તિરંગી પુલાવ

Meera Dave
Meera Dave @Meera259
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામ બાસમતી ચોખા
  2. ૫૦ ગ્રામ ટમેટા
  3. ૫૦ ગ્રામ ગાજર
  4. ૫૦ ગ્રામ પાલક
  5. ૫૦ ગ્રામ કોથમીર
  6. ૧૦૦ ગ્રામ લીલા વટાણા
  7. ૧ નં ગ કીવી
  8. ૨ થી ત્રણ મરચા
  9. ૧૦૦ ગ્રામ પનીર
  10. ૧૦૦ લીલા નાળિયેરની મલાઈ
  11. ૫૦ ગ્રામ કાજુ
  12. ૧ ચમચી પેરી પેરી મસાલા
  13. મીઠુ સ્વાદ અનુસાર
  14. ૫૦ ગ્રામ ખડા મસાલા (તજ લવિંગ તમાલપત્ર)
  15. ૧ ચમચી તેલ
  16. ૧ ચમચી ઘી
  17. ૧ ચમચી માખણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બાસમતી ચોખાને ધોઈને ૧૫ થી ૨૦ મિનિટ પલાળી રાખો ત્યારબાદ ગરમ પાણીમાં સ્વાદ અનુસાર મીઠું નાખો અને ખડા મસાલા નાખી બાફી લો

  2. 2

    ભાત થઈ જાય એટલે તેને ઠંડા કરી લ્યો એકદમ દાણો છૂટો રહે તેવી રીતે પાથરી લો

  3. 3

    સૌપ્રથમ સફેદ લેયર માટે લીલા નાળિયેરની મલાઈ અને કાજુની પેસ્ટ કરો પનીર ના નાના પીસ કરે તેને ઘીમાં સાંતળી લો હવે એક પેનમાં ઘી અને તેલ મૂકી અને તૈયાર કરેલી પેસ્ટ સાંતળો પનીર એડ કરો સ્વાદ અનુસાર મીઠું નાખો અને 2 ચમચા તૈયાર કરેલા ભાત એડ કરો ભારત નો દાણો આખો રહે તેવી રીતે હલાવી લો

  4. 4

    હવે આપણે ગ્રીન કલરની પેસ્ટ બનાવીશું સૌપ્રથમ પાલક કોથમીર ધોઈ લો ત્યારબાદ પાલક ઉકળતા પાણી માં બાફી લો પાલક ઠંડી પડે એટલેમિક્સરમાં પાલક કોથમીર કીવી વટાણા અને લીલા મરચાની પેસ્ટ બનાવો હવે એક પેનમાં એકચમચી ઘી મૂકી બનાવેલી પેસ્ટ એડ કરો ત્યારબાદ પેસ્ટ સાંતળી જાય એટલે તેમાં તૈયાર કરેલા ભાત ઉમેરો સ્વાદ અનુસાર મીઠું નાખો સાચવીને હલાવી લો તો તૈયાર છે ગ્રીન કલર ના ભાત

  5. 5

    હવે આપણે રેડ કલરના ભાતતૈયાર કરીશું તેના માટે ગાજર ટમેટા ને ધોઈ લો તેને સમારીને મિક્સરમાં ક્રશ કરી લો હવે એક પેનમાં એકચમચી તેલ અને ઘી લઇ પેસ્ટને સાંતળો ત્યારબાદ તેમાં પેરીપેરી મસાલો સ્વાદાનુસાર મીઠું નાખો અને ભાત એડ કરો સાચવીને હલાવી લેવું તો તૈયાર છે રેડ કલરના ભાત

  6. 6

    હવે એક મોલ્ડમાં ઘી લગાવીને ગ્રીસ કરી લો ત્યારબાદ સૌ પ્રથમ તેમાં ગ્રીન કલરના તૈયાર કરવામાં આવેલા ભાત નું લેયર કરો ત્યારબાદ વાઈટ કલર ના ભાત લેયર કરો ત્યારબાદ લાલ કલરના ભાત નું લેયર કરો ત્યારબાદ તેને સરસ રીતે સેટ કરી હવે એક પ્લેટમાં મોલ્ડ માં થી બહાર કાઢો અને ગાજરના ફુલ થી ગાર્નિશ કરો અને ફ્રુટ રાયતા સાથે સર્વ કરો તો તૈયાર છે તિરંગી પુલાવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meera Dave
Meera Dave @Meera259
પર

ટિપ્પણીઓ

Similar Recipes