ખટમીઠું જામફળનું શાક

Neha Vasani
Neha Vasani @cook_19870061

#goldenapron3
# week7

ખટમીઠું જામફળનું શાક

#goldenapron3
# week7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. અડધો કિલો પીળા ને પાકા જામફળ
  2. મીઠું સ્વાદ મુજબ
  3. 2 ચમચીલાલ મરચું પાઉડર
  4. અડધી ચમચી હળદર
  5. 2 ચમચીધાણાજીરૂ
  6. ચપટીહિંગ
  7. સ્વાદ મુજબ ગોળ ( ગળપણ
  8. 1ચમચો તેલ
  9. પા ચમચી રાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ જામફળ ના શાક માટેની બધી તૈયારી કરી લેવી. જામફળને ધોઈને થોડાક બીયા કાઢી અને નાના કટકા કરવા.

  2. 2

    ત્યારબાદ બધો મસાલો તૈયાર કરવો. તપેલીમાં એક ચમચો તેલ મૂકી.અને રાઈ નો વઘાર કરવો. રાઈ ફૂટે એટલે તરત જ ચપટી હિંગ નાખી દેવી.

  3. 3

    ત્યારબાદ તરત જ સુધારેલા કટકા એડ કરી દેવા. અને એક ચમચો પાણી નાખવું. અને સ્વાદ મુજબ મીઠું નાખવું.

  4. 4

    પછી લાલ મરચું ૨ ચમચી અને હળદર અડધી ચમચી નાખવી.

  5. 5

    ત્યારબાદ બે ચમચી ધાણાજીરું અને સ્વાદ મુજબ ગળપણ એટલે કે ગોળ નાખવો. જામફળ સહેજ ખટાસ ઉપર હોવાથી બે કટકા કોલ્હાપુરી ગોળ નાંખવા.

  6. 6

    ત્યારબાદ તેને હલાવીને 10 / 15 મિનિટ ચઢવા દેવુ. જામફળ સોફ્ટ હોવાથી તપેલીમાં જ ફટાફટ ચડી જાય છે.અને હવે આપણું ટેસ્ટી ખટ મીઠુ જામફળનું શાક તૈયાર.

  7. 7

    હવે તેને એક બાઉલમાં કાઢીને ઉપર કોથમીર ભભરાવીને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Vasani
Neha Vasani @cook_19870061
પર

ટિપ્પણીઓ

Similar Recipes