કેસર બદામ પિસ્તા કૂકીઝ (Kesar Badam Pista Cookies Recipe In Gujarati)

Ishita Rindani Mankad
Ishita Rindani Mankad @Ishita_1287

સામાન્ય રીતે મીઠાઈ અને ડ્રાય ફ્રૂઇટ્સ , નટ્સ ઍક બીજા ના પૂરક છે... દિવાળી ની મીઠાઈ માં ઘણા બધા વિકલ્પો છે પરંતુ આ કૂકીઝ બેઝિક અને સહેલાઇ થી ઘરમાંથી જ મળી જાય તેવી સામગ્રી લીધા છે અને બનાવવામાં પણ સહેલી અને ઓછા સમય માં તૈયાર થઈ જાય છે અને નાના મોટા સૌ કોઈ ને ભાવે તેવી વાનગી છે
#DIWALI2021

કેસર બદામ પિસ્તા કૂકીઝ (Kesar Badam Pista Cookies Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

સામાન્ય રીતે મીઠાઈ અને ડ્રાય ફ્રૂઇટ્સ , નટ્સ ઍક બીજા ના પૂરક છે... દિવાળી ની મીઠાઈ માં ઘણા બધા વિકલ્પો છે પરંતુ આ કૂકીઝ બેઝિક અને સહેલાઇ થી ઘરમાંથી જ મળી જાય તેવી સામગ્રી લીધા છે અને બનાવવામાં પણ સહેલી અને ઓછા સમય માં તૈયાર થઈ જાય છે અને નાના મોટા સૌ કોઈ ને ભાવે તેવી વાનગી છે
#DIWALI2021

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
૮-૧૦ નંગ
  1. ૧/૪ કપથીજેલું ઘી
  2. ૪ ટેબલસ્પૂનદળેલી ખાંડ
  3. ૩/૪ કપ મેંદો
  4. ૧/૪ ટીસ્પૂનકેસર
  5. ૧ ટેબલસ્પૂનગરમ દૂધ
  6. ટેબસ્પૂન બદામ ની કતરણ
  7. ૧ ટેબલસ્પૂનપિસ્તા ની કતરણ
  8. ૧-૨ ટેબલસ્પૂન ઠંડુ દૂધ જો જરૂર પડે તો

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગરમ દૂધ મા કેસર પલાળી લેવું. ત્યાર બાદ ઘી મા દળેલી ખાંડ નાખી મિકસર જ્યા સુધી હલકો અને ફલફી ત્યા સુધી બીટ કરવું

  2. 2

    ત્યારબાદ તેમાં કેસર વાળું દૂધ અને મેંદો નાખી કણક તૈયાર કરવો

  3. 3

    ત્યારબાદ બેકિંગ ટ્રે મા પ્રચમેન્ટ પેપર રાખી કૂકી શેપ આપીને તેની ઉપર બદામ અને પિસ્તા ની કતરણ થી સજાવી ઓવન મા બેક કરવી

  4. 4

    ૧૬૦ ડિગ્રી સેલ્સિયસ પર પ્રી હિટ કરેલા ઓવન મા ૧૦-૧૫ મિનિટ માટે ક્રિસ્પી અને લાઈટ ગોલ્ડન કલર ની થાય ત્યા સુધી બેક કરવી

  5. 5

    તૈયાર થયેલી કુકીઝ ને એર ટાઈટ કન્ટેનર માં સ્ટોર કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ishita Rindani Mankad
પર

Similar Recipes