વગેરે વિવિધ વાનગીઓ સાથે સર્વ કરવામાં આવે છે. " "ચેટીનાદ કારા" ચટણી સાઉથ ઇન્ડિયન ટ્રેડિશનલ ચટણીઓ માંની એક છે જે આજે મેં અહીં રજૂ કરી છે. asharamparia -
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઈડસાઉથ ઈન્ડિયન પ્લેટ કોકોનટ ચટણી વગર અધુરી છે ખરું ને?તો આજે સાઈડ ડીશ તરીકે મેં લીલા ટોપરા ની ચટણી બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
પુલીહોરા રાઈસ (ટ્રેડિશનલ સાઉથ ઇન્ડિયન રાઈસ)
#સાઉથફ્રેન્ડ્સ, સાઉથ ઈન્ડીયન ડીસ માં પણ ખૂબ જ વિવિધતા જોવા મળે છે. આજે મેં અહીં " પુલીહોરા" રાઈસ રેસિપી રજૂ કરી છે જે સાઉથ ઈન્ડીયન ટ્રેડિશનલ રાઈસ રેસિપી છે અને તેમાં ખટાશ માટે આમલીના પાણી નો યૂઝ થાય છે તેથી તે નો ટેસ્ટ ટ્રેન્ડી ટેન્ગી ,સ્પાઈસી અને ટેસ્ટી પણ છે😍👌 asharamparia -
-
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#Famસાઉથ ઇન્ડિયન મસાલા ઢોસામસાલા ઢોસા મારા ઘરે બધાને ખૂબજ ભાવે છે. એમાં પાળવામાં આવતી દાળ અને ચોખા, પૌવા અને મેથીના દાણા ને લીધે ઢોસા એકદમ બહાર જેવા ક્રિસ્પી બને છે. @Darshcook_29046696Darshna Pandya -
મિક્સ ઢોસા (Assorted Dosa Recipe In Gujarati)
#મોમમારા મમ્મી(લક્ષ્મી તનવાણી જી & નયના ભોજક જી) અને ઘરમાં બધા ની મનપસંદ વાનગી એક નવા ફેરફાર સાથે....એક નવી ટીપ : ઢોસા નું ખીરુ પલાળતી વખતે 1 વાટકી ચણાની દાળ એડ કરવાથી ઢોસા એકદમ હોટલ જેવા ક્રિસ્પી બને છે. Manisha Tanwani -
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ