હેલ્ઘી સ્ટફ્ડ સેમલીના ઈડલી

asharamparia
asharamparia @Asharamparia
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપ સોજી
  2. ૧ કપ મકાઈનો લોટ
  3. ૧ /૨ કપ દહીં
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. ૧ ચમચી તેલ વઘાર માટે
  6. ૧ ચમચી રાઈ અને જીરું
  7. ૧ ચમચી અડદની દાળ
  8. મીઠા લીમડાના પાન
  9. ચપટીહિંગ
  10. સ્ટફિંગ માટે:-
  11. ૨ બાફેલા બટેટા
  12. ૧ છીણેલું ગાજર
  13. મીઠું સ્વાદ પ્રમાણે
  14. ચાટ મસાલો સ્વાદાનુસાર
  15. ૧/૨ ચમચી ખાંડ
  16. ૨ ચમચી લીલું લસણ અને લીલાં મરચાં ની પેસ્ટ
  17. ૧ ચમચી લાલ મરચું પાવડર
  18. ૧/૨ ચમચી ગરમ મસાલો
  19. જરુર મુજબ સમારેલી કોથમીર
  20. ૧ ચમચી ખાવાનો સોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં સોજી (રવો) અને મકાઈ નો લોટ લઇ ઉપર જણાવેલા બધા જ ઈનગ્રીડિયન્ટસ ઉમેરી સરસ રીતે મિક્સ કરી ઢોકળા નું બેટર રેડી કરો. ૧૫ થી ૨૦ મિનિટ રેસ્ટ આપો.

  2. 2

    હવે સ્ટફીગ માટે એક બાઉલમાં બાફી ને મેશ કરેલા બટેટા, છીણેલું ગાજર, તેમજ લાલ મરચું પાવડર, મીઠું,ચાટ મસાલો, ખાંડ, ગરમ મસાલો, કોથમીર, લીલું મરચું એડ કરી મિક્સ કરી ચટપટું સ્ટફિંગ તૈયાર કરી તેમાં થી નાના નાના ગુલ્લા વાળી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરી રાઈ અને જીરું નો વઘાર કરી અડદ ની દાળ ઉમેરો.દાળ બ્રાઉન થાય એટલે હિંગ ઉમેરી મીઠા લીમડાના પાન એડ કરી આ વઘાર રવા ના બેટર માં રેડી મિક્સ કરી લો.

  3. 3

    હવે ઈડલી સ્ટેન્ડ ને ગરમ કરવા મુકી બેટર માં સોડા ઉમેરી ઉપર થી ૧/૨ ગ્લાસ પાણી ઉમેરી એકઘારુ હલાવી સરસ રીતે મિક્સ કરી લેવું. ત્યારબાદ તેલ થી ગ્રીસ કરેલી થાળી માં પહેલાં એક ચમચી બેટર રેડી બનાવેલી ટિક્કી સેટ કરી ઉપરથી બીજી ચમચી બેટર રેડી કવર કરવું.આ રીતે બઘી જ ઈડલી તૈયાર કરી વરાળે ૧૫ મિનિટ બોઈલ કરવી.

  4. 4

    ગરમાગરમ ઈડલી કેચઅપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

ટિપ્પણીઓ

Similar Recipes