શીર ચાય/પિંક ટી

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#ટીકોફી
#પોસ્ટ4
ધરતી ના સ્વર્ગ થી ઓળખાતા કાશ્મીર ની આ ખાસ ચા છે. કાશ્મીર તેના કુદરતી સૌંદર્ય, પહાડો, સરોવર, બગીચા તથા બર્ફીલી ઘાટી માટે જ નહીં પણ તેની ખાણી પિણી માટે પણ મશહૂર છે.
શીર ચાય જે પિંક ટી અથવા નૂન ચાય તરીકે પણ ઓળખાય છે એ ત્યાંની પરંપરાગત ચા છે જે તેઓ દિવસ માં 2-3 વખત પીવે છે. તેનો સુંદર અને હલકો ગુલાબી કલર આ ચા ને મનમોહક બનાવે છે.

શીર ચાય/પિંક ટી

2 કમેન્ટ્સ કરેલ છે

#ટીકોફી
#પોસ્ટ4
ધરતી ના સ્વર્ગ થી ઓળખાતા કાશ્મીર ની આ ખાસ ચા છે. કાશ્મીર તેના કુદરતી સૌંદર્ય, પહાડો, સરોવર, બગીચા તથા બર્ફીલી ઘાટી માટે જ નહીં પણ તેની ખાણી પિણી માટે પણ મશહૂર છે.
શીર ચાય જે પિંક ટી અથવા નૂન ચાય તરીકે પણ ઓળખાય છે એ ત્યાંની પરંપરાગત ચા છે જે તેઓ દિવસ માં 2-3 વખત પીવે છે. તેનો સુંદર અને હલકો ગુલાબી કલર આ ચા ને મનમોહક બનાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 ચમચીકાશ્મીરી ચા અથવા ગ્રીન ટી
  2. ચપટીબેકિંગ સોડા
  3. 1/4 ચમચીખાંડ (વૈકલ્પિક)
  4. 1/4 ચમચીએલચી પાવડર
  5. 1/4 ચમચીબદામ ની કતરણ
  6. 1/4 ચમચીપિસ્તા ની કતરણ
  7. 1.5 કપદૂધ
  8. 3 કપપાણી
  9. મીઠું સ્વાદાનુસાર
  10. તાઝી મલાઈ સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક વાસણ માં ચા અને 1 કપ પાણી નાખી ઉકળવા દો. ઉકળવા નું ચાલુ થાય એટલે બેકિંગ સોડા નાખી ઉકળવા દો.

  2. 2

    જ્યારે અડધું ઉકળી જાય એટલે એલચી પાવડર, મીઠું અને એક કપ પાણી નાખી ફરી ઉકળવા દો. વચ્ચે વચ્ચે હલાવવું.

  3. 3

    થોડું ઉકળે એટલે ફરી એક કપ પાણી નાખવું અને ઉકાળવું, હવે જોશો તો પાણી એકદમ લાલાશ પડતું થઈ ગયું હશે. એવો રંગ થાય ત્યારે 1 ચમચો એ ઉકળતી ચા એક વાટકી માં લઇ થોડા ટીપાં દૂધ ના નાખી અને ચેક કરવું. રંગ ગુલાબી થઈ જશે. જો ના થાય તો થોડું વધારે ઉકાળવું.

  4. 4

    હવે બધું દૂધ ઉમેરી દો. ચા નો રંગ ગુલાબી થઈ જશે. એક મિનિટ ઉકાળી આંચ બંધ કરો. ચા ને ગાળી લો.

  5. 5

    કપ માં કાઢી તાજી મલાઈ અને બદામ પિસ્તા નાખી આનંદ લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes