ચીકુ કુલ્ફી

Mruga Dave
Mruga Dave @cook_21916036

#MC ઓછામાં ઓછી સામગ્રી નો ઉપયોગ કરીને બજાર કરતા શુદ્ધ અને સ્વાદિષ્ટ કુલ્ફી.

ચીકુ કુલ્ફી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#MC ઓછામાં ઓછી સામગ્રી નો ઉપયોગ કરીને બજાર કરતા શુદ્ધ અને સ્વાદિષ્ટ કુલ્ફી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1લીટર ફુલ ફેટ દૂધ
  2. અડધા થી ૧ કપ ખાંડ
  3. 500 ગ્રામચીકુ
  4. કાજુ બદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કુલ્ફી બનાવવા માટે સૌપ્રથમ તપેલામાં તળિયું ઢંકાય તેટલું પાણી લઈ ૧ લીટર દૂધ ગેસ પર મધ્યમ તાપ પર ગરમ થવા મૂકો. પાણી લેવાથી દૂધ તળિયા પર બેસસે નહીં

  2. 2

    દૂધમાં એક હુંફાળો આવે પછી તેને ચમચા વડે હલાવતા રહેવું. તેમાં અડધાથી એક કપ ખાંડ નાખવી. ખાંડનું પ્રમાણ ચીકુ ની મીઠાસ ને ધ્યાનમાં લઈને નક્કી કરવું

  3. 3

    દૂધને ધીમા થી મધ્યમ તાપ પર સતત ઉકાળતા રહેવું. દૂધ લગભગ અડધું થઈ જાય ત્યાં સુધી ઘટ કરવું. આમાં જો તુ દૂધની મલાઈ ઘરમાં પડેલી હોય તો બેથી ત્રણ ચમચી ઉમેરી શકાય છે, જે ઓપ્શનલ છે

  4. 4

    દૂધ ઘટ્ટ થતાં ૩૦થી ૩૫ મિનીટ લાગી શકે છે ત્યાં સુધી ડ્રાયફ્રુટ ઝીણા સમારી લેવા, ચીકુના ઝીણા ઝીણા ટુકડા કરવા, સાથે-સાથે દૂધને હલાવતા રહેવું જેથી નીચે બેસી ના જાય અને મલાઈ બરાબર મિક્સ થતી રહે

  5. 5

    સમારેલા ચીકુ માંથી થોડા ટુકડા સાઈડ પર રાખી બાકીના ટુકડાને મિક્સરમાં પેસ્ટ બનાવી લેવી

  6. 6

    દૂધ લગભગ અડધું થઈ જાય અને ઘટ્ટ થઈ જાય પછી તેને ગેસ પરથી ઉતારી સામાન્ય તાપમાન પર આવે ત્યાં સુધી ઠંડું પડવા દો. ત્યારબાદ તેમાં ચીકુ નું મિક્સર ઉમેરો. જરૂર પડે તો તેમાં ગ્રાઈન્ડર ફેરવી શકાય છે. ત્યાર પછી તેમાં ચીકુ ના ટુકડા તથા ડ્રાયફ્રુટ ઉમેરો

  7. 7

    કુલ્ફી ને જમાવવા માટે કુલ્ફીના મોલ્ડમાં મિક્સર ભરી શકાય છે અથવા ગ્લાસમાં મિક્સર ભરી તેને ફ્રીઝરમાં સાતથી આઠ કલાક સેટ થવા દો

  8. 8

    સાત આઠ કલાક બાદ કુલ્ફી સેટ થઈ ગયા બાદ તેને અન મોલ્ડ કરો. જો જામેલી કુલ્ફી ગ્લાસમાંથી આસાનીથી ન નીકળે તો તેને એક મિનિટ પાણીમાં મૂકી અન મોલ્ડ કરી શકાય છે

  9. 9

    ગ્લાસમાંથી અન મોલ્ડ કરેલી કુલ્ફી ના ટુકડા કરી તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mruga Dave
Mruga Dave @cook_21916036
પર

ટિપ્પણીઓ

Similar Recipes