શેર કરો

ઘટકો

6 સર્વિંગ્સ
  1. ૨૫૦ ગ્રામ ‌‌‌કાબૂલી ચણા
  2. ગ્રેવી બનાવવા માટે:
  3. 6-7 નંગટામેટા
  4. ૨-૩ નંગ ડુંગળી
  5. ૭-૮ કળી લસણ
  6. ૩-૪ નંગ‌ મરચા
  7. કટકી આદુ
  8. 1 ચમચીછોલે મસાલા
  9. 2 ચમચીમરચું પાવડર
  10. 3 ચમચીધાણાજીરૂ પાવડર
  11. સ્વાદ અનુસારનમક
  12. 2 નંગબાફેલા બટેટા
  13. ભટૂરે બનાવવા માટે:
  14. 1બાઉલ મેંદા નો લોટ
  15. 1 નાની ચમચીબેકિંગ સોડા
  16. સ્વાદ અનુસારનમક
  17. પાણી
  18. 1 ચમચીખાંડ
  19. 1 ટેબલ સ્પૂનદહીં
  20. 1 ટેબલ સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાબુલી ચણાને ત્રણથી ચાર વાર ધોઈ અને ગરમ પાણી માં પલાળી લો ૪-૫ કલાક પલાળી લો. જેથી ચણા એકદમ ફૂલી જશે.હવે ચણા ‌‌‌ને બાફવા માટે એક કૂકરમાં પાણી નાખી તેમાં ૨-૩ બટાટા અને પલાળેલા ચણા નાખી ને ‌‌‌બાફી લો.બટાટા‌ નાખવા થી ગ્રેવી એકદમ સરસ ઘટ્ટ થશે.

  2. 2

    હવે ગ્રેવી બનાવવા માટે ટમેટા ડુંગળી લસણ આદુ મરચાં ને સમારી લો. ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરીને પેસ્ટ બનાવી લો હવે છોલે બનાવવા માટે પેન માં તેલ મૂકી તેલ આવી જાય ત્યારબાદ તેમાં ચપટી હિંગ,હળદર નાખી તેમાં તૈયાર કરેલી ગ્રેવી એડ કરો.

  3. 3

    ત્યારબાદ તેમાં ક્રશ કરેલા બટેટા એડ કરો.હવે તેમાં ‌‌‌‌બધા મસાલા અને છોલે મસાલા એડ કરો... થોડીવાર ચડવા દો.હવે તેમાં બાફેલા કાબુલી ચણા એડ કરો.અને બરાબર મિક્સ કરો.હવે તેને થોડીવાર સુધી ચડવા દો.તેલ છૂટું પડવા લાગે એટલે ગેસ બંધ કરી દો.

  4. 4

    તો તૈયાર છે છોલે તેને ધાણા ભાજી થી ગાર્નિશ કરો.હવે ભટૂરે બનાવવા માટે ૧ બાઉલ મેંદા નો લોટ લો.તેમા એક ટેબલ સ્પૂન દહીં સ્વાદ અનુસાર નમક, ચપટી ખાંડ, પાણી અને ચપટી બેકિંગ સોડા,૧ ટેબલ સ્પૂન તેલ નાખીને લોટ બાંધી લો.હવે તેના પર ભીનું કપડું ઢાંકી અડધી કલાક સુધી રેસ્ટ આપો.ત્યારબાદ લૂઓ લઈ તેમાં થી મોટી પુરી વણી ગરમા ગરમ તેલમાં તળો.તો તૈયાર છે ભટૂરે.. હવે એક સર્વીગ પ્લેટ માં લઇ ને છોલે ને ગરમા‌ગરમ‌ ભટૂરે સાથે સવૅ‌ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20
પર

ટિપ્પણીઓ

Similar Recipes