ભીંડા ના ક્રિસ્પી ભજીયા (Bhinda na crispy bhajiya recipe in gujrati)

Upadhyay Kausha
Upadhyay Kausha @Kausha_jani

ભીંડા ના ક્રિસ્પી ભજીયા (Bhinda na crispy bhajiya recipe in gujrati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ વ્યક્તિ
  1. ૧૦૦ ગ્રામ ભીંડા બારીક સમારેલા
  2. 2નાની ડુંગળી ઝીણી સમારેલી
  3. 2 ચમચીઆદુ મરચા લસણ ક્રશ કરેલા
  4. અડધી ચમચી મરી અજમા નો ભૂકો
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 1 ચમચીખાંડ નો પાવડર
  7. અડધો કપ ચણા નો લોટ
  8. 5 ચમચીચોખા નો લોટ
  9. ચપટીહિંગ
  10. ચપટીબેકિંગ સોડા
  11. 2 ચમચીલીંબુ નો રસ
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં ચોખા અને ચણા નો લોટ લો તેમાં મીઠું,બેકિંગ પાવડર અને લીંબુ ની રસ અને હિંગ નાખો.

  2. 2

    ત્યાર બાદ મરી અજમા નો ભૂકો,,ખાંડ ઉમેરો. પછી ક્રશ કરેલા આદુ મરચા અને લસણ,ડુંગળી અને ભીંડો નાખી બધું બરાબર મિક્સ કરો પાણી નાખવા ની જરૂર નહિ પડે.

  3. 3

    એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. મિશ્રણ ફોટા માં બતાવ્યાં પ્રમાણે બરાબર મીક્સ થઈ જવું જોઈએ. તેલ ગરમ થાય એટલે ભજીયા બનાવો.આછા બ્રાઉન તળાઈ જાય એટલે કાઢી લો.અને ગરમ ગરમ જ પીરસો.

  4. 4

    આ ભજીયા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે.દહી કે ટોમેટો સોસ સાથે ગરમ ગરમ ભજીયા નો આનંદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Upadhyay Kausha
Upadhyay Kausha @Kausha_jani
પર

Similar Recipes