રબડી માલપુઆ

Tanvi Desai
Tanvi Desai @cook_19312638

રબડી માલપુઆ

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. :- માલપુવા માટે નો સમાન :-
  2. 200 ગ્રામમૈંદા
  3. 100 ગ્રામરવા
  4. 1 ચમચીવરિયાળી
  5. 1/2 ચમચીબેકિંગ પાવડર
  6. 500ml દૂધ
  7. :- સુગર સિરપ માટે :-
  8. 250 ગ્રામસુગર
  9. 200ml પાણી
  10. 1ચપડી કેસર
  11. 1 ચમચીએલચી પાવડર
  12. ઘી તળવા માટે
  13. :- રબડી માટે :-
  14. 1લીટર દૂધ
  15. 200 ગ્રામખાંડ
  16. 1ચપડી એલચી પાવડર
  17. :- ડેકોરેશન માટે :-
  18. બદામ લાંબી કાપેલી
  19. પિસ્તા લાંબા કાપેલા
  20. ફૂલ ની પાંદડી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રબડી માટે :- પેહલા દૂધને ઉકાળો અને ત્યારબાદ ગેસની જ્યોતને અડધા સુધી ઘટાડશો અને દૂધ ઉકાળી અડધું થઇ ત્યાં સુધી ઉકાળો, દૂધ આછો બ્રાઉન થઈ જશે અને તેને ઠંડુ રાખો.

  2. 2

    માલપુઆ બનાવવા માટે મૈંદા, રવા, બેકિંગ પાવડર, વરિયાળી અને દૂધ નાખી પેસ્ટ બનાવી લો. અને 20 મિનિટ મૂકી રાખો.

  3. 3

    હવે પેન માં ઘી ગરમ કરી તેમાં એક મોટો ચમચો માલપુવા ના મિશ્રણ ને રેડો. અને બને બાજુ બરાબર તળી લો.

  4. 4

    ચાસણી બનાવા માટે ગેસ ના બર્નર પર પાણી ઉકાળો અને તેમાં ખાંડ, ઈલાયચી અને કેસર નાખો. ખાંડની ચાસણી બને ત્યાં સુધી પાણી ઉકળતા રહો.

  5. 5

    હવે માલપૂઆને ખાંડની ચાસણીમાં ડુબાડો અને 1 મિનિટમાં બહાર કાઢી લો.

  6. 6

    પછી તેના પર રબડી રેડી, બદામ, પિસ્તા અને ફૂલ ની પાંદડી થી સુશોભન કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tanvi Desai
Tanvi Desai @cook_19312638
પર

Similar Recipes