ભરેલા રીંગણ બટાકા નું શાક (Stuffed Brinjal Potato sabji Recipe In Gujarati)

Shweta Kunal Kapadia
Shweta Kunal Kapadia @cook_22105391

ભરેલા રીંગણ બટાકા નું શાક (Stuffed Brinjal Potato sabji Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ વ્યક્તિ
  1. ૭/૮ નંગ નાના રીંગણ
  2. 2 નંગબટાકા
  3. 1 નંગટામેટું
  4. વઘાર માટે :૧ ચપટી હિંગ
  5. 3 મોટી ચમચીતેલ
  6. મસાલો બનવા માટે: ૧ નાની વાટકી સિંગદાણા નો ભૂકો
  7. 2 ચમચીશેકેલા ચણા નો લોટ
  8. 1લીંબુ નો રસ
  9. 2 ચમચીધાણજીરૂ
  10. ૧/૨ ચમચી હળદર
  11. 1 ચમચીલાલ મરચું
  12. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક વાસણ માં બટાકા સુધારી લો અને રીંગણ માં કાપા પાડી લો.

  2. 2

    હવે એક વાટકા માં ભરવાનો બધો મસાલો મિક્સ કરી તેમાં ૧ ચમચી તેલ ઉમેરી લો. આ મસાલામાં તમે કોથમીર પણ ઉમેરી શકો. મારી પાસે નહોતી એટલે મેં નથી ઉમેરી.

  3. 3

    હવે એક ટામેટું મોટું જ સમારી લો. અને રીંગણાં માં મસાલો ભરી લો.

  4. 4

    હવે કૂકર માં તેલ મૂકી હિંગ નાખી સુધારેલા બટાકા નાખી દો. અને ૨ મિનિટ સાંતળો.પછી તેમાં ટામેટું ઉમેરી લો.

  5. 5

    હવે તેમાં ભરેલા રીંગણ નાખી થોડું પાણી નાખી થોડુક મીઠું નાખી કૂકર બંધ કરી લો.

  6. 6

    ૪/૫ સીટી વગાડી તેને પછી ખોલી તેમાં વધારા નો બધો મસાલો નાખી સેજ ચલાવી પછી કૂકર બંધ કરી સીઝવા દો.

  7. 7

    હવે પાછું કૂકર ખોલી ને શાક સર્વ કરો.તમે આમાં ભરેલા મરચાં અને ડુંગળી પણ આ શાક માં નાખી શકો છો. એ પણ બવ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Kunal Kapadia
Shweta Kunal Kapadia @cook_22105391
પર

ટિપ્પણીઓ (5)

Trivedi Bhumi
Trivedi Bhumi @cook_19951758
તમારી રેસીપી ફોલો કરી ને મે પણ ભરેલા રીંગણ બનાવ્યા સરસ બન્યુ છે

Similar Recipes