મીઠી મધુરી બુંદી

Davda Bhavana
Davda Bhavana @Bhavna826
KHAMBHALIA

#સુપરશેફ2
#એપ્રિલ
#goldenapron3
#week1
#besan
#વીકમિલ2
આમ તો અત્યારે મોટાભાગે નવીન મીઠાઈ નો ક્રેઝ વધ્યો છે.બંગાળી, કલકતી મીઠાઈનું ચલણ વધ્યું છે પણ આપણી ટ્રેડિશનલ મીઠાઈ નો ટેસ્ટ લાજવાબ છે. ઘરમાં મોટા માણસો રહેતા હોય તો ક્યારેક એમના ટેસ્ટ મુજબની વાનગી એમને જમાડશો તો તેઓ ખૂબ રાજી થશે.અને એ બહાને આપણે પણ એ વાનગીઓ ચાખશું જેનાથી દૂર ભાગતા હોય એનો ટેસ્ટ કરવાથી એના દિવાના બની જશું. ખરેખર બાળકોને પણ બુંદી ખુબજ ભાવશે. ઘરની બનેલી બુંદીનો ટેસ્ટ જ ઓર છે!

મીઠી મધુરી બુંદી

#સુપરશેફ2
#એપ્રિલ
#goldenapron3
#week1
#besan
#વીકમિલ2
આમ તો અત્યારે મોટાભાગે નવીન મીઠાઈ નો ક્રેઝ વધ્યો છે.બંગાળી, કલકતી મીઠાઈનું ચલણ વધ્યું છે પણ આપણી ટ્રેડિશનલ મીઠાઈ નો ટેસ્ટ લાજવાબ છે. ઘરમાં મોટા માણસો રહેતા હોય તો ક્યારેક એમના ટેસ્ટ મુજબની વાનગી એમને જમાડશો તો તેઓ ખૂબ રાજી થશે.અને એ બહાને આપણે પણ એ વાનગીઓ ચાખશું જેનાથી દૂર ભાગતા હોય એનો ટેસ્ટ કરવાથી એના દિવાના બની જશું. ખરેખર બાળકોને પણ બુંદી ખુબજ ભાવશે. ઘરની બનેલી બુંદીનો ટેસ્ટ જ ઓર છે!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ બેસન
  2. ૩/૪ બાઉલ પાણી
  3. 1બાઉલ ખાંડ
  4. 1ચમચી તેલ
  5. ચપટી સાજી અથવા મીઠા સોડા
  6. 1ચમચી એલચી પાઉડર
  7. 5ચમચી બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ બાઉલ બેસન,૧ બાઉલ ખાંડ, ચપટી સાજી લો. ૧ વાસણમાં બેસન લઇ તેમાં ૩/૪ બાઉલ પાણી ઉમેરો.બહુ જાડું નહિ અને બહુ પાતળું નહિ એવું ખીરૂ બનાવો.તેમાં ૨ ચમચી તેલ ઉમેરો. ફરીથી હલાવો

  2. 2

    તેમાં ચપટી સાજી ઉમેરી મિક્સ કરો. તેને ૫ મિનિટ રેસ્ટ આપો ત્યાર બાદ ૧ પહોળા વાસણમાં ૧ બાઉલ ખાંડ લઈ તેમાં ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરો.અને ગેસ પર ગરમ થવા દો. ખાંડ ઓગળી જાય ત્યાં સુઘી હલાવો.૧ તાર ની ચાસણી બનાવો ગુલાબજાંબુ ની બનાવીએ તેવી બનાવો. ચાસણી થોડી ઘટ્ટ થાય ત્યારે ગેસ પરથી ઉતારીને નીચે રાખો. તેમાં એલચી પાવડર ઉમેરો.

  3. 3

    ૧ વાસણ માં તેલ ગરમ કરો તેલ બરાબર ગરમ થાય ત્યારે ૧ ઝારો, ખમણી કે દૂધ પર ઢાકવાની કાણા વાળી ડિશ પણ ચાલે. ઝારો હાથવાળો હોવાના કારણે લો તો તમને વરાળ હાથ પર ન લાગે.હવે ઝારાને કડાઈ પર થોડે ઉંચે રાખો.અને તેમાં ખીરૂ રેડો.નીચે બુંદી આપોઆપ પડશે. હલાવો નહિ કે ચમચી થી ઠપકારો પણ નહિ.તો બુંદી નો આકાર બગડી શકે. મસ્ત મોતી જેવી બુંદી નીચે તેલમાં જોવા મળશે. હવે તેલમાં તળી લો.બીજા વાસણ માં ઉપર નો જારો રાખો. બુંદી તળાઈ જશે એટલે જારામા લેશો તો એક પ્રકાર ની ખનક નો અવાજ આવશે એટલે સમજવું કે બુંદી બરાબર તળાઈ છે.

  4. 4

    દર વખતે ઝારો બરાબર ઉપર અને નીચે થી કપડાં થી સાફ કરવો ખાસ જરૂરી છે નહિ તો બીજી વખત બુંદી પહેલા જેવી બનશે નહિ. આવી રીતે બધી બુંદી તળી લો.ત્યાર બાદ ચાસણી વાળા વાસણ માં બધી બુંદી ઉમેરો. અને બરાબર મિક્સ કરો. થોડી થોડી વારે એને હલાવતા રહેવું.જેથી બધી ચાસણી બુંદી પી જશે.

  5. 5

    હવે તેને ૧ બાઉલ માં લઇ બદામની કતરણ થી સજાવો. તૈયાર છે મીઠી મધુરી બુંદી!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Davda Bhavana
Davda Bhavana @Bhavna826
પર
KHAMBHALIA
I am working woman but lock down give me chance to cook something new and yummy food 😋😋
વધુ વાંચો

Similar Recipes