પુરણપોળી વિથ ઘી

Nidhi Chirag Pandya
Nidhi Chirag Pandya @cook_20925777
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામતુવેરની દાળ
  2. 3 કપઘઉંનો લોટ
  3. 3 નાની વાટકીખાંડ
  4. પા ચમચી જાયફળ નો ભૂકો
  5. ત્રણથી ચાર એલચીનો ભૂકો
  6. મોણ માટે તેલ
  7. 2 વાટકીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તુવેરની દાળને ધોઈ અને બાફી લો

  2. 2

    બફાઈ જાય એટલે તપેલીમાં બધી દાળ કાઢી તેમાં ખાંડ જાયફળનો ભૂકો અને એલચીનો ભૂકો ઉમેરી હલાવો

  3. 3

    હવે નીચે પહેલા ફોટામાં દેખાય પ્રમાણે એકદમ ઘટ્ટ બનાવવું જેથી પુરણપોળી બનાવતી વખતે રેલાઈ નો જાય અને ફાટે નહીં

  4. 4

    હવે ઘઉંનો લોટ લઇ તેમાં પાણીથી લોટ બાંધી તેલનું મોણ નાખી કુણવો હવે એક મોટો લૂઓ લઈ તેને વણી તેમાં વચ્ચે પૂરણ મૂકી અને બધી બાજુથી કોર ભેગી કરી અને એક ગોળીઓ બનાવી તેને સરસ રીતે વણવું હવે લોઢી પર બંને બાજુ ઘી થી શેકવું

  5. 5

    તો તૈયાર છે તમારી લિજ્જતદાર પૂરણપોળી તેને ગરમાગરમ બટેટાનું શાક અને ઘી સાથે પીરસવા થી બહુ જ સરસ લાગે છે મેં સાથે થોડું પૂરણ પણ પીરસ્યું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Chirag Pandya
Nidhi Chirag Pandya @cook_20925777
પર

ટિપ્પણીઓ

Similar Recipes