ગાઝપેચો

Dimpal Patel
Dimpal Patel @cook_9966376

#સ્ટાર્ટ
#આ એક સ્પેનિશ સૂપ છે. ત્યાંના લોકો ઠંડુ સૂપ પીએ છે.
દેખાવમાં જેટલું સુંદર છે ટેસ્ટમાં પણ એટલું જ ટેસ્ટી છે.

ગાઝપેચો

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સ્ટાર્ટ
#આ એક સ્પેનિશ સૂપ છે. ત્યાંના લોકો ઠંડુ સૂપ પીએ છે.
દેખાવમાં જેટલું સુંદર છે ટેસ્ટમાં પણ એટલું જ ટેસ્ટી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ ટામેટાં
  2. ૧/૨ કાંદા
  3. ૧/૨ કાકડી
  4. ૧/૨ લીલું કેપ્સીકમ
  5. ૧/૨ લાલ કેપ્સીકમ
  6. ૨ લસણની કળી
  7. ૨ બ્રેડ સ્લાઈસ
  8. ૨ મોટી ચમચી બેઝિલ
  9. ૧ નાની ચમચી મીઠું
  10. ૧/૪ નાની ચમચી જીરું પાવડર
  11. ૧/૪ નાની ચમચી ઓરેગાનો
  12. ૧/૪ નાની ચમચી કાળા મરી નો પાવડર
  13. ૨ મોટી ચમચી વિનેગર
  14. ૧/૪ કપ ઓલિવ ઓઇલ
  15. ૧ કપ ખૂબ જ ઠંડુ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાંદા, કાકડી, લીલાં કેપ્સીકમ, લાલ કેપ્સીકમ અને ટામેટાં ના મોટા ચોરસ ટુકડા કરી લેવા.

  2. 2

    બ્રેડની સ્લાઈડના પણ મોટા ટુકડા કરી લેવા.

  3. 3

    એક મિક્સરના કપમાં બધા શાકભાજી લેવા.

  4. 4

    ત્યારબાદ તેમાં બ્રેડના ટુકડા, લસણની કળી અને બેઝિલ ઉમેરવા.

  5. 5

    ત્યારબાદ તેમાં મીઠું, મરી પાવડર, ઓરેગાનો, જીરું પાવડર અને વિનેગર ઉમેરવું.

  6. 6

    પછી તેમાં ઠંડુ પાણી અને ઓલિવ ઓઇલ નાંખવું.

  7. 7

    મિક્સરમાં આ મિશ્રણને સારી રીતે ફેરવી લેવુ.

  8. 8

    આ સૂપને ગ્લાસમાં નાંખવું. ઉપરથી ઝીણા કાપેલા શાકભાજી, બ્રેડ ક્રમસ અને બરફથી સજાવવું.

  9. 9

    ઉપરથી ઓલિવ ઓઈલ નાંખવું અને ઠંડુ પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimpal Patel
Dimpal Patel @cook_9966376
પર

ટિપ્પણીઓ

Similar Recipes