માલપુઆ વીથ ઓટ્સ રબડી

Anjali Kataria Paradva
Anjali Kataria Paradva @anjalee_12

#મીઠાઈ
માલપુઆ એ એક પ્રકાર નું પકવાન છે કે જે ઉત્તર ભારત માં પ્રખ્યાત છે. જો કે બધા રાજ્ય માં તે અલગ અલગ રીતે બનાવવા માં આવે છે. મૈદા ના લોટ સિવાય તેમાં ફ્રૂટ, દૂધ, માવી અને નારિયળ માંથી પણ માલપુઆ બનાવાય છે. માલપુઆ ને રબડી સાથે પીરસવા માં આવે છે. તેથી મે રબડી નું અલગ વર્ઝન બનાવ્યું છે, જે છે ઓટ્સ રબડી. મે માલપુઆ માવા માંથી બનાવ્યા છે. માલપુઆ અને ઓટ્સ રબડી નો મેળ ખૂબ જ સ્વાદિષ્ટ છે.

માલપુઆ વીથ ઓટ્સ રબડી

#મીઠાઈ
માલપુઆ એ એક પ્રકાર નું પકવાન છે કે જે ઉત્તર ભારત માં પ્રખ્યાત છે. જો કે બધા રાજ્ય માં તે અલગ અલગ રીતે બનાવવા માં આવે છે. મૈદા ના લોટ સિવાય તેમાં ફ્રૂટ, દૂધ, માવી અને નારિયળ માંથી પણ માલપુઆ બનાવાય છે. માલપુઆ ને રબડી સાથે પીરસવા માં આવે છે. તેથી મે રબડી નું અલગ વર્ઝન બનાવ્યું છે, જે છે ઓટ્સ રબડી. મે માલપુઆ માવા માંથી બનાવ્યા છે. માલપુઆ અને ઓટ્સ રબડી નો મેળ ખૂબ જ સ્વાદિષ્ટ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪.૫ કલાક
  1. અ) માલપુઆ માટે
  2. 1 1/4કપ મેંદો
  3. 1/2નાની ચમચી ઇલાયચી પાઉડર
  4. 1નાની ચમચી વરિયાળી
  5. 1 1/2કપ દૂધ
  6. ઘી તળવા માટે
  7. 3મોટી ચમચી દૂધ નો માવો
  8. બ) ખાંડ ની ચાશની માટે
  9. 1/2કપ ખાંડ
  10. પાણી જરૂર મુજબ
  11. ક) ઓટ્સ રબડી માટે
  12. 1લિટર દૂધ
  13. 100ગ્રામ ખાંડ
  14. 100ગ્રામ ઓટ્સ
  15. 2મોટી ચમચી બદામ પિસ્તા ની કતરી
  16. 1/2નાની ચમચી ઇલાયચી પાઉડર
  17. ડ) સજાવવા માટે
  18. થોડો સુકો મેવો

રાંધવાની સૂચનાઓ

૪.૫ કલાક
  1. 1

    અ) માલપુઆ માટે

  2. 2

    એક બાઉલ લો.

  3. 3

    તેમાં દૂધ ઉમેરો.

  4. 4

    દૂધ માં માવો નાખો અને બરાબર મિક્સ કરી લો.

  5. 5

    હવે તેમાં મેંદો, વરિયાળી અને ઇલાયચી પાવડર નાખી મિક્સ કરો.

  6. 6

    બધી સામગ્રી ને બરાબર મિક્સ કરી લો.

  7. 7

    ધ્યાન રાખો મિશ્રણ માં ગઠા નાં હોય.

  8. 8

    જરૂર પડે તો તેમાં દૂધ નાખો.

  9. 9

    માલપુઆ નું ખીરું ખૂબ પાતળું કે ખૂબ આછું ના હોવું જોઈએ.

  10. 10

    ખીરું સરળતા થી ફેલાઈ શકે તેવું હોવું જોઈએ.

  11. 11

    તમે ખીરા ને તમારી મુજબ દૂધ નાખી ઢીલું રાખી શકો છો.

  12. 12

    પરંતુ મે ફ્લફી માલપુઆ બનાવવા માટે ખીરા ને ૨-૩ મિનિટ સુધી બીટ કર્યું છે.

  13. 13

    હવે માલપુઆ ના બેટર ને ૩-૪ કલાક માટે રાખી મૂકો.

  14. 14

    ત્યારબાદ હવે એક પેન લો.

  15. 15

    તેમાં ખાંડ અને પાણી ઉમેરો.

  16. 16

    ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરો.

  17. 17

    ગેસ ધીમો રાખો.

  18. 18

    એક દિશામાં ચમચો ફેરવો અને ખાંડ ઓગાળી લો અને એક તાર ની ચાસણી તૈયાર કરો.

  19. 19

    હવે એક વાસણમાં ૪-૫ કપ પાણી ભરો.

  20. 20

    પાણી ને ગરમ કરો.

  21. 21

    ગરમ પાણી ના વાસણ માં ચાસણી ની પેન મૂકો.

  22. 22

    જેથી ખાંડ ની ચાસણી માં ક્રિસ્ટલ નહિ પડે.

  23. 23

    હવે એક પેન લો.

  24. 24

    તેમાં ઘી ગરમ કરો.

  25. 25

    માલપુઆ ના મિશ્રણ ને તેના પર ચમચા વડે નાખો.

  26. 26

    તમારા ખીરા ના સુમેળ પ્રમાણે તે તેની જાતે ફેલાશે.

  27. 27

    તમે આ સ્ટેજ પર થોડું દૂધ નાખી ને ખીરા ને પાતળું કરી શકો છો.

  28. 28

    તમે માલપુઆ ને ફેલાવા માટે ચમચી નો પણ ઉપયોગ કરી શકો છો.

  29. 29

    હળવા ગુલાબી અથવા કથઈ રંગ ના થાય ત્યાં સુધી બને બાજુ શેકી લો.

  30. 30

    હવે શેકાયેલ માલપુઆ ને તરત જ ખાંડ ની ચાસણી માં નાખી દો.

  31. 31

    જો તમારી ચાસણી માં ક્રિસ્ટલ પડી ગયા હોય તો માલપુઆ નાખવા પહેલા તેમાં ૨ ચમચી પાણી નાખી ને તેને ગરમ કરી લો.

  32. 32

    માલપુઆ ને ચાસણી માં ૧૦-૧૫ મિનિટ સુધી રાખો.

  33. 33

    બ) ઓટ્સ રબડી બનાવવા માટે

  34. 34

    એક વાસણ લો.

  35. 35

    તેમાં દૂધ નાખી ને તેને ઉકાળી લો.

  36. 36

    દૂધ ને ધીમા તાપે હલાવતા રહો.

  37. 37

    દૂધ પ્રમાણમાં અડધું થાય ત્યાં સુધી ઉકાળો.

  38. 38

    દૂધ ઉકાળતા જે મલાઈ થાય તેને ચમચી વડે એક તરફ કરતા રહો.

  39. 39

    હવે તેમાં ખાંડ ઉમેરો.

  40. 40

    ખાંડ ઓગળે એટલે તેમાં ઇલાયચી પાવડર અને કાજુ પિસ્તા ની કતરી નાખો.

  41. 41

    બરાબર મિક્સ કરી લો.

  42. 42

    હવે ઓટ્સ ને મિકચર માં અધકચરા ક્રશ કરી લો.

  43. 43

    તમે ચાહો તો વધારે ક્રશ કરી ને ઓટ્સ નો પાઉડર પણ બનાવી શકો છો.

  44. 44

    હવે ક્રશ કરેલા ઓટ્સ ને દૂધ માં નાખો.

  45. 45

    મિક્સ કરી ને ૫-૭ મિનિટ સુધી ઉકાળો.

  46. 46

    વચ્ચે હલાવતા રહો.

  47. 47

    ગેસ બંધ કરી ને રબડી ઠંડી થવા દો.

  48. 48

    તેને ૧/૨ કલાક માટે ફ્રિજ માં રાખી મૂકો.

  49. 49

    હવે એક પ્લેટ લો.

  50. 50

    તેમાં માલપુઆ મૂકો.

  51. 51

    ઉપર થી રબડી નાખો.

  52. 52

    સૂકા મેવા વડે સજાવો.

  53. 53

    માલપુઆ વિથ ઓટ્સ રબડી પીરસવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjali Kataria Paradva
પર

ટિપ્પણીઓ

Similar Recipes