પુરણપોળી

Ruchi Anjaria
Ruchi Anjaria @Ruchi_19

Week 5
#RB5

પુરણપોળી

Week 5
#RB5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ચાર વ્યક્તિ
  1. 1 વાટકીચણા દાળ /તુવેર દાળ
  2. દોઢ વાટકી ખાંડ
  3. આઠથી દસ એલચીનો પાઉડર
  4. 2 વાટકીઘઉંનો લોટ
  5. ઘી - તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંના લોટમાં મોણ નાંખી રોટલી અને પરોઠા વચ્ચેનો મધ્યમ લોટ બાંધો.

  2. 2

    તુવેર દાળ/ચણાની દાળને કૂકરમાં પાણી નાખી 3 સીટી માં બાફી લો. દાળ બફાઈ જાય એટલે તેને ચાળણીમાં નિતારી લો. હવે દાળ કોરી થઈ જાય એટલે ગેસ પર પેન મૂકીને તેમાં દાળ અને ખાંડ મિક્સ કરો. થોડીવાર મધ્યમ આંચ પર રાખી તવેથા વડે હલાવતા રહો. દાળ અને ખાંડ એકરસ થઇ જાય અને હાથમાં ગોળો વડે એવું પૂરણ તૈયાર થશે. પુરણને ઠંડુ થવા દો.

  3. 3

    હવે લોટમાંથી મધ્યમ સાઈઝનો લુવો લઇ રોટલી વણો. પુરણનો ગોળો વાળી રોટલી ની વચ્ચે મૂકો. ચારે બાજુ થી કવર કરી વધારાનો લોટ કાઢી નાખો. હવે અટામણ માં રગદોળી ઉપર વેલણ ફેરવી પૂરણપોળી વણો.

  4. 4

    પુરણ પૂરી વણાઈ જાય એટલે લોઢી પર મધ્યમ ફ્લેમ્ પર બંને બાજુ શેકી લો. પ્લેટમાં કાઢી તેનાં પર ઘી લગાવીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruchi Anjaria
Ruchi Anjaria @Ruchi_19
પર

ટિપ્પણીઓ

Similar Recipes