કેસર બદામ પિસ્તા માવા કુલ્ફી (kesar badam pista mawa kulfi Recipe In Gujarati)

Minu Sanghavi
Minu Sanghavi @cook_19997092

#મોમ
મધર્સ ડે સ્પેશિયલ ... મારા મમ્મીને અને મારા સાસુને આ કુલ્ફી ખૂબ જ ભાવે છે. અને હું એક મમ્મી તરીકે મારા બાળકોને પણ ઘરની હજેનિક વસ્તુ જ વધારે પ્રોવાઇડ કરૂ છું. તો મારા બાળકોને પણ આ કુલ્ફી ખૂબ જ ભાવે છે.તો આજે આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું.

કેસર બદામ પિસ્તા માવા કુલ્ફી (kesar badam pista mawa kulfi Recipe In Gujarati)

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#મોમ
મધર્સ ડે સ્પેશિયલ ... મારા મમ્મીને અને મારા સાસુને આ કુલ્ફી ખૂબ જ ભાવે છે. અને હું એક મમ્મી તરીકે મારા બાળકોને પણ ઘરની હજેનિક વસ્તુ જ વધારે પ્રોવાઇડ કરૂ છું. તો મારા બાળકોને પણ આ કુલ્ફી ખૂબ જ ભાવે છે.તો આજે આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
8 વ્યક્તિઓ માટે
  1. 500ml. દૂધ ફેટ વાળું
  2. 150 ગ્રામમાવો અથવા પેંડા
  3. 7 ટેબલસ્પૂનખાંડ
  4. 2 ટેબલસ્પૂનમિલ્ક પાવડર
  5. 2 ટેબલસ્પૂનકોર્નફ્લોર
  6. 10-12તાંતણા કેસર
  7. 10-12બદામ સમારેલી
  8. 10-12મોળા પિસ્તા સમારેલાં

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ દૂધને એક તપેલીમાં કાઢો તેમાંથી 1 વાડકી જેટલું દૂધ અલગ કાઢી લો. બાકીનું દૂધ ગરમ મુકો. તેમાં ખાંડ ઉમેરો. ત્યાર બાદ તેને ગરમ થવા દો ત્યાં સુધીમાં વડકીના દૂધમાં કોર્નફ્લોર અને મિલ્ક પાવડર મિક્સ કરો. અને એ મિશ્રણને ગરમ દૂધમાં નાંખો અને સતત હલાવતા રહો જેથી દૂધ બેસી ન જાય. પછી તેમાં બદામ પિસ્તા અને કેસર મસળીને નાખો. દૂધ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બન્ધ કરી દો.દૂધ ઠડું થાય એટલે કુલ્ફી મોલ્ડ મા ભરી ફ્રીઝરમાં જમવા મૂકી દો. 5 થી 7 કલાકમાં જામી જશે. પછી બહાર કાઢી અનમોલ્ડ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minu Sanghavi
Minu Sanghavi @cook_19997092
પર

ટિપ્પણીઓ

Similar Recipes