સુજી સ્પાઈસી બોલ્સ

Jyoti.K
Jyoti.K @cook_19300095
શેર કરો

ઘટકો

  1. 1 કપસુજી
  2. 1નાનો ટુકડો આદુ
  3. 2લીલા મરચા
  4. 1 ચમચીલાલ મરચું
  5. 1 ચમચીધાણા જીરું
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 5-7કળી લસણ ની
  8. 2 ચમચીતેલ
  9. 5-7પાન ફુદીના ના

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લીલું મરચું,લાલ મરચું,લસણ,ધાણા જીરું,ફુદીના ના પાન અને અડધી ચમચી તેલ નાખીને ચટણી બનાવી લો.

  2. 2

    હવે કઢાઈ માં પાણી ગરમ કરવા મુકો તેમાં આદુ ખમની ને નાખો અને અડધી ચમચી તેલ ઉમેરો.

  3. 3

    હવે તેમાં મીઠું ઉમેરો અને જીણી સુજી ઉમેરી સારી રીતે મિક્સ કરો.

  4. 4

    સુજી સરસ રીતે મિક્સ થાય પછી 5 મિનિટ ધીમા તાપે ઢાંકી ને મૂકી દો.

  5. 5

    હવે સુજી ને ઠન્ડી કરી થોડું તેલ લય મસળી લો.

  6. 6

    હવે સુજી માંથી એક લીંબુ જેટલો બોલ બને એટલું લુઓ લ્યો અને તેની વચ્ચે લસણ ની ચટણી મુકો.

  7. 7

    બધા બોલ્સ આવી રીતે વચ્ચે લસણ ની ચટણી મૂકી વાળો અને પછી 5 મિનિટ માટે તેને વરાળ માં સ્ટીમ કરી લો.

  8. 8

    લો તૈયાર છે ટેસ્ટી અને સ્પાઈસી સુજી બોલ્સ..તેને ટોમેટો સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti.K
Jyoti.K @cook_19300095
પર

Similar Recipes