ક્રીમી નટી એક્ઝોટિક સૂપ

#એનીવર્સરી
વાનગી :- સૂપ
નમસ્કાર મિત્રો.
આજે હાજર છું એક એવાં સૂપની રેસિપી લઈને કે જે ન કેવળ એક સૂપ માત્ર બની રહેતાં એક કમ્પ્લીટ મીલ તરીકે પણ ચાલે એવી ડીશ છે.
સૂપ માટે આપણને લોકોને એક એવી માન્યતા છે કે, સૂપ કાં તો એપિટાઈઝર તરીકે લેવાય ને કાં પછી એક સ્ટાર્ટર તરીકે જ. સૂપને એક કમ્પ્લીટ મીલ તરીકે તો માંદા માણસો જ લ્યે ! વળી, એવી પણ છાપ છે કે, સૂપ તો ટેસ્ટી, સ્પાઈસી અને હોટ જ હોય.
એકદમ માઈલ્ડ અને પ્રોમીનન્ટ ફ્લેવર્સવાળું આ સૂપ એક કમ્પ્લીટ મીલ તરીકે આદર્શ છે. બ્રોકોલી, સ્વીટકોર્ન, પોટેટો, પનીર, ચીઝ અને હલ્કા મસાલા આ સૂપને એક અલગ જ ટેસ્ટ આપે છે, તો કાજુ અને બદામને લીધે તેને રીચનેસ તેમજ ક્રીમી અને નટી ટેસ્ટ પણ મળે છે.
ક્રીમી નટી એક્ઝોટિક સૂપ
#એનીવર્સરી
વાનગી :- સૂપ
નમસ્કાર મિત્રો.
આજે હાજર છું એક એવાં સૂપની રેસિપી લઈને કે જે ન કેવળ એક સૂપ માત્ર બની રહેતાં એક કમ્પ્લીટ મીલ તરીકે પણ ચાલે એવી ડીશ છે.
સૂપ માટે આપણને લોકોને એક એવી માન્યતા છે કે, સૂપ કાં તો એપિટાઈઝર તરીકે લેવાય ને કાં પછી એક સ્ટાર્ટર તરીકે જ. સૂપને એક કમ્પ્લીટ મીલ તરીકે તો માંદા માણસો જ લ્યે ! વળી, એવી પણ છાપ છે કે, સૂપ તો ટેસ્ટી, સ્પાઈસી અને હોટ જ હોય.
એકદમ માઈલ્ડ અને પ્રોમીનન્ટ ફ્લેવર્સવાળું આ સૂપ એક કમ્પ્લીટ મીલ તરીકે આદર્શ છે. બ્રોકોલી, સ્વીટકોર્ન, પોટેટો, પનીર, ચીઝ અને હલ્કા મસાલા આ સૂપને એક અલગ જ ટેસ્ટ આપે છે, તો કાજુ અને બદામને લીધે તેને રીચનેસ તેમજ ક્રીમી અને નટી ટેસ્ટ પણ મળે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કાજુ ને ૧ કલાક માટે પાણીમાં પલાળી લેવાં. તેને પાણી નિતારી લઈ એક બાઉલમાં અલગ રાખો.
- 2
એ જ રીતે બદામને પણ અલગથી પાણીમાં પલાળી રાખવી અને બાદમાં એક એક કરી, બે આંગળી વચ્ચે દબાવી તેની છાલ ઊતારી લેવી.
- 3
કાજુ અને બદામને મિક્સરની નાની જારમાં લઈ જરૂર પૂરતું જ પાણી ઊમેરી એકસાથે ગ્રાઈન્ડ કરી તેની એકદમ સ્મૂધ પેસ્ટ તૈયાર કરી લેવી. આ પેસ્ટને અલગ રાખવી.
- 4
કૂકિંગ વોકમાં ઓલિવ ઓઈલ ગરમ કરી તેમાં ડુંગળીને, મધ્યમ આંચ પર, ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવી. તેમાં લસણની પેસ્ટ ઊમેરી ફરીથી બે મિનીટ માટે સાંતળી લેવું.
- 5
ત્યારબાદ તેમાં મકાઈ, બટેટા અને ગાજર, એક ચપટી મીઠું અને બે કપ પાણી ઊમેરી લગભગ વીસેક મિનીટ સુધી પાકવા દેવું. આમ કરવાથી બધાં જ શાક એકદમ સોફ્ટ થઈ જશે અને તેમાંનું પાણી પણ બળી ગયું હશે. આ મિશ્રણને થોડું ઠંડુ પડવા દેવું.
- 6
બીજાં એક વાસણમાં જરૂર પૂરતું પાણી લઈ તેમાં એક ચપટી ખાવાનો સોડા ઊમેરી પાણી ઉકાળવું. તેમાં બ્રોકોલીનાં ફ્લોરેટ્સ પાંચેક મિનીટ માટે બ્લાન્ચ કરવાં. આ ફ્લોરેટ્સને ગાળી લઈ તેનું પાણી નિતારવા માટે એક ચારણીમાં અલગ રાખવાં.
- 7
હવે એક મોટાં વાસણમાં શાકનું મિશ્રણ અને બ્રોકોલી (થોડાં ફ્લોરેટ્સ બચાવી રાખવાં) લઈ તેમાં વેજીટેબલ સ્ટોક, કાજુ-બદામની પેસ્ટ ઊમેરી હેન્ડ બ્લેન્ડરની મદદ વડે એકદમ સ્મૂધ મિશ્રણ તૈયાર કરવું.
- 8
આ સૂપને ફરીથી વોકમાં ટ્રાન્સફર કરી પાંચ-દસ મિનીટ માટે ધીમા તાપે ઉકાળવું. સૂપ તૈયાર થવા આવે ત્યારે તેમાં થોડું થોડું કરીને પનીર અને પ્રોસેસ્ડ ચીઝ ઉમેરવા. જરૂર લાગે તો હેન્ડબ્લેન્ડરની મદદથી ફરીથી તેને બ્લેન્ડ કરવું. એકદમ સ્મૂધ અને ક્રીમી સૂપ બનવું જોઈએ. બસ, ધીમી આંચ પર પાંચેક મિનીટ ઊકળવા દઈએ એટલે સૂપ તૈયાર. આ સૂપમાં એક અલગ જ ફ્લેવર માટે છેલ્લે એક ચમચો માખણ ઉમેરવું.
- 9
સર્વિંગ બાઉલમાં સૂપ કાઢી તેને બ્રોકોલી ફ્લોરેટ્સ, થોડું પાર્મેઝન ચીઝ, યેલો બેલપેપર જુલિયન્સ અને કોથમરીનાં પાન વડે ગાર્નિશ કરી ગરમાગરમ પીરસવું. આ સૂપની સાથે સ્ટીક-બટર, ગાર્લિક બ્રેડ કે બીજું કોઈપણ એક્ઝોટિક સ્ટાર્ટર સર્વ કરી શકાય.
- 10
આ સૂપની રિચનેસ વધારવા તેમાં પાર્મેઝન ચીઝનો ઉપયોગ કરેલો છે, તો વળી તેને થીક અને ક્રીમી બનાવવા માટે બટેટા પણ વાપરેલાં છે. તમે ચાહો તો થોડાં ગ્રીન પીઝ પણ વાપરી શકો છો.
આ જ સૂપને વીગન એટલેકે ડેરી ફ્રી ટચ આપવા માંગતા હોવ તો ડેરી ચીઝને બદલે ન્યુટ્રિશનલ યીસ્ટનો ઉપયોગ પણ કરી શકાય. તેનું માપ બન્ને ચીઝનાં પ્રમાણનું જ રાખવું. (૨૦૦ ગ્રામ.)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કોમ્બિનેશન સૂપ
#એનિવર્સરી#week-1#soup#cookforcookpad#આ સૂપ એના નામ પ્રમાણે બે સૂપ નું મિશ્રણ છે. ટોમેટો સૂપ અને મનચાઉ સૂપ નું કોમ્બિનેશન છે આ સૂપ. સાથે થોડો બદલાવ પણ છે જે આ સૂપ ને વધારે ટેસ્ટી બનાવી દે છે. Dimpal Patel -
આલુ-મટર કોરમા
#એનિવર્સરી#મેઈનકોર્સએક સમય એવો હતો કે આપણે સૌ રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે એમાં બહુ જ લિમિટેડ ચોઈસ મળતી. એ લિમિટેડ મેનુમાં એક સબ્જી સૌ કોઈનું ધ્યાન અચૂક આકર્ષિત કરતી, અને એ સબ્જી હતી "કોરમા"!આ કોરમા વિશે ઈન્ટરનેટ પરનો જ્ઞાનકોષ 'વિકિપીડિયા' એવું કહે છે કે, "કોરમા" એ ૧૬મી સદીમાં આવિષ્કાર પામેલી, ભારતિય ઉપખંડમાં ખાસ કરીને મોગલાઈ કલીનરીમાં નોનવેજ વાનગી તરીકે પોતાની એક ખાસ ઓળખાણ પામેલી 'શાહી' વાનગી છે!એવો ઉલ્લેખ પણ જોવાં મળ્યો છે કે, તાજમહાલનાં ઉદ્દઘાટન પ્રસંગે મોગલ બાદશાહ 'શાહજહાં'નાં શાહી ખાનસામાઓએ શાહી ભોજમાં આ વાનગી પણ પીરસેલી!મુગલાઈ પાકશાસ્ત્રોમાં કોરમા ને મીટ, લેમ્બ, ચિકન કે પછી શાકભાજીને દહીં, મલાઈ અને/કે પછી સુકામેવાની પેસ્ટ સાથે પકાવેલી વાનગી તરીકે પણ દર્શાવવામાં આવી છે.કોરમા બનાવવા માટે તેને એકદમ હલ્કા મસાલાઓ, દહીં અને ખાસ પેસ્ટ ને દેશી ચૂલા પર, ખાસ પાત્રોમાં, ધીમી આંચ પર અને જેમાં બને છે એ વાસણના ઢાંકણ પર પણ અંગારા રાખી ઊપર-નીચે એમ બન્ને બાજુએથી અગ્નિ આપી પકાવવામાં આવે છે, કે જેથી મસાલાઓની સુગંધ અને મેવાઓનું સ્મૂધ ક્રીમી ટેક્ષચર આ ડીશમાં બરાબર ભળી જાય.મોગલાઈ ફૂડકોર્ટની ખાસ ઓળખાણ સમી આ વાનગીને 'પ્યોર વેજિટેરિયન ડીશ' તરીકે આપ સૌને પીરસવાનો એક પ્રયત્ન મેં અહીં#આલુ_મટર_કોરમા સ્વરૂપે કર્યો છે, જે સ્વાદમાં તો લાજવાબ છે જ, વળી બનાવવામાં પણ એટલી જ સ્હેલી છે! Pradip Nagadia -
બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)
#GA4#Week20#soupબ્રોકોલી ખૂબ જ હેલ્ધી અને વિટામીનથી ભરપૂર છે. વેઇટ વોચર્સ માટે આનો સૂપ ઉપયોગમાં લેવું ખૂબ જ ફાયદાકારક રહે છે અને આનો સૂપ પણ ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે. Manisha Parmar -
બ્રોકલી સૂપ
#વીક _1#એનિવર્સરીબહાર તો ઘણી વાર રેસ્ટોરન્ટમાં પુલાવ માં કે શાકભાજી માં ખાધેલી છે. જયારે એના ફાયદા વિશે જાણ્યું તો એમ થયું કે આપણે આપણા રોજિંદા શાકભાજી માં બ્રોકોલી નો ઉપયોગ કરવો જોઈએ.ફાયદા... બ્રોકોલી આપણા શરીર માટે ખૂબજ ઉપયોગી છે. વાળ માટે, ચામડી માટે, હ્રદય માટે...બીજા ઘણા બધા ફાયદા છે. તેમાં વિટામિન, કેલ્શિયમ, પોટેશિયમ... છે. આપણા મગજ માટે પણ ઉપયોગી છે.તો ચાલો આજે ખૂબ જ ઉપયોગી એવા બ્રોકોલી માં થી આજે સૂપ બનાવીએ. Heena Nayak -
લેમન કોરીએન્ડર વેજીટેબલ સૂપ
#સ્ટાર્ટ આ સૂપ ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી તેમજ ડાયેટ માં પણ લઇ શકાય છે. તેમજ આ સૂપમાં કોઈ વધુ મસાલા પણ નથી પડતા તો હેલ્થ માટે ખૂબ જ સારું છે Kala Ramoliya -
બ્રોકોલી વેજીટેબલ સૂપ સનાડ
આવા અવનવા સૂપ હું રોજ સવારે બનાવું છું અને હેલ્થ માટે હેલ્દી શાક ભાજી નો ઉપયોગ કરી ને સૂપ બનાવી પીવું છું જો તમારે આવા વિટામીન વાળા સૂપ પીવા હોય તો બનાવો ને "બ્રોકોલી વેજીટેબલ સૂપ સનાડ " ગરમાગરમ સર્વ કરી સૂપ પીવા નો આનંદ લો.#તકનીક#ગામઠીરેસિપી Urvashi Mehta -
અમેરિકન સ્પાઈસી કૉન વીથ ચણાચોર
આજે અહીં મે અમેરિકા અને ઈન્ડિયા ની રેસિપી ને મીક્ષ કરી છે. ચણાચોર એ ખાટી અને સ્પાઈસી હોય છે જ્યારે કૉન સ્વીટ અને સ્પાઈસી હોય છે તો આજે કંઈક નવું ટેસ્ટ કરીએ......#ફયુઝનવીક#ગામઠીરેસિપી Neha Suthar -
બ્રોકોલી ચીઝ સૂપ (Broccoli Cheese Soup Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiબ્રોકોલી ચીઝ સૂપ Ketki Dave -
વેજિટેબલ ગાર્ડન સૂપ
#ઇબુક૧#પોસ્ટ -24આ સૂપ બહુ હેલ્થ છે આ સૂપ તમારે જે શાકભાજી ઉમેરવા હોય તે ઉમેરી શકો છો. Pinky Jain -
નટી બો્કનવ્હીટ પુડીંગ
#દૂધઆ પુડીંગ ખૂબ જ ટેસ્ટી છે.જેમા ઘંઉનાફાડાનો ઉપયોગ થયો છે.ઠંડુ પણ સરસ લાગે છે અને ગરમ પણ. VANDANA THAKAR -
મનચાઉ સૂપ
#એનિવૅસરી (કૂક ફોર કૂકપેડ માટેની મારે પહલે રેસીપી મનચાઉ સૂપ છે. આમ તો ધણા સૂપ છે પણ નાના તથા મોટા બધા ને આ સૂપ ખુબજ ભાવે મારા ધરમા પણ બધા નુ ફેવરેટ છે તો મે આ સૂપ પંસદ કરયુ કૂકપેડ પર મૂકવા માટે)# week-1 Kinjal Shah -
ગાઝપેચો
#સ્ટાર્ટ#આ એક સ્પેનિશ સૂપ છે. ત્યાંના લોકો ઠંડુ સૂપ પીએ છે.દેખાવમાં જેટલું સુંદર છે ટેસ્ટમાં પણ એટલું જ ટેસ્ટી છે. Dimpal Patel -
પનીર સ્ટફ્ડ ચીઝી મશરૂમ
#સ્ટફ્ડસ્ટફ્ડ ડીશની વાત કરીએ તો, આપણાં દેશમાં પાણીપુરીનો કોઈ સાની નહીં હોય! પણ અહીં મારે વાત કરવી છે એક ટેસ્ટી અને હેલ્ધી એવી 'વન બાઈટ' સ્ટફ્ડ વાનગીની!કુલ ત્રણ જાતનાં ચીઝ અને હલ્કા ઈટાલિયન મસાલાઓ વડે સ્ટફ્ડ કરેલાં મશરૂમ એક મસ્તમઝાનું પાર્ટી સ્ટાર્ટર બની રહેશે.અત્યાર સુધી અમારે રાજકોટમાં એક ફરિયાદ હતી કે, રાજકોટમાં એટલાં બધા સરસ મશરૂમ મળતાં ન્હોતા, પણ હમણાં થોડાં સમયથી એ ફરિયાદ નથી રહી. અત્યારે ખરેખર સરસ કહી શકાય એવા ફ્રેશ મશરૂમનો આનંદ લઈ શકાય છે. આપણી કૂકપેડ પરની સ્ટફ્ડ ડીશીઝની કોન્ટેસ્ટ માટે મશરૂમનું આ સ્ટાર્ટર કમ બાયેટીંગ પનીર_સ્ટફ્ડ_ચીઝી_મશરૂમ બનાવવાની અને ખાવાની ભાઈ અમને તો બહુ જ મઝા આવી!હવે આપ સૌ કહેજો, આ પાર્ટી સ્ટાર્ટર કેવું લાગે છે?હા, રેસિપી પણ આપી જ દઉં ને? Pradip Nagadia -
ઇટાલિયન મીનીસ્ટ્રાઉની સૂપ વિથ ઇટાલિયન પાર્ટી બોલ્સ
#સ્ટાર્ટઇટાલિયન સૂપ અને સ્ટાર્ટર નુ કોમ્બિનેશન લીધું છે, ખૂબ જ મસ્ત લાગે છે.. Radhika Nirav Trivedi -
વેજ લેમન કોરિએન્ડર સૂપ (Veg Lemon Coriander soup recipe in Gujarati)
#GA4#Week10#weekend#soup#cauliflower આજે મેં વિટામિન-સી થી ભરપૂર એવો વેજ.લેમન કોરિએન્ડર સૂપ બનાવ્યો છે. મિક્સ વેજીટેબ્લસ, લીંબુનો રસ અને કોથમીર ઉમેરીને બનતા આ સુપ નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. શિયાળાની સિઝનમાં એટલે કે ઠંડીમાં આ ગરમ ગરમ સૂપ પીવાની કંઈક અલગ જ મજા આવે છે. લીંબુ ના રસ માંથી મળતા વિટામીન સી અને મિક્સ વેજીટેબલ્સ માંથી મળતા મલ્ટી વિટામિન્સ થી આ સૂપ ખૂબ જ હેલ્ધી પણ છે. તો ચાલો આ ટેસ્ટી સૂપ બનાવીએ. Asmita Rupani -
-
બ્રોકોલી આલમન્ડ સૂપ ચીઝી ગાર્લિક બ્રેડ(Broccoli Almond Soup Cheesy Garlic Bread Recipe In Gujarati)
બ્રોકોલી આલમન્ડ સૂપ વિથ ચીઝી ગાર્લિક બ્રેડબ્રોકોલી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે એનો સૂપ ખુબ જ સરસ લાગે છે. Tejal Hiten Sheth -
મૂંગલેટ(moong late recipe in gujarati)
મગની મોગરદાળ વડે બનતી આ વાનગી નામથી તો 'ઓમલેટ'ની માસીયાઈ બહેન હોય તેવું જણાઈ આવે છે. લેઝી સન્ડે બ્રન્ચ તરીકે બનાવો કે ક્વિક સ્નેક્સ તરીકે, કે પછી ડિનરમાં કાંઈ હલકું-ફુલકું જમવાની ઈચ્છા હોય.ટેસ્ટી અને પોષક તત્ત્વોથી ભરપૂર એવી આ મૂંગલેટ આપ સૌને પણ ભાવશે જ. Pradip Nagadia -
ટોમેટો કેરટ સૂપ વિથ બ્રેડ ક્રુટોન્સ
#રેસ્ટોરન્ટ#goldenapron3week1આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે સૌથી પહેલા સૂપ અને સ્ટાર્ટર ઓર્ડર કરતા હોઈએ છીએ. સૂપ ઘણા બધા પ્રકારનાં બનતા હોય છે. ટોમેટો સૂપ, હોટ એન્ડ સાવર સૂપ, મનચાઉ સૂપ, સ્વીટ કોર્ન સૂપ, લેમન કોરીએન્ડર સૂપ, વેજ. સ્ટોક સૂપ, આલમંડ બ્રોકલી સૂપ વગેરે. બધા સૂપનો રાજા એટલે ટોમેટો સૂપ જે બધાનો ઓલ ટાઈમ ફેવરીટ સૂપ કહી શકાય. આપણે લગ્ન પ્રસંગમાં જઈએ ત્યારે પણ જમવાની શરૂઆતમાં ટોમેટો સૂપ હોય છે. આ સૂપ એ એક એવો સૂપ છે કે જે ઉકળતો હોય ત્યારે તેની સ્મેલ જ એટલી સરસ આવે કે દરેકને પીવાનું મન થઈ જાય છે. આ સૂપની સાથે ક્રીમ તથા બ્રેડ ક્રુટોન્સ સર્વ કરવામાં આવે છે. USA તથા પોલેન્ડમાં ટોમેટો સૂપ એ ખોરાકમાં એક અગત્યનો ઘટક છે. 1857 માં સૌ પ્રથમ વખત ટોમેટો સૂપનો ઉલ્લેખ એલિઝા લેસ્લીએ ન્યૂ કૂકરી બુકમાં કર્યો હતો. 1897 માં જોસેફ એ. કેમ્પેબલની રેસિપી કન્ડેન્સ્ડ ટોમેટો સૂપએ તેની લોકપ્રિયતામા વધારો કર્યો હતો. 100g ટોમેટો સૂપમાં 30kcal મળે છે. તેમાં 0.8g પ્રોટીન, 0.3g ફેટ તથા 7g કાર્બોહાઈડ્રેટ્સ મળે છે. તો આજે આપણે સ્વાદિષ્ટ ટોમેટો કેરટ સૂપ તથા બ્રેડ ક્રુટોન્સ બનાવતા શીખીએ. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
ખુબ જ જાણીતી આ વાનગી છે....જે ઘર મા દરેક ની ફેવરીટ હોય છે.ફક્ત નાસ્તા તરીકે જ નહી પરંતુ એક હોલસમ મીલ તરીકે પીરસી શકાય. Rinku Patel -
આલુ પનીર લોલીપોપ
#રસોઈનીરાણી# પ્રેઝન્ટેશન આ વાનગી બનાવી બહુ જ સહેલી છે અને તેનો ટેસ્ટ પણ સારો આવે છે.બાળકો થી લઈને મોટા ને પણ ભાવે તેવી છે. Thakar asha -
ક્રિસ્પી સ્પિનચ રાઈસ વિથ ચીઝ સોસ એન્ડ બટર ગારલીક
ક્રિસ્પી સ્પિનચ રાઈસ એક સરસ વન પોટ મીલ કહી શકાય એવી વાનગી છે. અહી જે ચીઝ સોસ બનાવ્યો છે તે વેલવેટા ચીઝ અને પ્રોસેસ ચીઝ થી બનાવ્યો છે. ઉપર થી બટર ગારલીક એકદમ સરસ ફ્રેગનેન્સ આપે છે. આ ડીશ દરેક એજ નાં લોકો ને પસંદ આવે એવી છે. Disha Prashant Chavda -
હેલ્ધી પમ્પકીન -ટોમેટો ફ્લેવર્ડ સૂપ
#સ્ટાર્ટફ્રેન્ડ્સ,. ફક્ત થોડા ઈનગ્રીડિયન્ટસ્ થી અને ઝડપથી બની જાય, તેમજ ડાયેટ પ્લાન માં એડ કરી શકાય એવાં ટેસ્ટી સૂપની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ગ્રીન રીચ સૂપ
#એનિવર્સરીફ્રેન્ડ્સ, કેટલાક કોમન લાગતા કોમ્બિનેશન સ્વાદ અને સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ ઉત્તમ હોય છે. આપણે મગની દાળ-પાલક ની સબ્જી , પાલક-પનીર સબ્જી જેવી હેલ્ધી વાનગીઓ બનાવીએ છીએ તો મેં અહી આખા મગ, પાલક, પનીર આ ૩ હેલ્ધી ઇન્ગ્રીડિઅન્ટ્સ સાથે ગાજર એડ કરી ને એક સ્પાઈસી ફલેવરેબલ સૂપ બનાવેલ છે. તેમાં વાપરવામાં આવેલ દરેક ઈનગ્રીડિયન્ટસ્ પોતાની રીતે રીચ કવોલીટી ઘરાવે છે માટે મેં " ગ્રીન રીચ સૂપ" નામ આપેલ છે . એક વનપોટ મીલ ની ગરજ સારે એવું આ સૂપ ચોક્કસ ડાયેટ પ્લાન માં ઉમેરી શકાય. asharamparia -
બારબેક્યુ રાઈસ ઈન ડ્રાય ટોમેટો પાવડર
#goldenapron7th weekપનીર, વેજીટેબલ અને રાઈસ અને સાથે તંદુરી ફ્લેવર્સ. વન પોટ મીલ તરીકે સર્વ કરાય એવી આ વાનગી છે. આમ આમાં એકઝોટિક વેજીટેબલ પણ વાપરી શકાય છે. Disha Prashant Chavda -
ચોકો ઓરેન્જ નટી બોલ્સ
#ફ્રુટસફ્રેન્ડસ, શિયાળામાં આવતાં તાજા ફળો માં સંતરા વિટામિન સી થી ભરપૂર છે. એનો ખટમીઠો ટેસ્ટ અને સુગંધ ખુબ જ એટ્રેક્ટિવ હોય છે. મેં અહી તેમાં ચોકલેટ ફલેવર ઉમેરી ને નવો જ ટેસ્ટ ક્રીએટ કરેલ છે જે એકદમ અલગ અને લાજવાબ છે. જનરલી આ કોમ્બિનેશન ચોકલેટ માં જોવા મળતું નથી. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સ્વીટ કોર્ન સૂપ
#હેલ્થી #indiaમિક્ષ વેજિટેબલ્સ અને સ્વીટકોર્નથી બનતો ટેસ્ટી અને હેલ્થી સૂપ. Nigam Thakkar Recipes -
બ્રોકોલી આલ્મોન્ડ સુપ
#હોળીબ્રોકોલી જીવન રક્ષક છે. જે અસંખ્ય વસ્તુઓ માટે ફાયદાકારક છે. નાના આંતરડાને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. પચ્યું ના હોય તેવું બ્રોકોલીમાં રહેલું ફાયબર મોટા આંતરડામાં જાય છે. જે આંતરડાંનો અંતિમ ભાગ છે અને ત્યાં જ મોટા પ્રમાણમાં ગટ બેક્ટેરિયા રહેલા છે. આ બેક્ટેરિયા ફાયબરને ખાય છે અને તેમાંથી ફેટી એસિડની ટૂંકી ચેઈન બનાવે છે. ફેટી એસિડની ટૂંકી ચેઈન સ્વસ્થ આંતરડા માટે જરૂરી છે.હોળી રમી ને આવી પછી થાક્યા હોય ત્યારે કંઈ ખાવું ના ગમે ત્યારે આપણે આ સુપ પી લઇ તો સારૂ ફિલ થાય અને પેટ પણ ભરાઇ જાય.ગરમ ગરમ પીવા માં સરસ લાગે છે. Suhani Gatha
More Recipes
ટિપ્પણીઓ