તીખો ખીચડો

Purvi Modi
Purvi Modi @PurviModi_1105
Ahmedabad

#શિયાળા

તીખો ખીચડો ખાસ શિયાળામાં બનાવવામાં આવતી વાનગી છે. જેમાં લગભગ દરેક પ્રકારના મરી મસાલા નો ઉપયોગ થાય છે. ચોખા અને બધીજ દાળ ઉમેરીને બનાવવામાં આવે છે તેથી પૌષ્ટિક પણ છે. ઘણી બધી સામગ્રી ની જરૂર પડે છે પરંતુ પરિણામ પણ તેટલું જ સ્વાદિષ્ટ છે. દરેક સામગ્રી ઘરમાં જ પ્રાપ્ય હોય તેવી છે. આ ખીચડા ને કઢી, પાપડ, પાપડી ના દાણા અને રીંગણ ના શાક સાથે પીરસવા માં આવે છે.

તીખો ખીચડો

#શિયાળા

તીખો ખીચડો ખાસ શિયાળામાં બનાવવામાં આવતી વાનગી છે. જેમાં લગભગ દરેક પ્રકારના મરી મસાલા નો ઉપયોગ થાય છે. ચોખા અને બધીજ દાળ ઉમેરીને બનાવવામાં આવે છે તેથી પૌષ્ટિક પણ છે. ઘણી બધી સામગ્રી ની જરૂર પડે છે પરંતુ પરિણામ પણ તેટલું જ સ્વાદિષ્ટ છે. દરેક સામગ્રી ઘરમાં જ પ્રાપ્ય હોય તેવી છે. આ ખીચડા ને કઢી, પાપડ, પાપડી ના દાણા અને રીંગણ ના શાક સાથે પીરસવા માં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫-૫૦ મિનિટ
૭-૮
  1. ૨ કપ ચોખા
  2. ૧/૪ કપ તુવેર દાળ
  3. ૨-૩ ટેબલસ્પૂન ચણાની દાળ
  4. ૨-૩ ટેબલસ્પૂન મગની દાળ
  5. ૨-૩ ટેબલસ્પૂન મસુર દાળ
  6. ૨-૩ ટેબલસ્પૂન અડદની દાળ
  7. ૧/૨ કપ શીંગ દાણા
  8. ૧/૪ કપ જુવાર
  9. ૧/૨ કપ છડેલા ઘઉં
  10. ૧ કપ ઘી
  11. ૨ ટેબલસ્પૂન રાઈ
  12. ૨ ટેબલસ્પૂન જીરુ
  13. ૧ ટેબલસ્પૂન અજમો
  14. ૧/૨ ટેબલસ્પૂન આખી મેથી
  15. ૧/૨ ટી સ્પૂન હિંગ
  16. ૬-૭ લવિંગ
  17. ટુકડા૨-૩ તજના
  18. ૩-૪ બાદિયા
  19. ૩-૪ ટેબલસ્પૂન તલ
  20. ૫-૬ વાટેલા લીલા મરચાં
  21. ૧ ટી સ્પૂન સૂંઠ પાઉડર
  22. ૧ ટી સ્પૂન ગંઠોડા પાઉડર
  23. ૧ ટી સ્પૂન કાળા મરી પાવડર
  24. ૧/૨ ટી સ્પૂન તજ પાઉડર
  25. ૧ ટેબલસ્પૂન હળદર
  26. ૧ ટેબલસ્પૂન લાલ મરચું પાઉડર
  27. ૨ ટેબલસ્પૂન ધાણા જીરું પાઉડર
  28. ૨ ટેબલસ્પૂન ગરમ મસાલો
  29. ૧/૪ કપ ખાંડ
  30. મીઠું સ્વાદાનુસાર
  31. ૧ ટી સ્પૂન ઈલાયચી પાઉડર
  32. ટુકડા૮-૧૦ કાજુ ના
  33. ૮-૧૦ સૂકી દ્રાક્ષ
  34. ૧/૨ કપ બાફેલા લીલા વટાણા

રાંધવાની સૂચનાઓ

૪૫-૫૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખા ને ધોઈ પાણી માં ૨ કલાક સુધી પલાળી રાખો. બધી જ દાળને ધોઈને પાણીમાં એક સાથે ૨-૩ કલાક સુધી પલાળી રાખો. તે જ પ્રમાણે શીંગ દાણા, જુવાર અને છડેલા ઘઉં ને અલગ અલગ ૪-૫ કલાક સુધી પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ દરેક સામગ્રી ને કૂકરમાં બાફી લો. દાળ, ઘઉં, શીંગ દાણા અને જુવાર ને એક સાથે બાફો. ચોખાને અલગ થી બાફો.

  2. 2

    એક મોટી કઢાઈમાં ઘી ગરમ કરો. તેમાં રાઈ, જીરું, અજમો, મેથી ના દાણા, લવિંગ, તજ ના ટુકડા, બાદીયા ઉમેરો. રાઈ તતડે એટલે હીંગ અને વાટેલા લીલા મરચાં ઉમેરીને સાંતળો. તલ ઉમેરો.

  3. 3

    હવે તેમાં હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, સૂંઠ પાઉડર, ગંઠોડા પાઉડર, કાળા મરી પાવડર અને તજ પાઉડર ઉમેરી મિક્સ કરો. લગભગ ૨ ગ્લાસ જેટલું પાણી ઉમેરો. કાજુના ટુકડા અને સૂકી દ્રાક્ષ ઉમેરો. મીઠું અને ખાંડ ઉમેરી તેને ઉકળવા દો.

  4. 4

    પાણી ઉકળે એટલે તેમાં બાફેલા ચોખા, દાળ, ઘઉં, જુવાર અને શીંગ દાણા ઉમેરો. બાફેલા લીલા વટાણા ઉમેરો. ઈલાયચી પાઉડર ઉમેરો. બરાબર હલાવી મિક્સ કરો. જરૂર હોય તો થોડું પાણી ઉમેરીને ધીમા તાપે ૮-૧૦ મિનિટ સુધી ખદખદવા દો. હલાવતા રહેવું જેથી તળિયે ચોંટી ના જાય. તૈયાર છે સ્વાદિષ્ટ, તીખો તમતમતો ખીચડો. કઢી અને પાપડ સાથે તેનો આનંદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Purvi Modi
Purvi Modi @PurviModi_1105
પર
Ahmedabad
I am house queen and love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes