સ્ટફ્ડ ડિઝાઇનર પિઝા

asharamparia
asharamparia @Asharamparia

#સ્ટફડ

સ્ટફ્ડ ડિઝાઇનર પિઝા

7 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સ્ટફડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પિઝા બેઝ માટે:-
  2. ૨૫૦ ગ્રામ મેંદો
  3. ૧ કપ હુંફાળું દુઘ
  4. ૧અને ૧/૨ ચમચી ડ્રાય યીસ્ટ
  5. ૧ ચમચી ખાંડ
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. ૩ ચમચી ઘી અથવા બટર
  8. ઇનર સ્ટફિંગ માટે:-
  9. ૧/૨ કપ મોઝરેલા ચીઝ
  10. આઉટર સ્ટફિંગ માટે:-
  11. ૧૦૦ ગ્રામ હાથે થી મસળેલુ પનીર
  12. ૧/૨ કપ ઝીણી સમારેલી પાલક
  13. ૧/૨ કપ ઝીણા સમારેલા ગ્રીન,રેડ અને યલો કેપ્સીકમ
  14. ૧ ઝીણી સમારેલી ડુંગળી
  15. ૧ ચમચી લાલ મરચું પાવડર
  16. ૧ ચમચી રેડ ચીલી ફ્લેક્સ
  17. ૧ ચમચી ઓરેગાનો
  18. ચાટ મસાલો સ્વાદ પ્રમાણે
  19. મીઠું સ્વાદ પ્રમાણે
  20. ૧ ચમચી લીંબુનો રસ
  21. ૧ ચમચી ખાંડ
  22. ૨ ચમચી પિઝા સોસ બાઈન્ડિગ માટે
  23. ૧/૨ ચમચી ગરમ મસાલો
  24. અપ્પર લેયર માટે:-
  25. જરુર મુજબ યલો,રેડ અને ગ્રીન કેપ્સીકમ (સ્કેવર કટિંગ)
  26. જરુર મુજબ સમારેલી ડુંગળી ના મોટા પીસ
  27. ૧૦ થી ૧૨ પનીર ના ઝીણાં સમારેલાં પીસ
  28. ૨ ચમચી પિઝા સોસ
  29. ૧ ચમચી રેડ ચીલી ફ્લેક્સ
  30. ૧ ચમચી ઓરેગાનો
  31. ૨ ચમચી મોઝરેલા ચીઝ
  32. મીઠું સ્વાદ અનુસાર
  33. ૧/૨ ચમચી મરી પાવડર
  34. ૩ ટમાટર ના ફ્લાવર ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક કપ હુંફાળા દુઘ માં ખાંડ ઓગાળી લઈ યીસ્ટ એડ કરી ચમચી વડે ૨ મિનિટ હલાવી ને ૧૦ મિનિટ માટે ગરમ જગ્યાએ મુકી દેવું. એક બાઉલમાં મેંદો ચપટી મીઠું ચાળી ને ફર્મેન્ટ થયેલું દુઘ ઉમેરી સોફ્ટ ડો બાંધવો(જરુર જણાય તો થોડું ગરમ દુધ અથવા પાણી ઉમેરી શકાય) લોટ માં ઘી એડ કરી થોડો મસળી ને બાઉલમાં સેટ કરી બાઉલ ને પ્લાસ્ટિક થી કવર કરી ૨ કલાક ગરમ જગ્યાએ મુકી દેવું.

  2. 2

    હવે જરુર મુજબ વેજીસ કટ કરી સાઈડ માં મૂકી દો. એક બાઉલમાં પનીર, પાલક, ડુંગળી, યલો,રેડ, ગ્રીન કેપ્સિકમ તેમજ આઉટર સ્ટફિંગ માટે ના બઘાં જ ઈનગ્રીડિયન્ટસ્ ઉમેરી મિક્સ કરી લો. હવે લોટ ફુલી ને ડબલ થઇ ગયો હોઈ તેમાં પંચ મારી એર કાઢી લેવી અને ૧૦ થી ૧૫ મિનિટ સ્વચ્છ પ્લેટફોર્મ ઉપર મસળી ને તેમાંથી એક મોટો અને એક નાનો એમ ૨ પાર્ટ કરી ડો ને ડિવાઈડ કરવા.

  3. 3

    ત્યારબાદ નાના ડો માંથી ૨ સરખી સાઈઝ ની જાડી રોટલી વણી એક રોટલી ઉપર મોઝરેલા ચીઝ ભભરાવી ઉપર બીજી રોટલી થી કવર કરી લેવું. ત્યારબાદ મોટા ડો માંથી એક મોટી રેકટેન્ગલ (લંબચોરસ) જેવી રોટલી વણી અડઘા પાર્ટ માં આઉટર સ્ટફિંગ ભરી રોલ કરી લો. ત્યારબાદ પિક્ચર માં બતાવ્યાં મુજબ કાપા પાડી ચેકસ્ ની ડિઝાઇન આપો.

  4. 4

    હવે વણી ને સ્ટફ્ડ કરેલી રોટલી ની સાઈડ ઉપર દુઘ લગાવી બનાવેલ રોલ સેટ કરવો. બની શકે રોલ આખી રોટલી ને કવર ના કરી શકે તો ૨ રોલ પણ કરી ને સેટ કરી શકાય. ત્યારબાદ મિડલ માં ૨ ચમચી પિઝા સોસ લગાવી મોટા સમારેલાં કેપ્સિકમ, ડુંગળી ના પીસ, પનીર ના પીસ મુકી ઉપર થી રેડ ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મરી પાવડર, મીઠું (ઓપ્શનલ),ચીઝ ભભરાવી દો. આઉટર લેયર પર ઘી અને દૂધ મિક્સ કરી બ્રશિંગ કરી લો જેથી ખુબ જ સરસ કલર અને શાઈની લૂક આવશે.

  5. 5

    હવે એક મોટા તપેલામાં તળિયે મીઠું પાથરી (અંદાજ ૨ કપ) ઉપર સ્ટેન્ડ મુકી ને એક મોટો બાઉલ ઊંઘો મુકવો જેથી ટ્રે સારી રીતે ફિક્સ થાય અને જેટલી હિટ મળવી જોઈએ તે મળી રહે.(સ્લો ફલેમ પર ૧૦ મિનિટ પહેલા ગરમ કરવા મૂકો) પિઝા ને પહેલાં ૫થી ૭ મિનિટ ફાસ્ટ ફલેમ અને ત્યારબાદ ૧૫ મિનિટ સ્લો ફલેમ પર અથવા ઉપર નું લેયર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પિઝા બેક કરવો.

  6. 6

    ગરમાગરમ પિઝા હળવે થી બહાર કાઢો,ટમાટર ના ફ્લાવર વડે ગાર્નિશ કરીને પીસ કરો. પિક્ચર માં જોઇ શકાય છે એકદમ શાઈની,,,ક્રિસ્પી છતાં સોફ્ટ યમ્મી પિઝા તૈયાર છે જેને કેચઅપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

ટિપ્પણીઓ

Similar Recipes