શેર કરો

ઘટકો

20 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 વાટકીબેસન
  2. 2-1/2 વાટકીપાણી
  3. 1 મોટો ચમચોવઘાર માટે તેલ
  4. 1 ચમચીરાય
  5. 1 ચમચીખાંડ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. લીલા મરચાં વઘાર માં
  8. ચમચીખાવાનો સોડા અડધી
  9. લીંબુ ના ફૂલ એક ચમચી ફૂલ ભરીને
  10. ચપટીહિંગ
  11. 1 ચમચીકોથમીર
  12. 1 ચમચીતલ
  13. કોથમીર સજાવટ માટે
  14. ટોમેટો સોસ સર્વિંગ માટે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં બેસનચાળી લો

  2. 2

    ત્યારબાદ એમાં મીઠું ખાંડ સને સોડા ઉમેરી પાણી થઈ મીડીયમ ખીરું બનાવો

  3. 3

    ત્યારબાદ એક વાટકી માં થોડું પાણી ઉમેરી લીંબુ ના ફુલ ને ઓગાળી લો

  4. 4

    હવે થાળી ને તેલ લગાડી ને ઢોકળા કુકર માં ગરમ કરવા મુકો

  5. 5

    થાળી ગરમ કરવી ખૂબ જરૂરી છે

  6. 6

    હવે ઓગાળેલું લીંબુ ના ફૂલ નું પાણી ખીરું માં રેડી લો

  7. 7

    હવે તરત હલાવો જેથી ખીરા મા તરત જ ઉભરો આવશે કે તરત જ થાળી માં રેડી દો

  8. 8

    હવે ખમણ ને 20 મિનિટ ચડવા દો

  9. 9

    ત્યારબાદ એના પર રાયનો વઘાર રેડો

  10. 10

    ઉપર થી કોથમીર અને તલ થી સજાવો

  11. 11

    તો તૈયાર છે ખમણ.ખાવ અને ખવડાવો આ ટેસ્ટી ડીશ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Naina Bhojak
Naina Bhojak @cook_8660743
પર
Anjar India.
I'm home chef n I lv cooking. .
વધુ વાંચો

Similar Recipes