દબકા(Dabka Recipe in Gujarati)

Kripa Shah
Kripa Shah @Kripa_4988

#મોમ
# પોસ્ટ ૧
મમ્મી ના હાથ નું તો કોને ના ભાવે? એમ પણ મમ્મી ના હાથ ની વાનગી નું ગમે તેટલું લીસ્ટ બનાવીએ એટલું ઓછું છે. પણ આ વાનગી સાથે મારા નાનપણ ની યાદો જોડાયેલી છે. મારી અને મારી બહેન ની આ ફેવરેટ ડીશ છે.મારી મમ્મી ની આ ઈનોવેટિવ ડીશ છે.જે અમારા બધા ની ફેવરેટ છે.તો મધર્સ ડે નિમિત્તે આ ડીશ મારી મમ્મી ને ડેડીકેટ કરુ છું.આજે મને આનંદ થાય છે તમારી જોડે આ શેર કરીને.તમે જરૂર થી ટ્રાય કરજો.

દબકા(Dabka Recipe in Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

#મોમ
# પોસ્ટ ૧
મમ્મી ના હાથ નું તો કોને ના ભાવે? એમ પણ મમ્મી ના હાથ ની વાનગી નું ગમે તેટલું લીસ્ટ બનાવીએ એટલું ઓછું છે. પણ આ વાનગી સાથે મારા નાનપણ ની યાદો જોડાયેલી છે. મારી અને મારી બહેન ની આ ફેવરેટ ડીશ છે.મારી મમ્મી ની આ ઈનોવેટિવ ડીશ છે.જે અમારા બધા ની ફેવરેટ છે.તો મધર્સ ડે નિમિત્તે આ ડીશ મારી મમ્મી ને ડેડીકેટ કરુ છું.આજે મને આનંદ થાય છે તમારી જોડે આ શેર કરીને.તમે જરૂર થી ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ વ્યક્તિ
  1. 1 કપઘઉં નો લોટ
  2. 2 ચમચીલીલા મરચા ની પેસ્ટ
  3. 1 ચમચીલસણ ની પેસ્ટ
  4. 1 ચમચીજીરૂૂ
  5. ૧/૨ ચમચી સોડા
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. ૧૧/૨ ચમચી તેલ
  8. 1 ચમચીસફેદ તલ
  9. ગાર્નિશ માટે
  10. લાલ મરચું
  11. મીઠું
  12. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉં નો લોટ,લીલા મરચા, લસણ ની પેસ્ટ,જીરું, તલ, મીઠું, તેલ,સોડા નાખી હલાવી લો.હવે તેને પાણી થી ઢીલો લોટ બાંધી લો.હોવી તેને ૧૫ મિનિટ રેસ્ટ આપો.

  2. 2

    હવે તેના નાના એક સરખા ભાગ પાડી તેને નીચે ફોટા પ્રમાણે વાટુડી બનાવી લો.

  3. 3

    હવે એક તપેલીમાં પાણી લઈ તેને ઉકાળો. હવે પાણી ઉકળે પછી તેમાં ઉપરની વાતુડી ઉમેરો.ગેસ ની આંચ ધીમી રાખવી.૫-૧૦ મિનિટ પછી વાતુડી ચડી જશે તો ઉપર આવી જશે.નીચે ફોટા મુજબ.પછી ચેક કરી લેવું કે વાતુડી ચડી ગઈ છે.ચડી જાય પછી તેને બહાર કાઢી લો.

  4. 4

    હવે તેના નાના નાના કટ કરી લો.હવે તેમાં ઉપરથી લાલ મરચું, મીઠું અને તેલ ઉમેરી હલાવી લો.

  5. 5

    હવે દબકા તૈયાર છે તેને લાલ મરચું અને સફેદ તલ થી ગાર્નિશ કરો. ચટપટા દબકા રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kripa Shah
Kripa Shah @Kripa_4988
પર
Cooking is passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes