શેર કરો

ઘટકો

  1. 1.5લીટર મલાઈ વાળુ દૂધ
  2. 1.5વાડકી ખાંડ
  3. 20-25બદામ (પલાળીનેે ફોલેલી)
  4. 2025 કાજુ(પલાળેલા)
  5. 3 મોટી ચમચીમગજતરીના બી
  6. 3 મોટી ચમચીખસખસ
  7. 1 ચમચીવરિયાળી
  8. 7-8કેસરના તાંતણા
  9. 8-10નાની એલચી
  10. 1મોટો તજનો ટુકડો
  11. 7-8નંગ મરી
  12. 20નંગ ગુલાબી સુકાયેલી પાંખડી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઠંડાઈ માટે હંમેશા મલાઈવાળું દૂધ લેવાનું. દૂધને જાડા તળિયાવાળી તપેલીમાં ઊકળવા મૂકવું. દૂધ જ્યારે ઉકળવા માંડે ત્યારે તેમાં કેસર અને ખાંડ ઉમેરવી

  2. 2

    ઠંડાઈ માં સુકામેવા ની પેસ્ટ ઉમેરવા માટે બદામ, કાજુ, ખસખસ,વરિયાળી, મગજતરી ના બી ને એકસાથે પીસી લેવા. પેસ્ટ બનાવવા માટે જરૂર પડે તો દૂધ ઉમેરવું. એલચી,તજ,મરી અને ગુલાબની પાંખડીની પેસ્ટ બનાવીને મસાલો તૈયાર કરવો અને દૂધ જ્યારે પાડવા માંડે ત્યારે પાંચ મિનિટ રાખે અને તેમાં આપણે કાજુ બદામની તૈયાર કરેલી પેસ્ટ ઉમેરવી

  3. 3

    દૂધને પાંચથી સાત મિનિટ ઊકળવા દેવું. દૂધ ઉકળી ગયા બાદ તેમાં તૈયાર કરેલો મરી તજ નો મસાલો ઉમેરીને ઠરવા માટે મૂકવું

  4. 4

    તો તૈયાર છે આપણી હોળીની સ્પેશીયલ આઈટમ મસ્ત ઠંડાઈ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
kinjal mehta
kinjal mehta @cook_20923780
પર

ટિપ્પણીઓ

Similar Recipes