રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ચોખા, સાદા પોવા અને દાળને ધોઈને નવશેકા પાણીમાં ૩ થી ૪ કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ મિક્સર જારમાં ક્રશ કરી સ્વાદ પ્રમાણે મીઠું, દહીં ઉમેરી મિક્સ કરી ૫ થી ૬ કલાક માટે ફર્મેન્ટેશન માટે સાઈડમાં મુકી દો. મિકસી જાર માં છીણેલું નાળિયેર, મીઠું, કોથમીર, આદું, મરચાં, જરૂર મુજબ પાણી ઉમેરી ક્રશ કરી ચટની રેડી કરો.હવે એક પેનમાં તેલ ગરમ કરી રાઈ અને જીરું નો વઘાર કરી અડદની દાળ સાંતળી, લાલ સુકા મરચા,મીઠા લીમડાના પાન નાખી ને વઘાર ચટની ઉપર રેડી મિક્સ કરી લો.
- 2
હવે તુવેરની દાળ અને ચણાની દાળ ને ઘોઈ ૧/૨ કલાક પલાળી રાખી કુકરમાં બાફી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને જીરૂનો વઘાર કરી હિંગ ઉમેરી ડુંગળી સાંતળો ત્યારબાદ તેમાં ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય એટલે બટેટા અને દુઘી, ઉમેરી ચઢવા દો. બટેટા થોડા સોફ્ટ થાય એટલે તેમાં ટામેટાં ઉમેરી સાંતળો. ત્યારબાદ તેમાં ૧ કપ પાણી, અને બઘાં જ મસાલા ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો ત્યારબાદ તેમાં બાફેલી દાળ ઉમેરી જરુર મુજબ પાણી નાખીને ૫ મિનિટ ઉકાળી ગેસ ઓફ કરો.
- 3
હવે ઈડલી ના ખીરામાં ૧ ચમચી ખાવાનો સોડા ઉમેરી ઉપર થી થોડું પાણી ઉમેરી મિક્સ કરી લો ત્યારબાદ તેલ થી ગ્રીસ કરેલી થાળીમાં પાથરીને વરાળે ઇડલી બાફી લો. થાળી ઠંડી પડે એટલે ચપ્પુ ની મદદથી કૂકપેડ કેપ સિમ્બોલ માં કટ કરી લો.
- 4
ત્યારબાદ એક પ્લેટમાં સંભાર રેડી કટ કરેલી ઈડલી મુકી ઉપરથી કોકોનટ ચટની થી ગાર્નિશિંગ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ચેટીનાદ કારા ચટની સ્ટફ્ડ ઈડલી (ટ્વીસ્ટેડ ઈડલી સાઉથ ઈન્ડિયન બ્રેકફાસ્ટ રેસિપી)
#સાઉથફ્રેન્ડ્સ, ઈડલી ચટણી સાઉથ ઇન્ડિયન નો ફેવરિટ અને ફેમસ બ્રેકફાસ્ટ છે. મેં અહીં સાઉથ ઇન્ડિયન "ચેટીનાદ કારા" ચટણી ને ઈડલી માં સેટ કરીને એક ટ્વિસ્ટેડ ઈડલી બ્રેકફાસ્ટ તૈયાર કરેલ છે. જેને કોઇપણ ચટણી કે મીઠાં દહીં સાથે સર્વ કરી શકાશે. asharamparia -
-
મેંદુવડા સાંભાર વીથ ચટણી
#લીલીપીળીફેન્ડસ, મેંદુવડા સાઉથ ઈન્ડીયન ડીસ છે. તીખા તમતમતા સાંભાર સાથે મેંદુ વડા અને ચણાની દાળની ગ્રીન ચટણી. હેલ્ધી બ્રેકફાસ્ટ માટે એક ઉત્તમ ઓપ્શન છે. asharamparia -
ઈન્સ્ટન્ટ ઈડલી વીથ સંભાર અને ચટણી
#ડીનરઆજે ઈડલી ની એવી રેસીપી લાવી છું જેમાં તમારે દાળ ચોખા પલાળવા ની જરૂર નથી અને નથી આથો લાવવા ની જરૂર. આ લોટ ને તમે ૩ મહીના ફ્રીજર માં અને ૧ મહીનો બહાર સ્ટોર કરી શકો છો. અને લોકડાઉન માટે પણ આ બેસ્ટ રેસીપી છે કોઈ શાક ન હોય અને અચાનક બનાવવા નો પ્લાન કરવો હોય તો લોટ પલાળી ને બનાવી શકો છો. અને અહીં મે ચટણી પણ સૂકા કોપરા ની બનાવી છે જો નાળીયેર ઘરે ન હોય તો તમે સ્ટોર કરેલા સૂકા કોપરા કે કોપરા ના ખમણ માંથી પણ આ ચટણી બનાવી શકો છો. Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સત્તુ કોકોનટ ચટણી (Sattu Coconut Chutney Reciope In Gujarati)
#EBWeek11 આ ચટણી નો કોઇપણ સાઉથ ઈન્ડિયન ડીશ સાથે ઉપયોગ કરી શકાય.શ્રી ફળ સાથે દાળિયા નો ઉપયોગ કરવાથી ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
ઈડલી સંભાર
#goldenapron2Week13Kerala ચાલો મિત્રો આજે આપણે કેરાલાની ફેમસ ડીશ ઇડલી સંભાર બનાવતા શીખીએ જે એકદમ સરળતાથી ઘરે બની શકે છે Khushi Trivedi -
-
ઈડલી સંભાર
#RB6#WEEK6- અમારા ઘર માં સાઉથ ઇન્ડિયન વાનગીઓ અવાર નવાર બને છે કેમકે બધા ને આ વાનગીઓ ખૂબ પ્રિય છે.. તેમાં ઈડલી સંભાર બધાને ભાવે છે પણ સૌથી વધુ મારા પપ્પા ને ભાવે છે.. તમે પણ તમારા પરિવારજનો માટે કોઈ વાનગી બનાવો અને તેમને ખુશ કરો.. Mauli Mankad -
More Recipes
ટિપ્પણીઓ